SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ - ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૭૪ अन्यत्र = केवलिनां विहारादौ नद्युत्तारे च जलं सचित्तमिति महान् तयोर्दृष्टान्तदान्तिकयोभेदः । न हि केवलिनो विहारादावनियतनद्युत्तारे निरन्तरप्रवाहपतितं तज्जलमचित्तमेवेति क्वाप्युक्तमस्ति । अथैवमप्युक्तं नास्ति यदुत 'तीर्थकृद्व्यतिरिक्तोऽमुकनामा केवली नदीमुत्तीर्णवान्' इति । तीर्थकृतस्तु सुरसञ्चारितकनककमलोपरि गमनागमनपरिणतस्य जलस्पर्शस्याप्यभावः, तथाऽपि केवलिनो नद्युत्तरणसंभावनायामचित्तप्रदेशैरेव नद्युत्तारः कल्प्यते, न हि स विविच्य व्यवह ૨૦૪ ન્તિકમાં જળ સચિત્ત હોય છે. તેથી દૃષ્ટાન્ત-દાન્તિક વચ્ચે મોટો ભેદ છે. પુષ્પચૂલા સાધ્વી કે અન્ય કેવલીનું ગમન સચિત્તજળાદિને સ્પર્ષા વગરનું જ હતું (કે હોય છે) તે વાત કોઈ શાસ્ત્રમાં સંભળાતી નથી. “દૃષ્ટાન્તમાં દાન્તિક કરતાં વિલક્ષણતા ન જ જોઈએ' એવો નિયમ નથી. પણ જે અંશ માટે દૃષ્ટાન્ત અપાયું હોય તે અંશમાં તો વિલક્ષણતા ન જ જોઈએ. પુષ્પચૂલા સાધ્વીજીના પ્રસંગમાં પાણી અચિત્ત હતું એ જ દ્રવ્યહિંસાના અભાવમાં નિમિત્ત બન્યું હતું, નહિ કે જીવોનો અઘાત્યસ્વભાવ (કેમ કે જીવો જ ત્યાં હાજર નહોતા...) તો પછી એ દૃષ્ટાન્ત લઈને ‘કેવલીના વિહારાદિમાં પણ વચમાં આવતા જળાદિ જીવો અઘાત્યસ્વભાવવાળા હોઈ મરતા નથી' ઇત્યાદિ શી રીતે કહેવાય ? શંકા - અરે ! ‘કેવળીના સંસર્ગમાં આવવા છતાં પોતાના અઘાત્યસ્વભાવના કારણે જીવો મરતા નથી’ એવું અમે કહેતા નથી કે એ માટે પુષ્પચૂલા સાધ્વીજીનું દૃષ્ટાન્ત આપતા નથી. કિન્તુ અમે એવું કહીએ છીએ કે ‘તેઓના તેવા સ્વભાવના કારણે વાસ્તવિકતા જ એવી બને છે કે કેવલી જ્યાંથી પસાર થાય ત્યાં જળાદિ અચિત્ત જ હોય, સચિત્ત નહિ, જેમ કે પુષ્પચૂલા સાધ્વીજીનો પ્રસંગ...' તેથી કોઈ અસંગતિ નથી. સમાધાનઃ આ વાત પણ બરાબર નથી, કેમ કે કોઈ શાસ્ત્રમાં એવું કહ્યું નથી કે કેવલી વિહારાદિમાં અનિયતપણે (અમુક ચોક્કસ ભાગમાંથી જ જવું એ રીતે નિયતપણે નહિ) જે નઘુત્તાર કરે છે તે વખતે તેમણે પસાર થવાના સ્થાનમાં નદીનો જે નિરંતર પ્રવાહ ચાલુ હોય છે તેમાં આવતું પાણી અચિત્ત જ હોય. (કેવલીના વિહરણક્ષેત્રમાં જળાદિ અચિત્ત જ હોય - પૂર્વપક્ષ) : પૂર્વપક્ષ ઃ એમ તો શાસ્ત્રમાં એવું પણ કહ્યું નથી કે ‘શ્રી તીર્થંકરદેવથી ભિન્ન અમુકનામવાળા કેવલી નદી ઉતર્યા.’ એટલે ‘શ્રી તીર્થંકરભિન્ન સામાન્યકેવલી નદી ઉતરે છે' એવું પણ શી રીતે માની શકાય ? અને શ્રી તીર્થંકરને તો દેવરચિત સુવર્ણકમલો ૫૨ જ ચાલવાનું હોઈ જળસ્પર્શનો જ અભાવ હોય છે તેથી કેવલી ભગવંતોથી નદી ઊતરવામાં જળજીવવિરાધના થાય છે એવું શી રીતે મનાય ? શાસ્ત્રમાં ન કહ્યું હોવા છતાં પણ ‘કેવલીઓ નદી ઉતરે છે' એવી જો સંભાવના કરીએ છીએ તો શાસ્ત્રમાં
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy