SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ - ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૭૪ त्वात् । किञ्च 'सर्वत्र स्वोत्तरणादिकाले जलमचित्ततया परिणतं तदाश्रितपनकत्रसादिजीवाश्चापक्रान्ताः' इति किं तव कर्णे केवलिनोक्तम् ? येनेत्थं कल्पयसि । पुष्पचूलादृष्टान्तेन तथा कल्पयामीति चेत् ? तत्किं दृष्टान्तमात्रेण साध्यं साधयन्नपूर्वनैयायिकत्वमात्मनः प्रकटीकर्त्तुमुद्यतोS I केवलियो गानामघातकत्वाऽन्यथानुपपत्त्यैव तथा कल्पयामीति चेत् ? तर्हि जलाचित्तताकल्पने तव का व्यसनिता? सचित्तमेव जलं केवलियोगमपेक्ष्याऽघात्यस्वभावं त्वया किं न कल्प्यते ? न खलु तव श्रुतपरंपराऽङ्कुशरहितस्यादृष्टार्थकल्पने बाधकमस्ति । न चेदेवं तदा सचित्तवायुस्पर्शेऽपि तव केवलियोगानामघातकत्वसमर्थनं कथं स्याद् ? इति । अथ वायुरपि सचित्ताचित्ततया प्रवचने ૨૦૬ ઉપરના ભાગમાં પણ અનંતા સિદ્ધો રહ્યા છે એ જણાવે છે કે પાણીની વચમાં પણ અનંતા અંતકૃત્કવલીઓ . થઈ ગયા છે. ‘અનંતકાળમાં તે તે અનંતા કેવલીઓ સમુદ્રાદિના સર્વત્ર તે તે ભાગોમાં જ્યારે જ્યારે હતા ત્યારે ત્યારે ત્યાં ત્યાંનું પાણી અચિત્ત જ હતું' એવી કલ્પના અપ્રામાણિક છે. વળી ‘જ્યારે પોતે નદી ઉતરી હતી ત્યારે ત્યાંનું પાણી અચિત્ત તરીકે પરિણમ્યું હતું અને તેમાં રહેલ પનક-ત્રસ વગેરે જીવો અન્યત્ર ચાલ્યા ગયા હતા' એવું શું કોઈ કેવલી આવીને તમારા કાનમાં કહી ગયા છે ? (કારણ કે શાસ્ત્રમાંથી કે ગુરુપરંપરાથી તો એવું કાંઈ જાણવા મળતું નથી) કે જેથી આવી કલ્પના કરો છો ? પૂર્વપક્ષ : પુષ્પચૂલાસાધ્વીજીના દૃષ્ટાન્તમાં અચિત્ત જળ કહ્યું છે તેના પરથી અમે આવી કલ્પના કરીએ છીએ. ઉત્તરપક્ષ : તે શું દૃષ્ટાન્તમાત્રથી હેતુ-વ્યાપ્તિ વગર જ સાધ્યની સિદ્ધિ કરતા તમે તમારી જાતને કોઈ નવા જ નૈયાયિક તરીકે જાહેર કરવા તૈયાર થયા છો ? પૂર્વપક્ષઃ માત્ર ધ્રુષ્ટાન્તથી નહિ, પણ કેવલીયોગોનું અધાતકપણું અન્યથા (તે પાણીને અચિત્ત માન્યા સિવાય) અસંગત રહેતું હોવાથી અમે તેવી કલ્પના કરીએ છીએ. ઉત્તરપક્ષ ઃ કેવલીયોગોનું તમે કલ્પેલું અઘાતકપણું જાળવી રાખવા માટે પણ તમારે જળને અચિત્ત કલ્પવાની કુટેવ રાખવાની જરૂર નથી, કેમ કે એ જળ ચિત્ત હોવા છતાં અને કેવલીની કાયાથી સંઘટ્ટનાદિ પામવા છતાં ‘એનાથી મરવું નહિ’ એવા અઘાત્યસ્વભાવવાળું છે એવું પણ તમે કલ્પી શકો છો. શંકા : પણ એવી કલ્પના શાસ્ત્રોનો કોઈ આધાર ન મળવારૂપે બાધિત છે જ્યારે પાણીને અચિત્ત માનવાની કલ્પનામાં શ્રુતોક્ત પુષ્પચૂલાસાધ્વીજીના પ્રસંગનો દૃષ્ટાન્ત તરીકે આધાર મળે છે. માટે એ કલ્પના કરીએ છીએ. સમાધાન ઃ ઓ હો હો ! શ્રુતપંરપરાના અંકુશ વગરના તમને એવા અદૃષ્ટ અર્થની કલ્પનામાં વળી કોણ બાધક બનવાનું ? અર્થાત્ શ્રુતપરંપરા જેની ના પાડે છે એવી પણ ડગલે ને પગલે કલ્પનાઓ ક૨ના૨ તમારે વળી આ બાબતમાં શ્રુતપરંપરા સામે જોવાની શી જરૂર છે ? આમે ય તમે તેના અંકુશમાં તો છો જ નિહ. માટે અમે કહી એવી કલ્પના જો તમે નહિ કરો તો, અચિત્તજળ જ તેઓને
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy