________________
કેવલીમાં દ્રવ્યહિંસા : આચારાંગવૃત્તિઅધિકાર
૧૮૧ एवं सत्यपि परस्येयं शङ्कोन्मीलति यदुत-'अत्र कर्मबन्धं प्रति विचित्रता, तथाहि-शैलेश्यवस्थायां कायसंस्पर्शेन मशकादीनां प्राणत्यागेऽपि पञ्चविधोपादानकारणाभावान्नास्ति बन्थः' इत्यत्र कर्तुः सम्यग्विचारे मशकादीनां प्राणत्यागस्य कर्ता किमयोगिकेवली उतान्यः कश्चिद्? नाद्यः, अयोगित्वकर्तृत्वयोविरोधेनायोगिकेवलिनः कर्तृत्वाभावात्, न हि कायादिव्यापारमन्तरेण कर्ता भवितुमर्हति, 'क्रियाहेतुः स्वतन्त्रः कर्ता' इति वचनात् । यदि चायोगिकेवलिनः शरीरस्य संपर्कादपि जायमानो जीवघातस्तनिमित्तकत्वेन तत्कर्तृको भण्यते, तर्हि अपसिद्धान्तः स्यात्, पुरुषप्रयत्नमन्तरेणापि प्राणत्यागलक्षणस्य कार्यस्य जायमानत्वेन पञ्चसमवायवादित्वहानेः, निमित्तत्वमात्रेण च कर्तृत्वव्यपदेशोऽपि न भवति, साध्वादिनिमित्तकोपसर्गस्य दानादेश्च साध्वादिकर्तृक
(કેવલીમાં વિરાધનાકર્તુત્વ અસંભવિત હોઈ નિર્દેશ અયોગ્યઃ પૂર્વપક્ષ) આમ વૃત્તિકારે દેખાડેલી વ્યવસ્થામાં કોઈ સંદેહ રહેતો ન હોવા છતાં પૂર્વપક્ષીને શંકા પડ્યા કરે છે કે – આચારાંગવૃત્તિના આ અધિકારમાં કર્મબંધ પ્રત્યે વિચિત્રતા દેખાડેલી છે. જેમ કે શૈલેશી અવસ્થામાં કાયસ્પર્શથી મશકાદિ મરતા હોવા છતાં કર્મબંધના મિથ્યાત્વાદિરૂપ પંચવિધ ઉપાદાનકારણનો અભાવ હોવાથી કર્મબંધ થતો નથી, ઈત્યાદિ.” આમાં બરાબર વિચાર કરીએ તો પ્રશ્ન ઉઠે છે કે “મશકાદિ મરે છે. તેઓની હિંસાનો કર્તા કોણ? અયોગી કેવલી કે બીજો કોઈ?” અયોગી કેવલીને તેનો કર્તા માની શકાતો નથી, કારણ કે અયોગિત્વ અને કર્તુત્વને વિરોધ હોઈ અયોગી કેવલીમાં કર્તૃત્વ હોતું નથી તે વિરોધ એટલા માટે છે કે “ક્રિયાનો જે સ્વતંત્ર હેતુ હોય તે કર્તાએ વચન પરથી જણાય છે કે “કાયાદિના વ્યાપાર (યોગ) સિવાય જીવ ક્રિયાનો હેતુ બની શકતો ન હોવાથી એનામાં કર્તુત્વ આવી શકતું નથી.” વળી એવું જો કહેશો કે “જીવના કાયવ્યાપાર વગેરેથી થયેલો જીવઘાત જેમ તજજીવનિમિત્તક કહેવાય છે તેમ જીવના શરીરના સંપર્કથી થયેલો જીવઘાત પણ તજીવનિમિત્તક કહેવાય છે. એટલે અયોગી કેવલીના શરીરના સંપર્કથી થયેલો જીવઘાત પણ અયોગીકેવલીનિમિત્તક હોઈ અયોગીકેવલીકર્તક જ છે.” (આવું જ કહેશો, તો અપસિદ્ધાન્ત થશે. તે આ રીતે-જેને કર્તા માન્યા છે તે અયોગી કેવલી તો કોઈ વ્યાપાર કરતાં નથી. શરીર સાથે અથડાવવાનો જેનો વ્યાપાર છે તે મશકાદિને તો કર્તા માન્યા ન હોઈ તેનો તે વ્યાપાર અહીં પુરુષાર્થ તરીકે ગણી શકાતો નથી. એટલે કે આ જીવઘાતરૂપ કાર્યમાં કોઈનો પુરુષાર્થ નિમિત્ત બનતો નથી. તેથી પુરુષપ્રયત્ન વિના જ પ્રાણત્યાગરૂપ કાર્ય થયેલું માનવું પડવાથી, કોઈ પણ કાર્ય નિયતિ, પુરુષાર્થ વગેરે પાંચ કારણ જન્ય હોય છે.” એવો પંચ સમવાયવાદિત્વનો જે સિદ્ધાન્ત છે તે હણાઈ જાય છે. વળી શરીરસંપર્ક વગેરેના કારણે જીવમાં કાર્યનું નિમિત્તત્વ હોવા માત્રથી તે જીવનો કર્તા તરીકે તો ઉલ્લેખ પણ થતો નથી, કેમ કે સ્વતંત્ર હેતુત્વ હોય તો તે ઉલ્લેખ થાય છે.) બાકી એ રીતે ઉલ્લેખ થઈ જતો હોય તો તો સાધુને જે ઉપસર્ગ થાય છે અને આહારાદિનું જે દાન થાય