________________
કેવલીમાં દ્રવ્યહિંસા : કાયસ્પર્શજન્ય વિરાધના વિચાર
–
૧૯૭
दुर्घटः स्यादिति । न च सर्वजीवाहिंसालक्षणोऽतिशयोऽहिंसायाः केवलिस्थानत्वं वाऽयोगिकेवलिबहिर्भावेन क्वापि प्रतिपादितमस्ति येन त्वया तत्र व्यभिचारवारणाय क्षीणमोहयोगत्वेन जीवघातप्रतिबन्धकत्वं कल्प्यमानं युक्तिक्षमं स्याद् इति सर्वजीवाहिंसादिप्रतिपादनं सकलभावाश्रवाकरणनियमनिष्ठाभिधानाभिप्रायेणैव न तु हिंसाया अपि सर्वथाऽभावाभिप्रायेण । अनाभोगस्तु
માનવામાં લાઘવ હોવાથી તેને જ પ્રતિબંધક માનવો ઉચિત બને. (તે લાઘવ આ રીતે-ક્ષીણમોહયોગત્વ ધર્મને આગળ કરીને પ્રતિબંધકતા માનવાનો અર્થ જ એ થાય છે કે મોહક્ષયયુક્ત યોગને પ્રતિબંધક માનવો. મોહક્ષયયુક્તયોગને પ્રતિબંધક માનવો એના કરતાં મોહક્ષયને પ્રતિબંધક માનવો એમાં લાઘવ છે એ તો સ્પષ્ટ જ છે.) અને એ તો અયોગીકેવલીમાં પણ હોય જ છે. તેથી અયોગીના કાયસ્પર્શથી પણ મશકાદિનો જીવથાત માની શકાશે નહિ.
:
પૂર્વપક્ષ ઃ અયોગી કેવલીના કાયસ્પર્શથી જીવઘાત થાય છે એ તો તમને પણ માન્ય છે જ. તેથી મોહક્ષય થયો હોવા છતાં જીવઘાતનો પ્રતિબંધ થતો ન હોવાથી જણાય છે કે મોહક્ષયને પ્રતિબંધક માનવામાં અનૈકાન્તિકતા (વ્યભિચાર) છે. અયોગીકેવલી અંગે આવતા આ વ્યભિચારનું વારણ કરવા જ અમે (ગૌરવ હોવા છતાં) ક્ષીણમોહયોગને પ્રતિબંધક કહીએ છીએ.
(‘કેવલીનું સ્થાન અહિંસા છે' એ અયોગીમાં પણ લાગુ પડે - ઉત્તરપક્ષ)
ઉત્તરપક્ષ : ‘સર્વજીવની અહિંસારૂપ અતિશય કે કેવલીનું સ્થાન અહિંસા છે તે અયોગીકેવલી સિવાયના કેવલી માટે કહ્યા છે’ એવું કોઈ શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું નથી કે જેના કારણે અયોગીમાં વ્યભિચાર આવે. અર્થાત્ એ અતિશય કે એ અહિંસાસ્થાનત્વના કારણે જો સયોગી કેવલીમાં જીવધાતાભાવ માનો છો તો એ બેના કારણે અયોગીકેવલીમાં પણ જીવઘાતાભાવ માનવો જ પડે છે. અને તો પછી તેમાં પણ જીવઘાતનો પ્રતિબંધ થતો જ હોવાથી મોહક્ષયને પ્રતિબંધક માનવામાં વ્યભિચાર ક્યાં રહ્યો ? કે જેથી ગુરુભૂત એવા ક્ષીણમોહયોગત્વ ધર્મને આગળ કરીને યોગને પ્રતિબંધક માનવો એ યુક્ત ઠરે.
પ્રશ્ન : પણ આ રીતે તે અતિશયાદિના કારણે અયોગી કેવલીમાં પણ જીવઘાતનો અભાવ માનવાનો હોય તો તેઓના શરીરને સ્પર્શીને થતા મશકાદિઘાતની શાસ્ત્રમાં કરેલ પ્રરૂપણા ખોટી નહિ ઠરે ?
ઉત્તર ઃ ના, કેમકે એ અતિશયની કે અહિંસાસ્થાનત્વની પ્રરૂપણા રૂપ સર્વજીવોની અહિંસાનું પ્રતિપાદન ‘કૈવલીઓને હિંસાનો સર્વથા અભાવ હોય છે' એવું જણાવવાના અભિપ્રાયથી નથી, કિન્તુ ‘તેઓ ભાવહિંસા વગેરે રૂપ સકલ ભાવઆશ્રવોના અકરણનિયમમાં રહેલા હોય છે’ એવું જણાવવાના અભિપ્રાયથી જ છે.