________________
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૬૩
૧૬૬ <
परं प्रमत्ततादशायामारम्भप्रत्यया क्रिया निमित्तं, अप्रमत्ततादशायां तु धार्मिकक्रिया योगान्तर्भूततया शास्थिकदृष्टान्तेन हितत्वाद् योगातिरिक्तदोषविधया न दोषभाक् । तदुक्तं बृहत्कल्पभाष्ये
आहारणीहारविहीसु जोगो सव्वो अदोसाय जहा जयस्स ।
हिआय सस्संमि व सस्सियस्स भंडस्स एयं परिकम्मणं तु ।।३९३१।।
यथा यतस्य=प्रयत्नपरस्य साधोः, आहारनीहारादिविधिविषयः सर्वोऽपि योगो भवन्मतेनाप्यदोषाय भवति तथा भाण्डस्योपकरणस्य परिकर्मणमपि छेदनादिकमेवमेव यतनया क्रियमाणं निर्दोषं द्रष्टव्यम् । दृष्टान्तमाह - हियाय सस्संमि व सस्सिअस्स त्ति । शस्येन चरतीति शास्यिकः कृषीवलः, तस्य यथा तद्वि(शस्यवि)षयं परिकर्मणं निद्दिणनादिकं हिताय भवति तथेदमपि भाण्डपरिकर्मणम् । तथा चोक्तं
यद्वच्छस्यहितार्थं शस्याकीर्णेऽपि विचरतः क्षेत्रे । या भवति शस्यपीडा यत्नवतः साऽल्पदोषाय ।। तद्वज्जीवहितार्थं जीवाकीर्णेऽपि विचरतो लोके । या भवति जीवपीडा यत्नवतः साऽल्पदोषाय ।।' इति । तथा च स्थूलक्रियैवारंभरूपा संपन्ना, मोहनीयं च न तस्यां हेतुः, दृष्टेष्टविरोधाद् - इत्येवंभूता
છતાં વિશેષતા એ હોય છે કે પ્રમત્તતાદશામાં આરંભપ્રત્યયિકક્રિયા તેમાં નિમિત્ત બને છે. (અર્થાત્ તે વિશેષકર્મબંધના કારણભૂત સ્વતંત્ર દોષરૂપ બને છે.) જ્યારે અપ્રમત્તતાદશામાં તે ક્રિયા ધાર્મિકક્રિયા અંગેના યોગમાં અંતર્ભૂત હોવાના કારણે શાસ્પિકદૃષ્ટાન્ત મુજબ હિતાવહ હોઈ યોગભિન્ન સ્વતંત્રદોષ તરીકે દોષ કરનાર બનતી નથી. એટલે કે યોગનિમિત્તે કર્મબંધાદિ રૂપ જે દોષ થવાનો હોય તેના કરતાં વિશેષ કોઈ દોષ કરનારી બનતી નથી. બૃહત્કલ્પભાષ્યમાં કહ્યું છે કે
“જેમ જયણા વગેરેના પ્રયત્નમાં તત્પર સાધુનો આહારનીહારાદિની વિધિ અંગેનો બધો યોગ તમારા મતે પણ દોષ માટે બનતો નથી તેમ ઉપકરણનું જયણાપૂર્વક કરાતું છેદનાદિ રૂપ પરિકર્મ પણ નિર્દોષ જાણવું જોઈએ. તેમાં દૃષ્ટાન્ત-શસ્ય=ધાન્ય, તેનાથી જીવે તે શાસ્પિક=ખેડૂત. તે શસ્ય અંગે નિંદામણાદિ (=આજુબાજુ વધેલું ઘાસ ઉખેડવું વગેરે) જે પરિકર્મ કરે છે તે ધાન્યના હિત (વૃદ્ધિ આદિરૂપ) માટે થાય છે તેમ ઉપકરણનું આ પરિકર્મ પણ જાણવું. કહ્યું છે કે ‘ધાન્યથી લચી પડેલા ખેતરમાં ધાન્યના હિત માટે પ્રયત્નપૂર્વક ફરતા ખેડૂતથી ધાન્યને જે થોડી ઘણી પીડા થાય છે તે જેમ ખેડૂતને અલ્પદોષ માટે થાય છે તેમ જીવોના હિતને માટે, જીવોથી ભરેલા લોકમાં જયણાદિના પ્રયત્નપૂર્વક વિચરતા સાધુથી જીવોને જે પીડા થાય છે તે અલ્પદોષ માટે થાય છે.’
(સ્થૂલક્રિયા રૂપ આરંભ કેવલીમાં અબાધિત)
આમ સ્થૂલક્રિયા જ આરંભરૂપે સિદ્ધ થાય છે અને વળી મોહનીય કર્મ તેમાં કારણભૂત નથી, કેમ
१. आहारनीहारविधिषु योगः सर्वोऽदोषाय यथा यतस्य । हिताय शस्ये वा शास्यिकस्य भाण्डस्यैतत्परिकर्मणं तु ॥