________________
૧૭૪
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૬૬
-
अत्र गुर्वादेशविधायिनमभिक्रमणादिव्यापारवन्तमप्रमत्तसंयतमवश्यम्भाविजीवविराधनाभागिनमनूद्य कर्मबन्धाबन्धविशेषविधानं वृत्तौ पूरितं, अनाकुट्टिकयाऽऽकुट्टिकया च जीवविराधनाकारिणं प्रमत्तसंयतमनूद्येहलोकवेदनवेद्यापतितस्य विवेकयोग्यस्य च कर्मबन्धस्य विधानं साक्षादेव सूत्रेऽभिहितं, तत्र-केवली ‘उद्देसो पासगस्स णत्थि 'त्ति वचनाद् गुर्वादेशविधायित्वाभावात् संभावितभाविजीवघातभयाविनाभाविनियताभिक्रमणादिक्रियाऽभावाच्च नानूद्य इति तद्बहिर्भावेनैवावश्यम्भाविजीवविराधनानिमित्तकबन्धाबन्धविचारः - इति परोऽभिमन्यते तन्महामृषावादविलसितं साक्षादेव केवलिनमनूद्य वृत्तौ तत्समर्थनस्य ब्रह्मणापि पराकर्त्तुमशक्यत्वात् । तत्रानूद्यताऽवच्छेदकधर्मे विरोधो
અહીં ગુરુના આદેશ મુજબ વર્તનાર અભિક્રમણાદિ વ્યાપારયુક્ત અપ્રમત્તસંયતને અવશ્યભાવી જીવવિરાધનાના સ્વામી તરીકે કહીને કર્મના બંધ-અબંધ અંગેની વિશેષતાનું વિધાન વૃત્તિમાં ઉમેરેલું છે. અનાકુટ્ટિ અને આકુષ્ટિથી જીવવિરાધના કરનાર પ્રમત્તસંયતનો નિર્દેશ કરીને ઇહલોકવેદનવેદ્યાપતિત કર્મબંધ અને વિવેકયોગ્ય કર્મબંધનું વિધાન તો સાક્ષાત્ સૂત્રમાં જ કહ્યું છે. આચારાંગના આ અધિકાર અંગે પૂર્વપક્ષી આવું કહે છે :
(એ અધિકારમાં કેવળી અનૂધ નથી - પૂર્વપક્ષ)
પૂર્વપક્ષ ઃ આ બધામાં કેવલીને તો બાકાત રાખીને અન્ય જીવો અંગે જ અવશ્યભાવી જીવવિરાધના નિમિત્તક બન્ધ – અબન્ધનો વિચાર છે. કેમ કે (૧) ‘ઉદ્દેશો પાતળH સ્થિ’ એ વચન મુજબ કેવલીમાં ગુરુના આદેશને અનુસરવાપણાંનો અભાવ હોય છે. જ્યારે આ અધિકારમાં તો ગુરુના આદેશને અનુસરનારની વાત છે, વળી (૨) ‘રખેને મારાથી જીવઘાત થઈ જાય' એવો ભાવી જીવઘાતની સંભાવનાનો ભય હોય તો એ જીવઘાતથી બચવા માટે જયણાપૂર્વક અભિક્રમણ વગેરે ક૨વામાં આવે છે. કેવળીઓને તો ક્ષપકશ્રેણીમાં ભયમોહનીય કર્મ જ ક્ષીણ થઈ ગયું હોવાથી ભય જ હોતો નથી, તો જયણાયુક્ત અભિક્રમણ વગેરે પણ ક્યાંથી હોય ? (એમ આ અભિક્રમણાદિ ક્રિયાઓ છદ્મસ્થતાની લિંગભૂત છે. તેથી પણ એ કેવળીઓને હોતી નથી.) આ (૧) અને (૨) કારણોથી જણાય છે કે આ અધિકારમાં કેવલીનો નિર્દેશ કરવાનો નથી. એના સિવાયના જીવો અંગે વિચારણા કરવાની છે.
(વૃત્તિમાં કેવલીના કરેલ નિર્દેશનો અપલાપ અશક્ય - ઉત્તરપક્ષ)
ઉત્તરપક્ષ : આવું બધું કહેવું એ મોટા જૂઠનો જ વિલાસ છે. કેમ કે વૃત્તિમાં કેવલીનો સાક્ષાત્ શબ્દથી નિર્દેશ કરીને જે સમર્થન કર્યું છે તેને બ્રહ્મા પણ ઉથલાવી શકવા માટે સમર્થ નથી. વળી, પૂર્વપક્ષીએ કેવલીને જે અનૂઘ માન્યા નથી (જેને ઉદ્દેશીને વિધાન કરવાનું હોય તે અનૂઘ કહેવાય.)
૨. દેશઃ પશ્યસ્થ નાસ્તિ !