________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૬૮
यः पुनरिह कर्तारं नियमान्मशकादिजीवमधिकृत्य ।
भणतीदं प्रासङ्गिकमतिप्रसङ्गः स्फुटस्तस्य ।।६८ ।। जो पुण त्ति । यः पुनरिह शैलेश्यवस्थायामवश्यंभाविन्यां जीवविराधनायां, कर्तारं नियमान्मशकादिजीवमधिकृत्येदमाचाराङ्गवृत्त्युक्तं प्रासङ्गिकं भणति तद्विराधनाकर्तृमशकादिजीवगतोपादानकर्मबन्धकार्यकारणभावप्रपञ्चप्रदर्शनमात्रप्रसङ्गप्राप्तं वदति, न तु स्वसम्बद्धजीवविराधनाफलाफलवैचित्र्यप्रदर्शनपरं, तस्य स्फुट एवातिप्रसङ्गः । एवं ह्यप्रमत्तसंयतस्यापि प्रमादनियतजीवविराधनाकर्तृत्वाभावेन जीवविराधनानिमित्तककर्मबन्यो म्रियमाणजीवगत एव पर्यवस्येद्, न त्वप्रमत्तसंयतनिष्ठ, इति कर्मबन्धानुमेयविराधनाया अप्रमत्तसंयतादिषु विचित्राया अभि
ગાથાર્થઃ ઉત્તરપક્ષઃ પૂર્વપક્ષીનું આવું જે કથન છે કે “શૈલેશી અવસ્થામાં થતી અવશ્યભાવિની જીવવિરાધના અંગેની વાત કર્તાની અપેક્ષાએ તો નિયમા મશકારિજીવ માટે જ હોવી સંભવે છે. અર્થાત્ તે વિરાધનાથી થતા કર્મબંધની વાત કરવી હોય તો એ મશકાદિને થતા કર્મબંધની જ હોવી સંગત બને, અયોગીને થતા કર્મબંધાભાવની નહિ. કેમ કે એ તો એના કર્તા ન હોવાથી વિરાધનાફળની વિચારણાનો વિષય જ બનતા નથી. તેથી, આચારાંગની વૃત્તિમાં અયોગીની પણ વાત કરી છે તેનાથી જણાય છે કે એ વિચારણા તે તે વિરાધનાથી કેટલો કેટલો કર્મબંધ થાય એ જણાવવા માટે નથી કિન્તુ આ પ્રસંગને પામીને કંઈક અન્ય પ્રરૂપણા કરવાની આ કોઈ પ્રાસંગિક વાત છે. અર્થાત્ તે વિરાધનાના કર્તા મશકાદવમાં રહેલ યોગાદિરૂપ ઉપાદાનકારણ અને કર્મબંધરૂપ કાર્ય વચ્ચેના કાર્યકારણભાવનો પ્રપંચમાત્ર દેખાડવા માટે તે પ્રાસંગિક વિચારણા કરી છે, નહિ કે સ્વસંબદ્ધ જીવવિરાધનાથી પણ અયોગી વગેરે ભિન્ન ભિન્ન જીવોમાં ફળ-ફળાભાવ વગેરેનું વૈચિત્ર્ય કેવું ઊભું થાય છે એ દેખાડવા માટે.” તે કથન પર સ્પષ્ટ અતિપ્રસંગની આપત્તિ આવી પડે છે.
(તે અધિકારને પ્રાસંગિક માનવામાં અતિપ્રસંગ : ઉત્તરપક્ષ) તે અતિપ્રસંગ આ રીતે – “અયોગીકેવલીમાં યોગનિયત (યોગ-વ્યાપાર હોય તો જ કર્તૃત્વ હોય) એવું જીવવિરાધનાનું કર્તુત્વ ન હોવાથી જીવવિરાધનાનિમિત્તક કર્મબંધ કરી રહેલા જીવને જ થાય છે એવું માનવામાં ફલિત એ થશે કે અપ્રમત્તસંયતમાં પણ પ્રમાદનિયત એવું જીવવિરાધનાનું કર્તુત્વ ન હોવાથી જીવવિરાધનાનિમિત્તક કર્મબંધ મરી રહેલા જીવને જ થશે, અપ્રમત્તસંયતને નહિ. (કારણ કે પ્રમાદયુક્ત જીવને જ શાસ્ત્રમાં હિંસક=હિંસાના કર્તા કહ્યા હોવાથી જણાય છે કે તે કર્તુત્વ પ્રમાદનિયત છે) અને તો પછી કર્મબંધરૂપ લિંગથી જેનું અનુમાન થાય છે તે વિરાધના અપ્રમત્તસંયતાદિમાં વિચિત્ર (જુદી જુદી) હોય છે એવું દેખાડવું એ સંપૂર્ણ વ્યધિકરણ જ બની જશે. અર્થાત્ કર્મબંધ જો મરી રહેલા જીવને થાય છે તો તે, તેના અધ્યવસાયાદિને જણાવી શકે, અપ્રમત્તસંયતાદિના અધ્યવસાયાદિને નહિ.