________________
ધર્મપરીક્ષા ભાગ-૨ ગાથા-૬૮ नैकान्तिकं' इति सम्प्रदायादविरुद्धम् । तथा च 'सजोगिस्स कम्मबंधो दो समया' इत्यत्र 'तत्र' इत्यस्यावश्यमनुषङ्गात् 'तत्र = कायस्पर्शं प्राप्य सत्त्वोपद्रवे, सयोगिकेवलिनो द्वौ समयौ कर्मबन्धः ' इति स्फुटार्थप्रतीतावुपशान्तक्षीणमोहयोरपि तत्समानजातीयत्वेन तत्र द्वावेव समयौ कर्मबन्धः स्फुटः, इति वृत्तावुपशान्तादीनां समुच्चयेन भणनं न जीवघातमधिकृत्य इति यदुच्यते तद्बहुश्रुतत्वयशः क्षतिकरमेव, समुच्चयप्रतियोगिनां पदार्थानां तुल्यवत्प्रकृतधर्मविशिष्टक्रियाऽन्वयित्वेनैव समुच्चयनिर्वाहाद् । एवं च यथा 'सिकतादौ घृतादिसंसर्गेऽपि स्नेहाभावान्न बन्धः, बदर
૧૯૦
–
-
શકે ? કેમ કે એક તો જીવવિરાધના કર્મબંધ કરાવવાના સ્વભાવવાળી છે. તેમજ મશકાદિની વિરાધના રહિત પણ અયોગીકેવલીઓને કર્મબંધનો અભાવ હોઈ કર્મબંધાભાવ પ્રત્યે તે અનૈકાન્તિક પણ છે. સમાધાન : પોતે જે અધિકરણમાં થઈ રહી છે તે કેવલી વગેરે રૂપ અધિકરણમાં રહેલ યોગાદિ ઉપાદાનકારણને અનુસરીને કર્મબંધાભાવ - સામાયિકકર્મબંધ વગેરે રૂપ વિચિત્રતાના નિમિત્તકારણ તરીકે તેને કહી છે. વળી ‘નિમિત્તકારણ અનૈકાન્તિક હોય છે' (જેમ કે દાન એ પુણ્યબંધનું નિમિત્તકારણ છે, તેમ છતાં કોઈને દાન કર્યા વિના પણ શુભભાવથી જ પુણ્યબંધ થઈ જાય છે. જેમ કે જીરણશેઠને) એવો સંપ્રદાય હોવાના કારણે તેને એ રીતે નિમિત્ત કહેવામાં કોઈ વિરોધ પણ નથી. માટે અહીં કર્મબંધાભાવ-સામયિક કર્મબંધ વગેરે પ્રરૂપણા વિરાધનારૂપ નિમિત્તને આશ્રીને હોઈ સોશિલ્સ મ્મબંધો તો સમયા' એવું જે કહ્યું છે ત્યાં પણ નિમિત્ત સપ્તમીને જણાવનાર તત્ર પદનો અવશ્ય અન્વય કરવો પડે છે. અને તેથી ‘તત્ર=કાયસ્પર્શને પામીને થયેલ જીવઘાતમાં (જીવઘાતનિમિત્તે) સયોગીકેવલીને બે સમયનો કર્મબંધ થાય છે' એવો સ્પષ્ટ અર્થ પ્રતીત થયે ‘સ્થિતિબંધના નિમિત્તભૂત કષાયોદયની બાબતમાં (તેના અભાવવાળા હોવા રૂપે) સયોગીકેવલીને સમાનજાતીય એવા ઉપશાન્તમોહી-ક્ષીણમોહી જીવોને પણ બે સમયનો જ કર્મબંધ હોય છે' એ પણ સ્પષ્ટ રીતે જણાય જ છે.
(સમુચ્ચયના અનિર્વાહની આપત્તિ)
ચૂર્ણિ પરથી પણ આ રીતે જીવઘાતરૂપ નિમિત્તની અપેક્ષાએ ત્રણેને કર્મબંધ સમાન હોય છે એવું સ્પષ્ટ જણાતું હોવા છતાં, ‘વૃત્તિમાં ઉપશાન્તમોહી વગેરેનું સમુચ્ચયથી જે કથન કર્યું છે તે તેઓમાં જીવઘાતની હાજરીરૂપ સામ્ય પણ જણાવવાની બુદ્ધિથી કર્યું નથી...' ઇત્યાદિ પૂર્વપક્ષી જે કહે છે તે તેની બહુશ્રુત તરીકેની જે ખ્યાતિ-યશ છે તેને ધક્કો લગાડનાર જ છે, કેમ કે સમુચ્ચયના પ્રતિયોગી (ઘટકભૂત) પદાર્થોમાં પ્રસ્તુત ધર્મવિશિષ્ટ ક્રિયાનો અન્વય સમાન રીતે કરવામાં આવે તો જ સમુચ્ચયનો નિર્વાહ થાય છે. અર્થાત્ જ્યાં દ્વન્દ્વસમાસ, ‘ચ’કાર, ‘આદિ’ વગેરે દ્વારા સમુચ્ચય જણાવવાનું તાત્પર્ય હોય ત્યાં જેઓનો સમુચ્ચય હોય તે બધામાંથી સાક્ષાદ્ ઉક્ત એક પદાર્થમાં જે પ્રસ્તુતધર્મવિશિષ્ટ ક્રિયાનો જે રીતે અન્વય થતો હોય તેની સમાન રીતે જ તે ક્રિયાનો ઉક્ત અન્યપદાર્થોમાં કે ‘આદિ’ વગેરેથી