________________
૧૮૪
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૬૭ ग्रन्थकाराभिप्रायानुरोधादेव निराबाधम्, इति यदुच्यते परेण-'सयोगिकेवली कदाचिज्जीवविराधकः संभवति, भवस्थकेवलित्वाद्, अयोगिकेवलिवद्' इत्यत्र कदाचिज्जीवविराधकत्वं साध्यमयोगिकेवलिनि दृष्टान्ते नास्ति, तस्याऽकर्तृत्वात् । किञ्च-अयोगिकेवलिदृष्टान्तदातुरयोगित्वकर्तृत्वयोर्विरोधापरिज्ञानमपि स्फुटमेव - इत्यादि, तत्सर्वं ग्रन्थाभिप्रायापरिज्ञानविजृम्भितमिति मन्तव्यं, न ह्येवमधिकृताचाराङ्गवृत्तिग्रन्थः कथमप्युपपादितो भवतीति ।।६७॥ યોગ હાજર હોવાથી અને તે હિંસા તેઓના યોગના અન્વયવ્યતિરેકને અનુસરતી હોવાથી તેઓને ઉપચારથી હિંસાના કર્તા કહી વૃત્તિકારે તેઓનો નિર્દેશ કર્યો છે. આવું જો માનીએ તો એ પ્રરૂપણા ઊડી જવાની આપત્તિ આવતી નથી.
(અથવા ઉપચરિતકર્તૃત્વને આગળ કરીને છે - ઉત્તરપક્ષ) સમાધાનઃ તો પછી આ રીતે તો સયોગીકેવલીમાં પણ યોગોની હાજરીના કારણે ઉપચારથી કથંચિત્ કર્તુત્વ હોવાની કલ્પના ગ્રન્થકારના તેવા અભિપ્રાય મુજબ નિરાબાધ જ હોઈ તેઓનો નિર્દેશ પણ અસંગત રહેશે નહિ. માટે અહીં કારકસંબંધને આગળ કરીને કર્મબંધ-અબંધની વિચારણાનો અભિપ્રાય છે તે, અથવા જો કર્તૃકાર્યભાવસંબંધને આગળ કરીને વિચારણા હોય તો અપ્રમત્તાદિનો ઉપચરિતકર્તુત્વાદિની અપેક્ષાએ નિર્દેશ છે તેવો અભિપ્રાય છે તે, સ્વીકારવું જોઈએ. તેથી જ વૃત્તિકારનો આવો અભિપ્રાય હોવાથી જ) પૂર્વપક્ષીએ નીચેની જે શંકા કરી છે તેના પરથી જણાય છે કે પૂર્વપક્ષી આ અભિપ્રાયથી અજાણ છે એનો જ એ ખેલ છે. તે શંકા - અયોગીકેવલીના શરીરસંસ્પર્શથી થતી જીવવિરાધનાને આગળ કરીને ઉત્તરપક્ષી જો આવો અનુમાનપ્રયોગ કરે કે “સયોગીકેવલી ક્યારેક જીવવિરાધક બનવો સંભવે છે, કેમ કે ભવસ્થકેવલી છે, જેમ કે અયોગીકેવલી તો તેમાં, અયોગીકેવલી કર્તા ન હોઈ “ક્યારેક જીવવિરાધકપણા' રૂપ સાધ્ય અયોગીકેવલીરૂપ દષ્ટાન્તમાં નથી. અર્થાત્ આપેલ દષ્ટાન્ત સાધ્યવિકલ હોઈ અનુમાનપ્રયોગ ખોટો ઠરે. વળી આ રીતે અયોગીકેવલીનું દૃષ્ટાન્ત આપનાર
અયોગિત્વ અને કર્તુત્વ વિરોધી છે એ બાબતનો અજાણ છે એ વાત પણ સ્પષ્ટ જણાય છે. પૂર્વપક્ષીની આવી શંકા ગ્રન્થના હમણાં જ કહી ગયા તેવા અભિપ્રાયનું પૂર્વપક્ષીનું જે અપરિજ્ઞાન છે તેનો જ ખેલ એટલા માટે છે કે ઉપર દેખાડી ગયા તેવો અભિપ્રાય હોવાથી અમારે આવા અનુમાન પ્રયોગની જરૂર જ નથી. અમે તો એવો અનુમાનપ્રયોગ ફલિત કરીએ છીએ કે, “સયોગી કેવલી ક્યારેક જીવવિરાધના અધિકરણાદિરૂપ કારક બનવા સંભવે છે, કેમ કે ભવસ્થકેવલી છે, જેમ કે અયોગી કેવલી.” બાકી પારમાર્થિક (અનુપચરિત) કર્તુત્વ-કાર્યત્વને આગળ કરીને પ્રસ્તુત વિચારણા હોવાની માન્યતાનું તમારું જે અભિમાન છે તે તો તદ્દન ખોટું જ છે, કેમકે એ પ્રમાણે તો અધિકૃત આચારાંગવૃત્તિપ્રન્થ કોઈ રીતે સંગત બનતો નથી. માટે પ્રસ્તુત ગ્રન્થ કારકસંબંધની અપેક્ષાએ કે ઉપચરિત કર્તુત્વાદિસંબંધની અપેક્ષાએ