________________
કેવલીમાં દ્રવ્યહિંસા : કાયસ્પર્શજન્ય વિરાધના વિચાર <0
૧૯૩
जीवरक्षा शुभयोगाद्यदि तवेष्टा सयोगिकेवलिनः । हंदि तदा तदभावेऽयोगिनो भवेद्धीनत्वम् ।। ६९ ।।
जिअरक्खति । जीवरक्षा = जीवघाताभावरूपा, यदि तव मते सयोगिकेवलिन इष्टा, केवलियोगानामेव जीवरक्षाहेतुत्वात्, हन्दीत्याक्षेपे, तदा तदभावे = योगाभावेन जीवरक्षाऽभावेऽयोगिकेवलिनो हीनत्वं = सयोगिकेवल्यपेक्षयाऽपकृष्टत्वं भवेद् । अयं भावः - जीवघाताभावरूपा जीवरक्षा किं त्वया गुणरूपाऽभ्युपगम्यते, दोषरूपा, उभयरूपा अनुभयरूपा वा ? आद्ये तद्गुणवैकल्येनायोगिकेवलिनो हीनत्वं दुर्निवारमेव । द्वितीये तु स्वाभ्युपगमस्य हानिर्लोकशास्त्रविरोधश्च । तृतीयश्च पक्षो विहितक्रियापरिणतयोगरूपां जीवरक्षामधिकृत्य विहितक्रियात्वेन गुणत्वं योगत्वेन च दोषत्वमभिप्रेत्य सम्भवदुक्तिकोऽपि स्वाभाविकजीवघाताभावरूपां जीवरक्षामधिकृत्यासंभवदुक्तिक एव, न हि स गुणो दोषश्चेत्युभयरूपतामास्कन्दतीति । चतुर्थे तु तदभावेऽप्योगिकेवलिन इव सयोगि
ગાથાર્થ : કેવલીના યોગો જ (જ્ઞાનાદિ નહિ) જીવરક્ષાના જ હેતુભૂત હોઈ સયોગીકેવલીઓને જીવઘાતના અભાવરૂપ જીવરક્ષા હોય છે એવું જો તમારા મતે સંમત છે તો અયોગી કેવલી સયોગી કેવલી કરતાં હીન (ઉતરતા) બની જવાની આપત્તિ આવશે, કેમ કે તેઓને યોગોનો અભાવ હોવાથી જીવરક્ષા પણ હોતી નથી.
(‘સયોગીના યોગ જીવરક્ષાના હેતુ છે, માટે' એવા ઉત્તરમાં આપત્તિ)
કહેવાનો આશય આ છે – સયોગીકેવલીને જીવઘાતના અભાવ રૂપ જે જીવરક્ષા જ હોવી તમે કહો છો તેને તમે કેવી માનો છો ? ગુણરૂપ ? દોષરૂપ ? ઉભયરૂપ ? કે અનુભયરૂપ ? ગુણરૂપ માનવામાં, અયોગીકેવલીમાં તે ગુણનો અભાવ હોઈ સયોગીકેવલી કરતાં હીનતા હોવી દુર્નિવાર જ બની જશે. દોષરૂપ માનવામાં તમારી પોતાની માન્યતા હણાઈ જશે. કારણ કે ‘સયોગીકેવલીમાં (તમે જેને દોષરૂપ માનેલ હોય તેવો પણ) દોષ સંભવે નહિ’ એવી તમારી માન્યતાને પુષ્ટ કરવા તો ‘તમે દોષરૂપ માનેલી એવી દ્રવ્યહિંસા તેઓમાં હોતી નથી’ એવું સિદ્ધ કરવાનો તમારો પ્રયાસ છે. અને એ કરવા જતાં, તમે જેને દોષ રૂપ માની એ જીવરક્ષા માનવાની આપત્તિ આવી પડી. તેથી સયોગી કેવલીઓ નિર્દોષ હોય એવી માન્યતા તો હણાઈ જ ગઈ. વળી જીવરક્ષાને દોષરૂપ માનવી એ લોકવિરુદ્ધ અને શાસ્ત્રવિરુદ્ધ પણ છે. ઉભયરૂપ ત્રીજો પક્ષ પણ યોગ્ય ઠરતો નથી, કેમ કે જીવરક્ષાને વિહિતક્રિયા તરીકે પરિણમેલા યોગરૂપ લઈને એમાં વિહિતક્રિયા તરીકે ગુણત્વનો અભિપ્રાય રાખીને અને યોગ તરીકે લઈને દોષત્વનો અભિપ્રાય રાખીને ઉભયરૂપત્વ કહેવું એ સંભવિત હોવા છતાં સ્વાભાવિક જીવઘાતાભાવરૂપ જીવરક્ષા માટે તો તે કહેવું સંભવતું જ નથી, કેમ કે તે અભાવ ગુણ અને દોષ ઉભયરૂપતાને પામી શકતો નથી.