________________
૧૭૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૬૬ यतनाव्यापाराश्च यादृशाश्छद्मस्थसंयतानामयतनाभयाऽविनाभाविनस्तादृशा एवायतनाभयाभावेऽपि भगवतः संभवन्त्येव साधुसमानधर्मतयैव तस्याकल्पिकपरिहारादियतनावदभिक्रमणादियतनाया अप्युपपत्तेः, इति न किञ्चिदेतत् । यत्तु-अवश्यंभावित्वं प्रायोऽसंभविसंभविकार्यत्वं, यदेव हि प्रायोऽसंभवि सत्कदाचित्संभवति तदेवावश्यंभावीति व्यवहियते, अन्यथा सर्वमपि कार्यमवश्यंभावित्वेन वक्तव्यं स्यात्, पञ्चसमवायवादिभिर्जनैः सर्वस्यापि कार्यस्य नियतिजन्यतामधिकृत्यावश्यम्भावित्वेनेष्टत्वात्, कालादिषु पञ्चसु कारणेषु नियतेरपि परिगणनाद्, अत एव 'जमालि
વિશેષ રીતે સંભવતી નથી, (તેથી તે અંગેની જયણા પણ સંભવતી નથી) તેમ છતાં તે બધાથી જીવને જે ફળ પ્રાપ્ત થતું હોય છે તે ફળ ભગવાનને પણ મળેલું હોવાથી તે તપ વગેરે પણ હોય છે એમ માનવું.' વળી (૨) અભિક્રમણાદિ અંગેની અજયણાના ભયને અવિનાભાવી એવી પણ જેવી જયણાપ્રવૃત્તિ છદ્મસ્થસંયતોને હોય છે તેવી જ જયણાપ્રવૃત્તિનો, અજયણાનો ભય ન હોવા છતાં કેવલી ભગવાનને સંભવ હોય જ છે, કેમ કે જેમ કેવલી ભગવાનને અકલ્પિકના પરિહારાદિ અંગેની જયણા સાધુસમાનધર્મતાના કારણે છિદ્મસ્થ સાધુને જેવો સંયમધર્મ છે તેવો સંયમધર્મ હોવાના કારણે) હોય છે તેમ અભિક્રમણાદિ અંગેની જયણા હોવી પણ સંભવે છે. માટે “ઉક્તક્રિયાઓ ન હોવાના કારણે કેવલીઓને આ વિચારણામાંથી બાકાત રાખ્યા છે એવું પણ કહેવું એ તુચ્છ છે. માટે જ “કેવલીઓને તેમાંથી બાકાત રાખ્યા છે તેવું કહીને તેઓને અવશ્યભાવી જીવવિરાધના વગેરે રૂપ દ્રવ્યહિંસા હોતી નથી.” એવું ઉક્ત સૂત્ર પરથી સિદ્ધ કરી શકાતું નથી.
(અવશ્યભાવિત્વ અંગે પૂર્વપક્ષવિચારણા) પૂર્વપક્ષ અવશ્યભાવિત્વ એટલે પ્રાયઃ અસંભવિસંભવિકાર્યત્વ. અર્થાત્ પ્રાયઃ= બહુલતાએ, જે પ્રાયઃ અસંભવિત હોય અને તેમ છતાં કદાચિત (ક્યારેક) તે સંભવી જતું હોય તો તેવા કાર્યનો જ અવયંભાવી તરીકે વ્યવહાર થાય છે. આશય એ છે કે જે કાર્ય પ્રાયઃ સંભવિસંભવિ હોય અથવા સર્વથા અસંભવિત હોય તેનો અવશ્યભાવી તરીકે વ્યવહાર થતો નથી. આમાં પ્રાયઃ સંભવિસંભવિ એટલે એવું કાર્ય કે જે બહુલતાએ થતું જ હોય અને થાય. જેમકે ભોજન, પુરુષતીર્થકર વગેરે. જે અચ્છેરા વગેરે રૂપે પણ ક્યારે ય સંભવતું ન હોય તે સર્વથા અસંભવિત કાર્ય છે. જેમકે નપુંસક તીર્થકર વગેરે. આ બન્નેથી જુદા પ્રકારના જે પ્રાયઃ અસંભવિસંભવિ કાર્ય હોય છે તેનો જ અવયંભાવી તરીકે ઉલ્લેખ થાય છે. જો આવો નિયમ માનવામાં ન આવે તો દરેક કાર્યને અવયંભાવી જ કહેવા પડે. કેમકે “કાલ, સ્વભાવ, નિયતિ (ભવિતવ્યતા), પૂર્વકૃત (કર્મ) અને પુરુષાર્થ એ પાંચના સમૂહથી કાર્ય થાય છે એવું માનનારા જૈનોને દરેક કાર્ય, તેમાં રહેલી નિયતિજન્યતાની અપેક્ષાએ અવયંભાવી છે એવું માનવું એ ઈષ્ટ છે. તે પણ એટલા માટે કે જે કાર્યના જેટલા કારણો હોય તે દરેક કારણથી તે કાર્ય જન્ય હોય છે, નિયતિ