________________
કેવલીમાં દ્રવ્યહિંસા : કાયસ્પર્શજન્ય વિરાધના વિચાર
૨૦૫ परिहर्तुं च जानन् सचित्तप्रदेशैर्नदीमुत्तरति, केवलित्वहानेः । तस्मात्पुष्पचूलावृष्टिदृष्टान्तेन नद्यादौ यथास्थितमेव जलं जलवायुसूर्यकिरणादिलक्षणस्वकायपरकायशस्त्रादिना तथाविधकालादिसामग्रीयोगेन कदाचिदचित्ततया परिणमति, पुनरपि तदेव जलं सचित्तभवनहेतुकालादिसामग्रीयोगेन सचित्ततयापि परिणमति । तत्र दृष्टान्तः सम्मूर्छिममनुष्योत्पत्तिस्थानान्येव, परमेतत्परिणतिस्तथाभूता केवलिगम्या, इति केवली तथापरिणतमेव जलं निश्चित्य नदीमुत्तरतीति कल्प्यत इति વેત્ ?
सर्वमेतदभिनिवेशविजृम्भितं, स्वकर्णाश्रवणमात्रेण केवलिनो नद्युत्तारस्य निषेद्धुमशक्यत्वाद् । अन्ततोऽनन्तानां जलमध्येऽन्तकृत्केवलिनामपि श्रवणेन सर्वत्र जलाचित्तताकल्पनस्याप्रामाणिक
ન કહ્યું હોવા છતાં “તેઓ અચિત્તપ્રદેશોમાંથી જ નદી ઉતરે છે” એવું પણ કલ્પવું જોઈએ. તે એટલા માટે કે સામાન્યથી છદ્મસ્થો “આ પાણી સચિત્ત છે” “આ અચિત્ત છે' એવા વિવેકપૂર્વક વ્યવહાર કરી શકતા ન હોવાથી સચિત્તપાણીનો પરિહાર કરી શકતા ન હોવાથી તેઓની અપેક્ષાએ નદીના બધા પાણીનો સચિત્ત તરીકે વ્યવહાર કરાય છે. પણ એટલા માત્રથી એ બધું પાણી સચિત્ત જ હોય એવું માની શકાતું નથી. કેમ કે તો પછી “પૃથ્વીકાય વગેરે બે પ્રકારે હોય છે સ્વકાયશસ્ત્રાદિથી પરિણત અને અપરિણત...' ઇત્યાદિ શાસ્ત્રીય પ્રરૂપણાનું શું થાય? માટે નદી વગેરેમાં અચિત્તપાણી પણ હોય છે. કેવલી “આ ભાગ સચિત્ત છે” આ ભાગ અચિત્ત છે' એવો વ્યવહાર કરવાનું અને સચિત્તભાગનો પરિહાર કરવાનું જાણતા હોવાથી સચિત્તપ્રદેશોથી નદી ઉતરતા નથી, કેમકે તેમાં “કેવલી યથાવાદી તથાકર્તા હોય' ઇત્યાદિરૂપ પોતાનું કેવલિત્વસ્વરૂપ હણાઈ જાય. તેથી પુષ્પચૂલાના વૃષ્ટિગમન દૃષ્ટાન્તથી જણાય છે કે જેમ એ વૃષ્ટિનું પાણી સ્વાયશસ્ત્રાદિથી પરિણત થયેલ હતું તેમ નદી વગેરેમાં રહેલ પાણી સહજ રીતે જ જળ-વાયુ-સૂર્યકિરણ વગેરે રૂપ સ્વકા યશસ્ત્ર-પરકાયશસ્ત્ર વગેરેથી તથાવિધ કાલાદિની સામગ્રીના યોગમાં ક્યારેક અચિત્ત તરીકે પણ પરિણમે છે. અને વળી પાછું એ જ ક્યારેક સચિત્ત બનવાના હેતુભૂત કાલાદિ સામગ્રીનો યોગ થવાથી સચિત્ત તરીકે પરિણમે છે. જેમ કે સંમૂચ્છિમ મનુષ્યના ઉત્પત્તિસ્થાનો. વળી આ સચિત્તતા-અચિત્તતાની પરિણતિ કેવલીગમ્ય (કેવલી જાણી શકે એવી) હોય છે. તેથી કેવલી પાણીને તે રીતે અચિત્ત તરીકે પરિણત જાણીને જ તે ભાગમાંથી જ નદી ઉતરે છે' એવી અમે કલ્પના કરીએ છીએ.
(જળસ્થ અનંતા અંતકૃત કેવલી વખતે સર્વત્ર અચિત્ત જળ અસંભવિત) ઉત્તરપક્ષઃ સયોગીકેવલીને દ્રવ્યહિંસા હોય નહિ આવો જે અભિનિવેશ પકડાયો છે તેનો જ આ બધો ખેલ છે, કેમ કે “અમુક નામના કેવલી નદી ઉતર્યા એવું પોતાના કાને સાંભળવા ન મળ્યું હોવા માત્રથી કેવલીના નઘુત્તારનો નિષેધ કરી શકાતો નથી. વળી સિદ્ધશિલા પર લવણાદિ સમુદ્રની બરાબર