________________
કેવલીમાં દ્રવ્યહિંસાઃ આચારાંગવૃત્તિઅધિકાર
૧૭૭ निमित्तकनिह्नवमार्गोत्पत्तिरवश्यम्भाविनी' इति प्रवचने प्रतीतिः । तीर्थकरदीक्षितशिष्यात् निह्नवमार्गोत्पत्तेः प्रायोऽसंभविसंभवाद्, एवमप्रमत्तसंयतस्य कायादिव्यापाराज्जायमानाऽनाभोगवशेन कादाचित्कीत्यवश्यंभाविनी वक्तुं युज्यते, न तु केवलिनः, तस्य तत्कादाचित्कतानियामकानाभोगाभावाद्, इति नावश्यम्भाविविराधनावन्तं केवलिनमनूद्य किमपि विचारणीयमस्ति - इति परेणो ष्यते,
तदसत्, अनाभोगादेरिव विषयासन्निधानादेरपि कादाचित्कत्वेनावश्यंभावित्वोपपत्तेः केवलिनोऽप्यप्रमत्तयतेरिवावश्यम्भाविजीवविराधनोपपत्तेः, अन्यथा तमधिकृत्य वृत्तिकृता यत्सामयिक
પણ, કાલાદિ પાંચ કારણોમાં ગણતરી તો પામેલી જ છે. માટે દરેક કાર્ય નિયતિજન્ય પણ છે જ. વળી, નિયતિનો તો અર્થ જ એ છે કે “જે જેવું થવાનું હોય છે તેવું અવશ્ય થાય જ.” એટલે દરેક કાર્યને અવયંભાવી માનવાની આપત્તિ આવી પડે છે એ વાત સ્પષ્ટ છે. એ આપત્તિના વારણ માટે ઉક્ત નિયમ માનવો આવશ્યક છે એટલે જ “જમાલિથી નિહ્નવમાર્ગની જે ઉત્પત્તિ થઈ તે અવશ્યભાવી હતી એવું પ્રવચનમાં પ્રસિદ્ધ છે, કારણ કે શ્રી તીર્થંકર પરમાત્માએ જેને દીક્ષા આપેલી હોય તે શિષ્યમાંથી નિતંવમાર્ગની ઉત્પત્તિ થવી એ પ્રાયઃ અસંભવિસંભવવાળી હોય છે. આ જ રીતે, અપ્રમત્ત છદ્મસ્થ સાધુ કે જે જયણાપૂર્વક પ્રવર્તે છે તેના કાયાદિ વ્યાપારથી ઘણું ખરું તો વિરાધના થવી સંભવિત જ નથી (કેમકે એ જણાપૂર્વક પ્રવર્તે છે.) તેમ છતાં તેનાથી અનાભોગવશાત્ કદાચિત્ જે વિરાધના થઈ જાય છે તે પ્રાયઃ અસંભવિસંભવવાળી હોઈ અવશ્યભાવિની કહી શકાય છે. પણ આ રીતે કેવલીથી પણ જો વિરાધના થઈ જતી હોય તો તેને અવશ્યભાવિની કહી શકાતી નથી, કેમકે આવા કાર્યોમાં રહેલ કાદાચિત્કતાનો (ક્યારેક જ થઈ જવાપણાંનો) નિયામક જે અનાભોગ હોય છે તે જ કેવલીઓને હોતો નથી. તેથી કેવલીથી જો વિરાધના થતી હોય તો એમાં કદાચિત્કતા ન હોવાથી અવયંભાવિત્વ પણ હોતું નથી. એટલે કે, કેવલીઓ અવયંભાવી વિરાધનાવાળા હોતા નથી. માટે તેઓને અનૂઘ બનાવીને (તેઓનો નિર્દેશ કરીને) અવયંભાવી વિરાધનાની બાબતમાં કાંઈ વિચારવાનું હોતું નથી.
(અનાભોગાદિની જેમ વિષયાસંનિધાનાદિથી પણ કદાચિત્કતા સંભવિત) ઉત્તરપક્ષ: આવો પૂર્વપક્ષ ખોટો છે, કારણ કે કાદાચિત્વનો એકલો અનાભોગ એ જ નિયામક છે એવું નથી, પણ વિષયનું અસંનિધાન વગેરે પણ એના નિયામક છે. જે જીવની વિરાધના થઈ રહી હોય તે જીવ કેવલીના જ્ઞાનવિષય તરીકે સંનિહિત હોવા છતાં પ્રયત્નના વિષય તરીકે અસંનિહિત હોવા પણ સંભવે છે. એટલે કે કેવલીના ઉચિત પ્રયત્નનો એ યોગ્ય અવસરે વિષય બનતો નથી અને તેથી એની રક્ષા શક્ય બનતી નથી. આવા બધા પ્રકારના વિષયના અસંનિધાન વગેરે કારણે કાદાચિકત્વ સંભવિત હોઈ અવશ્યભાવિત્વ પણ સંભવે જ છે. તેથી અપ્રમત્તયતિની જેમ કેવલીને પણ અવશ્યભાવી