________________
-
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૭૪ अन्यत्र = केवलिनां विहारादौ नद्युत्तारे च जलं सचित्तमिति महान् तयोर्दृष्टान्तदान्तिकयोभेदः । न हि केवलिनो विहारादावनियतनद्युत्तारे निरन्तरप्रवाहपतितं तज्जलमचित्तमेवेति क्वाप्युक्तमस्ति । अथैवमप्युक्तं नास्ति यदुत 'तीर्थकृद्व्यतिरिक्तोऽमुकनामा केवली नदीमुत्तीर्णवान्' इति । तीर्थकृतस्तु सुरसञ्चारितकनककमलोपरि गमनागमनपरिणतस्य जलस्पर्शस्याप्यभावः, तथाऽपि केवलिनो नद्युत्तरणसंभावनायामचित्तप्रदेशैरेव नद्युत्तारः कल्प्यते, न हि स विविच्य व्यवह
૨૦૪
ન્તિકમાં જળ સચિત્ત હોય છે. તેથી દૃષ્ટાન્ત-દાન્તિક વચ્ચે મોટો ભેદ છે. પુષ્પચૂલા સાધ્વી કે અન્ય કેવલીનું ગમન સચિત્તજળાદિને સ્પર્ષા વગરનું જ હતું (કે હોય છે) તે વાત કોઈ શાસ્ત્રમાં સંભળાતી નથી.
“દૃષ્ટાન્તમાં દાન્તિક કરતાં વિલક્ષણતા ન જ જોઈએ' એવો નિયમ નથી. પણ જે અંશ માટે દૃષ્ટાન્ત અપાયું હોય તે અંશમાં તો વિલક્ષણતા ન જ જોઈએ. પુષ્પચૂલા સાધ્વીજીના પ્રસંગમાં પાણી અચિત્ત હતું એ જ દ્રવ્યહિંસાના અભાવમાં નિમિત્ત બન્યું હતું, નહિ કે જીવોનો અઘાત્યસ્વભાવ (કેમ કે જીવો જ ત્યાં હાજર નહોતા...) તો પછી એ દૃષ્ટાન્ત લઈને ‘કેવલીના વિહારાદિમાં પણ વચમાં આવતા જળાદિ જીવો અઘાત્યસ્વભાવવાળા હોઈ મરતા નથી' ઇત્યાદિ શી રીતે કહેવાય ?
શંકા - અરે ! ‘કેવળીના સંસર્ગમાં આવવા છતાં પોતાના અઘાત્યસ્વભાવના કારણે જીવો મરતા નથી’ એવું અમે કહેતા નથી કે એ માટે પુષ્પચૂલા સાધ્વીજીનું દૃષ્ટાન્ત આપતા નથી. કિન્તુ અમે એવું કહીએ છીએ કે ‘તેઓના તેવા સ્વભાવના કારણે વાસ્તવિકતા જ એવી બને છે કે કેવલી જ્યાંથી પસાર થાય ત્યાં જળાદિ અચિત્ત જ હોય, સચિત્ત નહિ, જેમ કે પુષ્પચૂલા સાધ્વીજીનો પ્રસંગ...' તેથી કોઈ અસંગતિ નથી.
સમાધાનઃ આ વાત પણ બરાબર નથી, કેમ કે કોઈ શાસ્ત્રમાં એવું કહ્યું નથી કે કેવલી વિહારાદિમાં અનિયતપણે (અમુક ચોક્કસ ભાગમાંથી જ જવું એ રીતે નિયતપણે નહિ) જે નઘુત્તાર કરે છે તે વખતે તેમણે પસાર થવાના સ્થાનમાં નદીનો જે નિરંતર પ્રવાહ ચાલુ હોય છે તેમાં આવતું પાણી અચિત્ત જ હોય.
(કેવલીના વિહરણક્ષેત્રમાં જળાદિ અચિત્ત જ હોય - પૂર્વપક્ષ)
:
પૂર્વપક્ષ ઃ એમ તો શાસ્ત્રમાં એવું પણ કહ્યું નથી કે ‘શ્રી તીર્થંકરદેવથી ભિન્ન અમુકનામવાળા કેવલી નદી ઉતર્યા.’ એટલે ‘શ્રી તીર્થંકરભિન્ન સામાન્યકેવલી નદી ઉતરે છે' એવું પણ શી રીતે માની શકાય ? અને શ્રી તીર્થંકરને તો દેવરચિત સુવર્ણકમલો ૫૨ જ ચાલવાનું હોઈ જળસ્પર્શનો જ અભાવ હોય છે તેથી કેવલી ભગવંતોથી નદી ઊતરવામાં જળજીવવિરાધના થાય છે એવું શી રીતે મનાય ? શાસ્ત્રમાં ન કહ્યું હોવા છતાં પણ ‘કેવલીઓ નદી ઉતરે છે' એવી જો સંભાવના કરીએ છીએ તો શાસ્ત્રમાં