SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૬૭ ग्रन्थकाराभिप्रायानुरोधादेव निराबाधम्, इति यदुच्यते परेण-'सयोगिकेवली कदाचिज्जीवविराधकः संभवति, भवस्थकेवलित्वाद्, अयोगिकेवलिवद्' इत्यत्र कदाचिज्जीवविराधकत्वं साध्यमयोगिकेवलिनि दृष्टान्ते नास्ति, तस्याऽकर्तृत्वात् । किञ्च-अयोगिकेवलिदृष्टान्तदातुरयोगित्वकर्तृत्वयोर्विरोधापरिज्ञानमपि स्फुटमेव - इत्यादि, तत्सर्वं ग्रन्थाभिप्रायापरिज्ञानविजृम्भितमिति मन्तव्यं, न ह्येवमधिकृताचाराङ्गवृत्तिग्रन्थः कथमप्युपपादितो भवतीति ।।६७॥ યોગ હાજર હોવાથી અને તે હિંસા તેઓના યોગના અન્વયવ્યતિરેકને અનુસરતી હોવાથી તેઓને ઉપચારથી હિંસાના કર્તા કહી વૃત્તિકારે તેઓનો નિર્દેશ કર્યો છે. આવું જો માનીએ તો એ પ્રરૂપણા ઊડી જવાની આપત્તિ આવતી નથી. (અથવા ઉપચરિતકર્તૃત્વને આગળ કરીને છે - ઉત્તરપક્ષ) સમાધાનઃ તો પછી આ રીતે તો સયોગીકેવલીમાં પણ યોગોની હાજરીના કારણે ઉપચારથી કથંચિત્ કર્તુત્વ હોવાની કલ્પના ગ્રન્થકારના તેવા અભિપ્રાય મુજબ નિરાબાધ જ હોઈ તેઓનો નિર્દેશ પણ અસંગત રહેશે નહિ. માટે અહીં કારકસંબંધને આગળ કરીને કર્મબંધ-અબંધની વિચારણાનો અભિપ્રાય છે તે, અથવા જો કર્તૃકાર્યભાવસંબંધને આગળ કરીને વિચારણા હોય તો અપ્રમત્તાદિનો ઉપચરિતકર્તુત્વાદિની અપેક્ષાએ નિર્દેશ છે તેવો અભિપ્રાય છે તે, સ્વીકારવું જોઈએ. તેથી જ વૃત્તિકારનો આવો અભિપ્રાય હોવાથી જ) પૂર્વપક્ષીએ નીચેની જે શંકા કરી છે તેના પરથી જણાય છે કે પૂર્વપક્ષી આ અભિપ્રાયથી અજાણ છે એનો જ એ ખેલ છે. તે શંકા - અયોગીકેવલીના શરીરસંસ્પર્શથી થતી જીવવિરાધનાને આગળ કરીને ઉત્તરપક્ષી જો આવો અનુમાનપ્રયોગ કરે કે “સયોગીકેવલી ક્યારેક જીવવિરાધક બનવો સંભવે છે, કેમ કે ભવસ્થકેવલી છે, જેમ કે અયોગીકેવલી તો તેમાં, અયોગીકેવલી કર્તા ન હોઈ “ક્યારેક જીવવિરાધકપણા' રૂપ સાધ્ય અયોગીકેવલીરૂપ દષ્ટાન્તમાં નથી. અર્થાત્ આપેલ દષ્ટાન્ત સાધ્યવિકલ હોઈ અનુમાનપ્રયોગ ખોટો ઠરે. વળી આ રીતે અયોગીકેવલીનું દૃષ્ટાન્ત આપનાર અયોગિત્વ અને કર્તુત્વ વિરોધી છે એ બાબતનો અજાણ છે એ વાત પણ સ્પષ્ટ જણાય છે. પૂર્વપક્ષીની આવી શંકા ગ્રન્થના હમણાં જ કહી ગયા તેવા અભિપ્રાયનું પૂર્વપક્ષીનું જે અપરિજ્ઞાન છે તેનો જ ખેલ એટલા માટે છે કે ઉપર દેખાડી ગયા તેવો અભિપ્રાય હોવાથી અમારે આવા અનુમાન પ્રયોગની જરૂર જ નથી. અમે તો એવો અનુમાનપ્રયોગ ફલિત કરીએ છીએ કે, “સયોગી કેવલી ક્યારેક જીવવિરાધના અધિકરણાદિરૂપ કારક બનવા સંભવે છે, કેમ કે ભવસ્થકેવલી છે, જેમ કે અયોગી કેવલી.” બાકી પારમાર્થિક (અનુપચરિત) કર્તુત્વ-કાર્યત્વને આગળ કરીને પ્રસ્તુત વિચારણા હોવાની માન્યતાનું તમારું જે અભિમાન છે તે તો તદ્દન ખોટું જ છે, કેમકે એ પ્રમાણે તો અધિકૃત આચારાંગવૃત્તિપ્રન્થ કોઈ રીતે સંગત બનતો નથી. માટે પ્રસ્તુત ગ્રન્થ કારકસંબંધની અપેક્ષાએ કે ઉપચરિત કર્તુત્વાદિસંબંધની અપેક્ષાએ
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy