________________
કેવલીમાં દ્રવ્યહિંસા : આરંભાદિનો અધિકાર
૧૬૫
पोग्गलपणोल्लणा त्ति । अनयाऽऽरंभशक्त्या हेतुभूतया, क्रियया एजनादिलक्षणया, पुद्गलप्रणोदनायां=जीवघनलोकान्तः स्थापरापरपुद्गलप्रेरणायां तथाविधसहकारिसंपर्कसमुद्भूतायां सत्यां, य आरंभो भवति, स नियमान्मुनीनां शास्यिकज्ञातेनाऽदुष्टो भणितः । अयं भावः - स्थूलक्रियया पुद्गलप्रेरणायामारंभस्तावत्साधूनामप्यवर्जनीयो भवति । अत एवाहारकसमुद्घातनिःसृष्टपुद्गलैरपि शरीरसंबद्धैस्तदसंबद्धैर्वा प्राणादिघाते त्रिक्रियत्वादिकमुक्तम् । तथा च समुद्घातपदे प्रज्ञापनासूत्रं (३४२)- ‘र्तं णं भंते! पोग्गला णिच्छूढा समाणा जाई तत्थ पाणाई भूआई जीवाई सत्ताइं अभिहणंति जाव उवद्दवंति, तेहिंतो णं भंते जीवे कइकिरिए ? गोयमा ! सिय तिकिरिए सिय चउकिरिए सिय पंचकिरिए । ते णं भंते! जीवा ताओ जीवाओ कइकिरिआ ? गोयमा ! एवं चेव, से णं भंते! जीवे ते य जीवा अण्णेसिं जीवाणं परंपराघाएणं कइकिरिया ? गोयमा ! तिकिरियावि चउकिरियावि पंचकिरियावित्ति ।'
(એ શક્તિના કારણે એજનાદિથી થયેલ આરંભ સાધુઓને નિર્દોષ)
ગાથાર્થ : આ આરંભજનનશક્તિના કારણે એજનાદિ ક્રિયાથી, જીવઘન એવા લોકમાં રહેલા એક-બીજા પુદ્ગલોની, અમુક ચોક્કસ પ્રકારના સહકારીના સંપર્કથી ઉદ્ભવેલ પ્રેરણા થયે છતે જે આરંભ થાય છે તે મુનિઓને માટે શાસ્પિકદૃષ્ટાન્ત મુજબ અવશ્ય અદુષ્ટ કહ્યો છે.
અહીં આ તાત્પર્ય છે – સ્થૂલક્રિયાથી થયેલ પુદ્ગલપ્રેરણામાં થતો આરંભ સાધુઓને પણ અવર્જનીય હોય છે. તેથી જ આહા૨ક સમુદ્ઘાતમાં છોડેલા શરીરસંબદ્ધ કે અસંબદ્ધ પુદ્ગલોથી પણ પ્રાણાદિઘાત થયે છતે ત્રિક્રિયત્પાદિ કહ્યા છે. સમુદ્લાતપદમાં પન્નવણાનું સૂત્ર આવું જણાવે છે - હે ભદત્ત ! છોડાયેલા તે પુદ્ગલો ત્યાં જે સ્પર્શાયેલા પ્રાણી ભૂત-જીવ-સત્ત્વોને હણે છે.... યાવત્ ઉપદ્રવ કરે છે. હે ભગવન્ ! સમુદ્દાતમાં રહેલ તે જીવ તે પુદ્ગલોના કારણે તે પ્રાણી વગેરેના વિષયમાં કેટલી ક્રિયાવાળો બને છે ? ગૌતમ ! ત્રણ ક્રિયાવાળો બને, ક્યાં તો ચાર ક્રિયાવાળો બને યા તો પાંચ ક્રિયાવાળો બને છે. તેમ હે ભગવન્ ! હણાઈ રહેલા તે પ્રાણી વગેરે જીવો સમુદ્દાતમાં રહેલા તે જીવની બાબતમાં કેટલી ક્રિયાવાળા બને છે ? ગૌતમ ! ઉપર પ્રમાણે જ ત્રણ, ચાર કે પાંચ ક્રિયાવાળા બને છે. હે ભગવન્ ! સમુદ્દાતગત તે જીવથી હણાઈ રહેલા તે પ્રાણી વગેરેથી બીજા જે જીવો હણાતા હોય તેઓ વગેરેની અપેક્ષાએ તે સમુદ્દાતગત જીવ અને ઉક્ત પ્રાણી વગેરે કેટલી ક્રિયાવાળા હોય છે ? ગૌતમ ! ત્રણ ક્રિયાવાળા હોય, ચાર ક્રિયાવાળા હોય કે પાંચ ક્રિયાવાળા પણ હોય.” આમ આરંભ અવર્જનીય હોવા
१. ते भदन्त ! पुद्गला निक्षिप्ताः सन्तः यांस्तत्र प्राणान् भूतान् जीवान् सत्त्वान् अभिघ्नन्ति, यावदुपद्रवन्ति स भदन्त ! जीवः कतिયિ: ? ગૌતમ ! સ્વાત્ નિયિ: સ્વાત્ વતુષ્ક્રિય: ચાત્ પશ્ચયિ: । તે ૨ મન્ત નીવા તે તિક્રિયાઃ ? ગૌતમ ! વમેવ । स च भदन्त ! जीवः ते च जीवा अन्येषां जीवानां परंपराघातेन कतिक्रिया: ? गौतम ! स्यात् त्रिक्रिया अपि चतुष्क्रिया अपि पञ्चक्रिया वेति ॥