________________
૧૯૧
કેવલીમાં દ્રવ્યહિંસા આચારાંગવૃત્તિવચનાધિકાર चूर्णसक्तुचूर्णादीनां तु चिरकालस्थितिहेतुस्नेहविशेषाभावादल्पकालीनो बन्धः, कणिक्कादीनां तु स्नेहोत्कर्षादुत्कृष्टबन्धः' इत्यत्र बदरचूर्णादीनां तुल्यवदेव स्नेहविशेषाभावविशिष्टप्रकृतघृतादिसंसर्गनिमित्तकाल्पकालीनबन्धभवनक्रियाऽन्वयेनैव समुच्चयः प्रतीयते, तथा प्रकृतेऽप्युपशान्तादीनां तुल्यवदेव स्थितिनिमित्तकषायाभावविशिष्टप्रकृतजीवघातनिमित्तकसामयिकबन्धभवनक्रियाऽन्वयेनैव समुच्चयोपपत्ते(त्ति): इति 'नारकतिर्यग्नरामराः...' इति दृष्टान्तेन प्रत्येकपदार्थधर्ममादाय समुच्चयखण्डनमपाण्डित्यविजृम्भितमेव, तस्य केनाप्यनभ्युपगतत्वात् । प्रकृतधर्मविशिष्ट
સૂચિત અન્ય પદાર્થોમાં અન્વય થતો હોય તો સમુચ્ચય જળવાય છે. આનું તાત્પર્ય આ દષ્ટાન્ત પરથી જાણી શકાશે – રેતી વગેરેમાં ઘી ભેળવવા છતાં પોતાનામાં સ્નેહ ન હોવાથી રેતીનો પરસ્પર બન્ધ થતો નથી (પરસ્પર ચોંટતા નથી), બોરનું ચૂર્ણ, સખ્તચૂર્ણ વગેરેમાં લાંબો કાળ ટકી શકે એવા બંધના હેતુ ભૂત વિશેષ પ્રકારનો સ્નેહ ન હોવાથી અલ્પકાલીન બંધ થાય છે અને કણિક્કા વગેરેમાં સ્નેહ ઘણો હોવાથી લાંબો કાળ ટકી શકે એવો ઉત્કૃષ્ટ બંધ થાય છે. અહીં બદરચૂર્ણમાં, સ્નેહવિશેષના અભાવવિશિષ્ટ જે પ્રસ્તુત વૃતાદિ સંસર્ગ, મન્નિમિત્તક અલ્પકાલીન બંધ થવાની ક્રિયાનો જેવો અન્વય થાય છે તેને સમાન રીતે જ “આદિ શબ્દથી જેઓનો સમુચ્ચય કરવાનો છે તેવા સખ્તચૂર્ણ વગેરેમાં પણ તેવી અલ્પકાલીન બંધ થવાની ક્રિયાનો અન્વય થવા દ્વારા જ સમુચ્ચય ભાસે છે. જો સખ્તચૂર્ણ વગેરેમાં વૃતાદિસંસર્ગનિમિત્તક અલ્પકાલીન બંધ થવાની ક્રિયાનો તે રીતે અન્વય ન હોય, કિન્તુ તે સંસર્ગ વિના જ થયેલ તેવી ક્રિયાનો અન્વય હોય અથવા બંધાભાવરૂપ કે ઉત્કૃષ્ટબંધરૂપ ક્રિયાનો અન્વય હોય તો તો રેતી વગેરેની જેમ એનો પણ બદરચૂર્ણાદિ સાથે સમુચ્ચય થઈ શકતો નથી. આ રીતે પ્રસ્તુતમાં, ઉપશાન્તમોહ જીવમાં સ્થિતિબંધના નિમિત્તભૂત કષાયના અભાવવિશિષ્ટ જે પ્રસ્તુત જીવઘાત, તગ્નિમિત્તક સામયિકબંધ થવા રૂપ ક્રિયાનો જેવો અન્વય થાય છે તેને સમાન રીતે જ જો ક્ષીણમોહ અને સયોગી કેવલીમાં તાદશજીવઘાતનિમિત્તક સામયિકબંધ થવા રૂપ ક્રિયાનો અન્વય થતો હોય તો જ સમુચ્ચય થઈ શકે છે. તેથી સયોગી કેવલીમાં દ્રવ્યહિંસારૂપ જીવઘાત હોવો પણ તેનાથી જ જણાઈ જાય છે. માટે નારતિર્થનમ:.....' ઇત્યાદિ દૃષ્ટાન્ત લઈને, સમુચ્ચયના પ્રતિયોગીભૂત ઉપશાન્તમોહ વગેરે રૂપ એક પદાર્થના “મોહનીયસત્તા' વગેરે રૂપ ધર્મની સયોગી કેવલી વગેરેમાં આપત્તિ આપીને સમુચ્ચયનું જે ખંડન કર્યું છે તે તો અપાંડિત્યનો જ પ્રભાવ છે, કેમ કે તેવા દરેક પદાર્થોના દરેક ધર્મને લઈને સમુચ્ચય હોવાનું તો કોઈ માનતું જ નથી.
પૂર્વપક્ષ નારક વગેરેના દષ્ટાન્તથી અમે “પ્રત્યેક ધર્મને આગળ કરીને સમુચ્ચય હોવો સંભવિત નથી.” ઇત્યાદિ રૂપે સમુચ્ચયનું ખંડન કરતા નથી કિન્તુ પ્રસ્તુતજીવઘાતનિમિત્તકત્વ વિશિષ્ટ સામયિક કર્મબંધરૂપ ક્રિયાનો તુલ્ય રીતે અન્વય કરવા રૂપ જે સમુચ્ચય તમે કહી રહ્યા છો તેનું જ ‘તેમાં સામયિક