________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૬૨, ૬૩ विगमे आरंभादिजननशक्तिविलये पुनर्योगनिरोधोऽप्रतिबद्धोऽस्खलितसामग्रीकः, चरमयोगक्षणस्यैव योगनिरोधजनकत्वाद् । इदं च सूक्ष्मर्जुसूत्रनयमतमित्यविरुद्धमिति मन्तव्यम् ।।६२।।
नन्वेवमनेन सूत्रेण केवलिन आरंभजननशक्त्यन्वितयोगवत्त्वं भवद्भिरभ्युपगतं तच्चास्माकमपि संमतमेव, आरंभस्वरूपयोग्यतायाः केवलियोगेष्वस्माभिरप्यभ्युपगमात् । न चातः केवलिन्यारंभसंभवोऽपि, मोहनीयाभावेन तन्निरूपितफलोपहितयोग्यतायास्तत्रास्वीकाराद् - इति पराशङ्कायामाह
૧૬૪
<0
-
पोग्गलपणोल्लणाए जो आरंभो इमीइ किरियाए ।
णियमा मुणीण भणिओ सस्सिअनाएण सोऽदुट्ठो ।।६३।। पुद्गलप्रणोदनायां य आरंभोऽनया क्रियया ।
नियमान्मुनीनां भणितः शास्यिकज्ञातेन सोऽदुष्टः । । ६३।।
‘તવિત....' ઇત્યાદિ ઉત્તરાર્ધથી કહી છે. આરંભાદિજનનશક્તિનો નાશ થયે છતે યોગનિરોધ અસ્ખલિત સામગ્રીવાળો બને છે, કેમ કે ચરમયોગક્ષણ જ યોગનિરોધજનક છે જે એ વખતે હાજર થઈ ગઈ હોય
છે.
શંકા ઃ ચ૨મયોગક્ષણ એટલે ૧૩માં ગુણઠાણાના ચરમ સમયનો યોગ. તમે એને યોગનિરોધજનક કહો છો જ્યારે શાસ્ત્રકારો તો ૧૩માં ગુણઠાણાના ચરમ અંતમુહૂર્નભાવી સૂક્ષ્મકાયયોગ વગેરે કે જે યોગો બાદ૨કાયયોગ વગેરેને રુંધે છે તે બધા સમયભાવી યોગોને યોગનિરોધજનક કહે છે. એટલે એમાં શું વિરોધ નથી ?
સમાધાનઃ ના, આ અમે જે ચરમયોગક્ષણને યોગનિરોધની જનક કહીએ છીએ તે સૂક્ષ્મઋજુસૂત્રનયમતે કહીએ છીએ. માટે કોઈ વિરોધ નથી એ જાણવું. II૬૨॥
શંકા : આ સૂત્રથી તમે ‘કૈવલીઓ આરંભજનનશક્તિયુક્ત યોગવાળા હોય છે’ એવું સ્વીકાર્યું (સાક્ષાર્ આરંભજનક યોગવાળા હોય છે એવું નહિ) અને એ તો અમને પણ સંમત જ છે, કેમ કે આરંભજનન શક્તિ એટલે આરંભની સ્વરૂપયોગ્યતા, જેને કેવલીના યોગોમાં અમે પણ માનેલી જ છે. પણ એટલા માત્રથી કેવલીઓમાં સાક્ષાત્ જીવઘાતરૂપ આરંભની સંભાવના પણ સિદ્ધ થઈ જતી નથી કે જેથી દ્રવ્યહિંસાની સિદ્ધિ થાય, કેમકે તે યોગોમાં સ્વરૂપયોગ્યતા હોવા છતાં, મોહનીય કર્મરૂપ સહકારી કારણનો અભાવ થયો હોવાના કારણે ફળોપહિતયોગ્યતા હોવી અમે માનતા નથી. આવી શંકાના સમાધાન માટે ગ્રન્થકાર કહે છે -