________________
धर्मपरीक्षा भाग - २ / गाथा - ६४
सो त्ति । स=पुद्गलप्रेरणाद्वारक आरंभः, केवलिनोऽपि भवेद्, यद् = यस्मादेतस्य = केवलिनश्चलोपकरणत्वं सहकारिवशाद् = गमनक्रियापरिणामादिसहकारिवशात्, प्रायः स्थूलया क्रियया नियतं वर्त्तते । अयं भावः - चलोपकरणत्वं तावद्भगवतोऽप्यस्त्येव, तथा च भगवतीसूत्रं -
૧૬૮
'कैवली णं भंते! अस्सि समयंसि जेसु आगासपएसेसु हत्थं वा पायं वा बाहुं वा उरुं वा ओगाहित्ता णं चिट्ठ पणं केवल से अकालंसि तेसु चेव आगासपएसेसु हत्थं वा जाव ओगाहित्ता णं चिट्ठित्तए ? गोयमा ! णो इट्ठे समट्ठे । से केणट्टेणं भंते! एवं वुच्चइ जाव केवली णं अस्सिं समयंसि जेसु आगासपएसेसु जाव चिट्ठइ णो णं
भूकेवली सेयकालंसि वि तेसु चेव आगासपएसेसु हत्थं वा जाव चिट्ठत्तए ? गोयमा ! केवलिस्स णं वीरियसजोगसद्दव्वयाए चलाई उवगरणाई भवंति चलोवगरणट्टयाए अ णं केवली अस्सिं समयंसि जेसु आगासपएसेसु हत्थं वा जाव चिट्ठइ णो णं पभू केवली सेयकालंसि वि तेसु चेव चिट्ठित्तए, से तेणट्टेणं जाव वुच्चइ केवली अस्सि समयंसि जाव चिट्ठित्तए ।।'
ગાથાર્થ : તે પુદ્ગલપ્રેરણા દ્વારા થતો આરંભ કેવલીઓને પણ સંભવે છે, કેમ કે આ કેવલીની ચલોપકરણતા ગમનક્રિયાના પરિણામ વગેરે રૂપ સહકારીવશાત્ પ્રાયઃ સ્થૂલક્રિયાને નિયત હોય છે. અર્થાત્ એની સાથે પ્રાયઃ સ્થૂલક્રિયા પણ અવશ્ય થાય જ છે.
કહેવાનો ભાવ આ છે – “ચલોપકરણતા તો કેવલી ભગવાનમાં પણ હોય જ છે. ભગવતીસૂત્ર (५-४-२००)मां ऽधुं छे ‘हे भगवन् ! देवली मा समयमां के खाश प्रदेशोभां हाथ, पग, जाडु उ ઉરુ ને અવગાહીને રહ્યા હોય તે જ આકાશપ્રદેશોમાં હાથ વગેરને અવગાહીને ભવિષ્યકાળમાં રહેવા માટે સમર્થ હોય છે ? ગૌતમ ! આવું બનવું શક્ય નથી. હે ભગવન્ ! ભવિષ્યમાં પણ તે જ આકાશપ્રદેશોમાં રહેવા માટે તેઓ સમર્થ નથી એવું શા માટે કહો છો ? ગૌતમ ! કેવલીનું જીવદ્રવ્ય વીર્યાન્તરાયકર્મના ક્ષયથી થયેલ વીર્યશક્તિની પ્રધાનતાવાળા માનસાદિવ્યાપારરૂપ યોગયુક્ત હોવાના કારણે અંગોરૂપ ઉપકરણો ચલ=અસ્થિર હોય છે. આવી ચલોપકરણતાના (અંગો ચલ હોવા રૂપ બાબતના) કારણે ‘ભવિષ્યમાં પણ તે જ આકાશપ્રદેશોમાં રહેવા સમર્થ નથી' ઇત્યાદિ કહેવાય છે. વીર્ય હોવા છતાં યોગ વિના જીવદ્રવ્યનું ચલન હોતું નથી. માટે અહીં સદ્રવ્યનું સયોગ એવું વિશેષણ જોડ્યું છે. વળી જીવદ્રવ્ય હંમેશા સત્તાયુક્ત હોય છે તેનું અવધારણ કરવા ‘સત્’ એવું વિશેષણ લગાડ્યું છે. અથવા ‘સત્’ના
१. केवली भदन्त ! अस्मिन् समये येष्वाकाशप्रदेशेषु हस्तं वा पादं वा बाहुं वा उरुं वाऽवगाह्य तिष्ठति, प्रभुः केवली एष्यत्काले तेष्वेवाकाशप्रदेशेषु हस्तं वा यावदवगाह्य स्थातुम् ? गौ० नायमर्थः समर्थः । स केनार्थेन भदन्त ! एवमुच्यते 'यावत्केवली अस्मिन् समये येष्वाकाशप्रदेशेषु यावत्तिष्ठति न प्रभुः केवली एष्यत्कालेऽपि तेष्वेवाकाशप्रदेशेषु हस्तं वा यावत्स्थातुम् ? गौतम ! केवलिनो वीर्यसयोगसद्द्रव्यतया चलानि उपकरणानि भवन्ति, चलोपकरणार्थतया च केवली अस्मिन् समये येष्वाकाशप्रदेशेषु हस्तं वा यावत्तिष्ठति, न प्रभुः केवली एष्यत्कालेऽपि तेष्वेव स्थातुं, स तेनार्थेन यावदुच्यतेऽस्मिन् समये यावत्स्थातुम् ।