________________
૧૬૭
કેવલીમાં દ્રવ્યહિંસાઃ આરંભાદિનો અધિકાર रंभस्य भगवति सत्त्वे न बाधकमित्यारंभशक्तिरेवारंभाक्षेपिका, अन्यथा तु चरमयोग इव प्राक्तनयोगेष्वप्यारंभशक्तिकल्पने प्रमाणाभावः, निश्चयेन कार्यं कुर्वत एव कारणत्वाभ्युपगमाद् । न च शक्तिविशेषं विना योगत्वेनैव केवलियोगस्यारंभस्वरूपयोग्यत्वाभ्युपगमो यौक्तिकः, चरमयोगस्यापि तत्त्वापत्तेः । न चेष्टापत्तिः, आरंभस्वरूपयोग्ययोगत्वेनान्तक्रियाविरोधित्वाद्, इत्यारंभशक्तिसत्त्वे केवलिनः स्थूलक्रियारूपारंभो नानुपपन्न इति ।।६३।। एतदेवाह
सो केवलिणो वि हवे चलोवगरणत्तणं जमेयस्स । सहगारिवसा णिययं पायं थूलाइ किरियाए ।।६४।। स केवलिनोऽपि भवेद् चलोपकरणत्वं यदेतस्य । सहकारिवशानियतं प्रायः स्थूलया क्रियया ।।६४।।
કે જો એ કારણ હોય તો દૃષ્ટનો અને ઇષ્ટનો વિરોધ થાય છે. માટે સ્થૂલક્રિયારૂપ આરંભ કેવલી ભગવાનમાં હોવામાં કોઈ બાધક ન હોવાથી આરંભશક્તિને જ આરંભની આક્ષેપિકા (ખેંચી લાવનારી) માનવી જોઈએ. નહીંતર તો ચરમ યોગમાં જેમ આરંભની શક્તિ માનવામાં કોઈ પ્રમાણ નથી (અને તેથી તે મનાતી નથી) તેમ પૂર્વકાલીન યોગોમાં પણ આરંભશક્તિ હોવાની કલ્પના કરવામાં કોઈ પ્રમાણ રહેશે નહિ. તાત્પર્ય એ લાગે છે કે આરંભજનન શક્તિ ચક્ષુ વગેરેનો વિષય બનતી નથી. તેથી તેનું આરંભરૂપ કાર્યથી જ અનુમાન કરવાનું રહે છે. માટે જ (કોઈના ય) ચરમયોગથી ક્યારે ય આરંભ થતો ન હોવાથી એમાં જેમ આરંભશક્તિનું અનુમાન કરી શકાતું નથી તેમ (કોઈપણ કેવલીના) અચરમ યોગથી પણ ક્યારેય પણ જો આરંભ થતો ન હોય તો તે યોગમાં પણ આરંભશક્તિનું અનુમાન કરી શકાશે નહિ. તેમજ નિશ્ચયનય તો કાર્ય કરતી ચીજને જ કારણ તરીકે સ્વીકારતો હોઈ આરંભાત્મક કાર્ય કરતો હોય તે યોગમાં જ આરંભજનન શક્તિ માને છે. તેથી જો કેવલીનો યોગ આરંભાત્મક કાર્ય કરતો ન હોય તો તેમાં તે શક્તિ માનવાની ન હોવાથી આરંભની સ્વરૂપયોગ્યતા પણ મનાશે નહિ. તેવી શક્તિ વિના પણ માત્ર યોગત્વ ધર્મના કારણે જ તેવી સ્વરૂપ યોગ્યતા તેમાં માનવી એ તો યુક્તિસંગત નથી જ, કેમ કે તો પછી તો ચરમયોગમાં પણ તેવી સ્વરૂપયોગ્યતા માનવાની આપત્તિ આવે. “એ આપત્તિ ઇષ્ટ જ છે' એવું પણ કહી શકાતું નથી, કેમકે કોઈપણ યોગ આરંભના સ્વરૂપયોગ્ય યોગ તરીકે અંતક્રિયાનો વિરોધી હોઈ તે પણ તેવો બની જવાથી અંતક્રિયા જ ન થાય. માટે કેવલીના યોગમાં આરંભ શક્તિ હોય તો ભૂલક્રિયારૂપ આરંભ પણ હોવો જ જોઈએ. માટે તેની હાજરી માનવી એ અસંગત નથી. I૬all
આ જ વાતને ગ્રન્થકાર જણાવે છે -