________________
૧૮૩
કેવલીમાં દ્રવ્યહિંસાઃ આચારાંગવૃત્તિઅધિકાર
कारकसंबंधेन तस्य निमित्तस्येयं तु मर्यादा ।
कर्ता पुनः प्रमत्तो नियमात्प्राणातिपातस्य ।।६७।। कारगसंबंधेणं ति । कारकस्याधिकरणादिरूपस्यायोगिकेवल्यादेः पश्चानुपूर्व्या प्रमत्तसंयतान्तस्य, संबंधेन, तस्य साक्षात्कायस्पर्शप्रत्ययारंभस्य, निमित्तस्य इयमाचाराङ्गवृत्तिकृदुक्ता मर्यादा'अयोगिकेवल्यादिकारकसंबन्धमात्रेणैव साक्षादारंभस्य बाह्यस्य निमित्तस्य प्रस्तुता फलाफलविचारणा क्रियते, न तु कर्तृकार्यभावसंबन्धेन जीवविराधनाविचारः क्रियते' इति नोक्तानुपपत्तिरित्यर्थः । कर्ता पुनः प्राणातिपातस्य नियमात् प्रमत्त एव, शास्त्रीयव्यवहारेण प्रमादवत एव प्राणातिपातकत्वव्यवस्थितेः, ततो यदि कर्तृकार्यभावसंबन्धेनैवात्र जीवविराधनाविचारः प्रस्तुतस्तदा पराभ्युपगमरीत्या केवलिन इवाप्रमत्तसंयतस्यापि निर्देशोऽप्रामाणिक इति सर्वमेव वृत्तिकृदुक्तं विशीयेत । यदि चोपचारेणाप्रमत्तयतेरपि कथञ्चित्कर्तृत्वमिष्यते तदोपरिष्टादप्युपचारेणैतत्कल्पनं
ગાથાર્થ પાછલા ક્રમે અયોગીકેવલીથી માંડીને પ્રમત્તસંયત સુધીના જીવો કે જેઓ હિંસાદિના અધિકરણ વગેરે રૂપ કારક બને છે તેઓના સંબંધથી (સંબંધને આગળ કરીને) સાક્ષાત્ કાયસ્પર્શનિમિત્તે થયેલ તે આરંભના નિમિત્તની આચારાંગના વૃત્તિકારે કહેલી આ મર્યાદા છે. પ્રાણાતિપાતનો કર્તા તો નિયમા પ્રમત્ત જ હોય છે, અપ્રમત્ત વગેરે નહિ.
(નિર્દેશ કર્તુત્વને નહિ, કારકત્વને આગળ કરીને છે - ઉત્તરપક્ષ) તે મર્યાદા આવી છે – અહીં અયોગીકેવલી વગેરે રૂપ કારકના સંબંધ માત્રની અપેક્ષાએ, સાક્ષાઆરંભના બાહ્યનિમિત્તને મળતા ફળ-અફળની પ્રસ્તુત વિચારણા કરાય છે, નહિ કે કર્તૃકાર્યસંબંધથી જીવવિરાધનાની વિચારણા... અર્થાત્ કાયસ્પર્શથી જીવવિરાધના રૂપ કાર્યના જે જે કોઈ કર્તા સંભવતા હોય તેઓને કર્મબંધ થાય કે ન થાય? થાય તો કેટલો થાય? ઈત્યાદિ વિચારણા અહીં પ્રસ્તુત નથી, કિન્તુ તે જીવવિરાધનાના અધિકરણાદિરૂપ કારક જે અયોગી કેવલી વગેરે સંભવતા હોય તેઓને થતા કર્મના અબંધ, કેટલો બંધ વગેરેની વિચારણા પ્રસ્તુત છે. તેથી કેવલીઓ જીવવિરાધનાના કર્તા હોવા સંભવતા ન હોઈ તેઓનો નિર્દેશ કરવો અસંગત છે.” એવી આપત્તિ રહેતી નથી. બાકી શાસ્ત્રીય વ્યવહાર મુજબ પ્રમાદયુક્ત જીવ જ હિંસક કહેવાતો હોઈ હિંસાનો કર્તા તો અવશ્ય પ્રમત્ત જ હોય છે. તેથી પૂર્વપક્ષીની માન્યતા મુજબ કર્તુ-કાર્યભાવસંબંધને આગળ કરીને જ જો આ વિચારણા હોય તો કેવલીની જેમ અપ્રમત્તસંયત પણ હિંસાનો કર્તા ન બનતો હોઈ તેનો પણ નિર્દેશ અપ્રામાણિક બની જવાથી વૃત્તિકારે કરેલી બધી પ્રરૂપણા જ ઊડી જાય.
શંકાઃ અપ્રમત્તયતિ વગેરે પણ હિંસાના કર્તા હોતા નથી તેમ છતાં તેઓમાં કાયવ્યાપારાદિરૂપ