________________
૨૦૨
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૭૧, ૭૨
अत्र परः शङ्कते
नणु जिणजोगाउ तहा जलाइजीवाणऽघायपरिणामो । अचित्तपएसे णं जह गमणं पुप्फचूलाए ।।७२।। ननु जिनयोगात्तथा जलादिजीवानामघातपरिणामः ।
अचित्तप्रदेशे यथा गमनं पुष्पचूलायाः ।।७२।। नणु त्ति । नन्विति पूर्वपक्षे, यथा पुष्पचूलायाः साध्व्या अवाप्तकेवलज्ञानाया अपि मेघे वर्षत्यपि तथाविधजलपरिणतिविशेषाद् अचित्तप्रदेशे खे गमनं संपन्नं, तथा विहारेऽपि जलादिजीवानां जिनयोगादघातपरिणामोऽस्तु, न ह्येवमस्माकं काप्यनुपपत्तिरस्ति, केवलिमात्रजीवमात्रयो_त्यघातकसम्बन्धाभावे केवलिनोऽघातकस्वभावेन जीवानां चाघात्यस्वभावेन तथैव केवलिनो
કે “કેવલીને જીવોનો આભોગ હોય છે. તેથી સંયતમાત્રમાં સહજ એવો તેની રક્ષાનો વ્યાપાર પણ તે કરે જ. હવે તેમ છતાં પણ જો એ જીવની હિંસા થતી હોય તો તો તેઓના તે પ્રયત્નને જ તે જીવરક્ષાના અસામર્થ્યરૂપ કચાશવાળો કહેવો પડે, જે ક્ષાયિકવીર્યયુક્ત તેઓ માટે અસંભવિત છે. તેથી તેઓથી દ્રવ્યહિંસા પણ થતી જ નથી કિન્તુ જીવરક્ષા થાય છે એવું માનવું જોઈએ જેથી તેઓના પ્રયત્નને અસમર્થ માનવાની આપત્તિ ન આવે.” પૂર્વપક્ષીનો આ તે અભિપ્રાય ‘દંડને ઘટ પ્રત્યે અસમર્થ માનવાની આપત્તિ આવે' ઇત્યાદિ જે કહ્યું તેનાથી નિરસ્ત જાણવો. ll૭૧ અહી પૂર્વપક્ષી શંકા કરે છે કે –
(પુષ્પચૂલાના દેખાત્તથી જીવોના અઘાતપરિણામની સિદ્ધિ - પૂર્વપક્ષ) ગાથાર્થઃ પૂર્વપક્ષઃ જેમ કેવલજ્ઞાન પામી ગયેલ પણ પુષ્પચૂલા સાધ્વીનું વરસાદ વરસતે છતે પણ જળની તેવા પ્રકારની પરિણતિવિશેષ થઈ હોવાના કારણે અચિત્તપ્રદેશમાંથી જગમન થયું તેમ વિહારમાં પણ જળ વગેરે જીવોનો “કેવલીના યોગોથી મરવું નહિ એવો અઘાત પરિણામ જ માની લેવો જોઈએ કે જેથી બાદરવાઉકાય વગેરેનું ઉદ્ધરણ કરી ન શકવા છતાં દ્રવ્યહિંસા માનવાની આપત્તિ ન આવે.
પુષ્પચૂલા સાધ્વીના દષ્ટાન્ત પરથી જણાય છે કે સચિત્તપ્રદેશના જળજીવોનો એવો સ્વભાવ જ માનવો જોઈએ કે કેવલીના યોગોથી મરવું નહિ. તેઓના આ સ્વભાવે જ એવું કાર્ય કર્યું કે જેથી સાધ્વીજી એ યથાસુખે કરેલ પણ ગમન અચિત્ત જળમાંથી જ થયું. આ જ રીતે વિહારાદિ પ્રવૃત્તિ વખતે પણ વચ્ચે આવતાં જળ વગેરેના જીવોમાં તેવો સ્વભાવ માનવો યુક્ત હોઈ સયોગીમાં દ્રવ્યહિંસાનો અભાવ હોવાની અમારી માન્યતામાં કોઈ અસંગતિ રહેતી નથી. આમ કોઈપણ કેવલી સાથે કોઈપણ જીવનો ઘાય-ઘાતકભાવ હોતો નથી. એટલે કે કેવલીનો અઘાતક સ્વભાવ હોવાના કારણે અને જીવોનો