________________
કેવલીમાં દ્રવ્યહિંસા : આચારાંગવૃત્તિઅધિકાર
-
नन्वयं ग्रन्थः प्रासङ्गिक एव । तथाहि - अयोगिकेवलिनि मशकादिघातस्तावन्मशकादिकर्तृक एव, तथा च कर्मबन्धोऽप्यध्यवसायानुगतो मशकादीनामेव भवति, एककर्तृकयोरेव कर्मबन्धोपादानकारणयोः परस्परं कार्यकारणभावसंबन्धाद्, न पुनर्भिन्नकर्तृकयोरपि, सांसारिकजीवकर्तृकैः
૧૮૫
હોઈ સયોગીકેવલીનો વૃત્તિકારે કરેલ નિર્દેશ અયોગ્ય નથી. અને તેથી જ, તેઓની ઉપશાન્તમોહી વગેરેની સાથે સમુચ્ચયથી (ભેગી) જે વાત કરી છે તેના પરથી જણાય છે કે સયોગીકેવલી અને ક્ષીણમોહી એ બન્ને પ્રકારના જીવો જીવવિરાધનાના કા૨ક વગેરે બનવાની બાબતમાં ઉપશાન્તમોહીને તુલ્ય જ હોય છે. માટે ઉપશાન્તમોહીની જેમ તેઓને પણ દ્રવ્યહિંસા હોવી આ ગ્રન્થાધિકારથી સિદ્ધ થાય છે. માદા
(આચારાંગનો આ ગ્રન્થાધિકાર પ્રાસંગિક છે ઃ પૂર્વપક્ષ)
:
પૂર્વપક્ષ : આચારાંગ સૂત્ર અને તેની વૃત્તિના આ અધિકાર પરથી કેવલીમાં દ્રવ્યહિંસાની સિદ્ધિ તમે આ રીતે કરો છો કે “આ અધિકારમાં પ્રમત્તસંયત વગેરેના સાક્ષાત્ કાયસ્પર્શથી જીવોને પરિતાપ વગેરેરૂપ જે વિરાધના થાય છે તેને પહેલાં જણાવીને પછી આ બાબતમાં થતાં કર્મબંધમાં જે વિચિત્રતા છે તે જણાવી છે. અને એ વિચિત્રતાના અધિકારમાં ઉપશાન્તમોહી, ક્ષીણમોહી અને સયોગીકેવલી એ ત્રણેયને સમાન સામયિક બંધ કહ્યો છે. એટલે કે ઉપશાન્તમોહીને દ્રવ્યહિંસાથી જેમ સામયિકબંધ થાય છે તેમ ક્ષીણમોહી અને સયોગીકેવલીને પણ દ્રવ્યહિંસાથી સામયિક બંધ થાય છે એવું આમાં સ્પષ્ટ જણાય છે તેથી ક્ષીણમોહી અને સયોગીકેવલીને દ્રવ્યહિંસા હોય છે એ પણ સિદ્ધ થઈ જ જાય છે.” પણ, તમે આ રીતે આ અધિકાર પરથી દ્રવ્યહિંસાની જે સિદ્ધિ કરો છો એ યોગ્ય નથી. કેમ કે આ અધિકારમાં કર્મબંધની જે વાત છે, તે એ અધિકારના પ્રારંભમાં સાક્ષાત્ કાયસ્પર્શથી થતી વિરાધનાની જે વાત કરી છે એના જ અંગેની વિશેષ પ્રરૂપણા રૂપ નથી, કિન્તુ ‘કર્મબંધ અને ઉપાદાન કારણ વચ્ચેના અનાદિસિદ્ધ કાર્યકારણભાવની વ્યવસ્થાની સિદ્ધિ માટે વૃત્તિકારે કરેલી પ્રાસંગિક પ્રરૂપણા રૂપ છે એટલે ‘સાક્ષાત્ કાયસ્પર્શથી થયેલ જીવઘાતથી જે કર્મબંધ થાય છે તેની વિચિત્રતાની જ અહીં વાત છે' એવું કહી શકાતું ન હોવાથી એવું પણ કહી શકાતું નથી કે આ ‘અધિકારમાં કેવલીનો પણ જે નિર્દેશ છે તેનાથી જ જણાય છે કે કેવલીના કાયસ્પર્શથી પણ જીવઘાત (દ્રવ્યહિસા) થાય છે’...
(એ અધિકાર કર્મબંધ અંગેના કાર્યકારણભાવની વ્યવસ્થાની સિદ્ધિ માટે - પૂર્વપક્ષ)
આચારાંગ વૃત્તિનો આ ગ્રન્થ પ્રાસંગિક જ છે તે વાતની સિદ્ધિ આ રીતે જાણવી ઃ અયોગી કેવલીના શરીર પર થતો મશકાદિનો ઘાત મશકાદિકર્તૃક જ હોય છે. તેથીસ્તો કર્મબંધ પણ મશકાદિને જ પોતપોતાના અધ્યવસાયને અનુરૂપ થાય છે પણ અયોગીકેવલીને થતો નથી. કેમ કે એકકક એવા જ કર્મબંધ અને યોગાદિરૂપ ઉપાદાનકારણ વચ્ચે કાર્યકારણભાવ છે. અર્થાત્ જે જીવ યોગાદિને કરે છે (પ્રવર્તાવે છે) તે