________________
૧૯૪
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૬૯
केवलिनोऽपि न बाधक इति किं तत्रावश्यम्भाविजीवविराधनानिरासव्यसनितया ?
अथ जीवघाताभावमात्ररूपा जीवरक्षा न गुणः, किन्तु योगजन्यजीवघाताभावरूपा, साच मशकादिकर्तृकमशकादिजीवघातकालेऽयोगिकेवलिनोऽपि विशिष्टाभावसत्त्वान्नानुपपन्नेति न तस्य तद्गुणवैकल्यम् । न वा सयोगिकेवलिनोऽपि योगात्कदाचिदपि जीवघातापत्तिः, तादृशजीवरक्षारूपातिशयस्य चारित्रमोहनीयक्षयसमुत्थस्य ज्ञानावरणीयक्षयसमुत्थकेवलज्ञानस्येव सर्वकेवलिसाधारणत्वात्, संयतानां यज्जीवविषयकाभोगस्तज्जीवरक्षाया नियतत्वाच्च । अत एव सामान्यसाधूनामप्यनाभोगजन्यायामेव विराधनायां परिणामशुद्ध्या फलतोऽवधकत्वमुपदर्शितम् । तथा चोक्तं हितोपदेशमालायां -
તેને અનુભય રૂપ માનવાનો ચોથો વિકલ્પ સ્વીકારવામાં આવે તો અયોગીકેવલીની જેમ સયોગીકેવલીને પણ તેવી જીવરક્ષાનો અભાવ (જીવઘાતાભાવાભાવ=જીવઘાત) હોવામાં પણ કોઈ બાધક નથી. અર્થાત્ જીવરક્ષા જો સયોગી કેવલીને ગુણ કે દોષ ઉભયરૂપ નથી, તો તેના અભાવરૂપ જીવઘાત પણ દોષ કે ગુણ ઉભયરૂપ ન બનવાથી, સયોગીકેવલીને દ્રવ્યહિંસા માનવામાં ‘તેઓને તદ્રુપદોષયુક્ત’ માનવાની આપત્તિ રૂપ જે બાધક આવતો હતો, તે આવશે નહિ. અને તો પછી ‘અવથંભાવી જીવવિરાધના રૂપ દ્રવ્યહિંસા તેઓને હોતી જ નથી' એવું સિદ્ધ કરવાના વ્યસનથી સર્યું. અર્થાત્ હવે તમારે તમારી આગમવિરુદ્ધ બોલવાની એ કુટેવ છોડી દેવી જોઈએ.
(ચારિત્રમોહક્ષયથી જીવરક્ષાનો અતિશય પેદા થાય - પૂર્વપક્ષ)
પૂર્વપક્ષ ઃ જીવઘાતાભાવમાત્રરૂપ જીવરક્ષા એ ગુણ નથી, પણ યોગજન્યજીવઘાતના અભાવરૂપ જીવરક્ષા એ ગુણ છે. આવો ગુણ મશકાદિકર્તૃક મશકાદિજીવઘાતકાલે પણ અયોગી કેવલીમાં પણ અસંગત નથી, કેમ કે જીવઘાત હોવા છતાં તે સ્વયોગજન્ય ન હોવાથી વિશિષ્ટજીવઘાતનો અભાવ તેનામાં જળવાઈ રહે છે. તેથી તેનામાં સયોગીકેવલીની અપેક્ષાએ તે અભાવાત્મક જીવરક્ષા રૂપ જે ગુણ તેના અભાવરૂપ ન્યૂનતા હોવાની આપત્તિ આવતી નથી. એમ સયોગી કેવલીના પણ યોગથી ક્યારેય પણ જીવઘાત થવાની આપત્તિ આવતી નથી, કેમ કે (૧) જ્ઞાનાવરણીયના ક્ષયથી ઉત્પન્ન થયેલ કેવલજ્ઞાનરૂપ અતિશય જેમ દરેક કેવલીઓમાં સમાન હોય છે તેમ ચારિત્રમોહનીય કર્મના ક્ષયથી દરેક કેવલીઓમાં તેવી જીવરક્ષા થવારૂપ એક સરખો અતિશય ઉત્પન્ન થયો હોય છે. તેમજ (૨) ‘સાધુ માત્રને જે જીવનો આભોગ હોય તે જીવની રક્ષા તેઓ અવશ્ય કરે જ' (કારણ કે નહીંતર તો તે જીવની હિંસાની વિરતિ ન ટકવાથી સર્વવિરતિનો અભાવ થઈ જાય) એવો નિયમ હોવાથી સર્વજીવોના આભોગવાળા કેવલીને સર્વજીવોની રક્ષા જ હોવી સિદ્ધ થાય છે. માટે જ સામાન્યસાધુઓને પણ અનાભોગજન્ય વિરાધના અંગે જ, પરિણામશુદ્ધિ જળવાઈ રહેતી હોવાથી ફળતઃ અવધકત્વ કહ્યું છે.