________________
૮૯
કેવલીમાં દ્રવ્યહિંસા જળજીવવિરાધનાવિચાર चेत्? किमेतद्विराधनापदप्रवृत्तिनिमित्तमुत विशेषणं विराधनापदार्थस्य? आद्ये 'पदप्रवृत्तिनिमित्तं नास्ति, पदार्थश्च प्रतिपाद्यते' इत्ययमुन्मत्तप्रलापः । अन्त्ये च विशिष्टप्रतिबन्धकत्वपर्यवसाने उक्तदोषतादवस्थ्यं, इति मुग्धशिष्यप्रतारणमात्रमेतत् । न च 'यद्धर्मविशिष्टं यद्वस्तु निजस्वरूपं जहाति स धर्मस्तत्रोपाधिः' इति नियमाद् ‘वर्जनाऽभिप्रायविशिष्टा हि जीवविराधना जीवघातपरिणामजन्यत्वं संयमनाशहेतुं परित्यजति' इति भावार्थपर्यालोचनादनुपहितविराधनात्वेन प्रतिबन्धकत्वं लभ्यते, इत्युपहितायास्तस्याः प्रतिबन्धकाभावत्वं स्वरूपेणैवाक्षतं इत्यपि युक्तं, प्रकृतविराधनाव्यक्तौ जीवघातपरिणाम
(હિંસાપરિણામજન્યત્વને વિરાધનાનું સ્વરૂપ કહેવું એ મુગ્ધપ્રતારણ - ઉત્તરપક્ષ)
ઉત્તરપક્ષઃ જીવઘાતપરિણામજન્યત્વ એ “વિરાધના' પદનું પ્રવૃત્તિનિમિત્ત (એ શબ્દનો ઉચ્ચાર થવામાં બનતું નિમિત્તકારણ) છે કે હિંસારૂપ વિરાધના પદાર્થનું વિશેષણ છે? પ્રવૃત્તિનિમિત્ત માની શકાતું નથી. કારણ કે તાદશજન્યત્વશૂન્યહિંસામાં તેનું પદ પ્રવૃત્તિનિમિત્ત નથી અને છતાં ‘વિરાધના' તરીકે તેનો જ ઉલ્લેખ કરો છો તે ઉન્મત્તના પ્રલાપ જેવો બની જવાની આપત્તિ આવે. એને વિશેષણ પણ માની શકાતું નથી, કારણ કે વિશેષણવિશિષ્ટવિશેષ્ય એ પ્રતિબંધક તરીકે ફલિત થવાથી ઉપર આપેલ દોષ એમનો એમ ઊભો જ રહે છે. માટે “જીવઘાતપરિણામજન્યત્વ એ વિરાધનાનું સ્વરૂપ છે' ઇત્યાદિ વાતો કરવી એ મુગ્ધશિષ્યોને માત્ર ઠગવાની જ વાતો છે.
પૂર્વપક્ષ : “જે ધર્મવિશિષ્ટ થયેલી જે વસ્તુ પોતાના સ્વરૂપને છોડી દે છે તે ધર્મ તેમાં ઉપાધિ કહેવાય છે આ નિયમને અનુસાર વિચારતાં તેમજ “વર્જનાભિપ્રાયવિશિષ્ટ એવી જીવવિરાધના પોતાના જીવઘાતપરિણામજન્યત્વરૂપ સંયમનાશકતા સ્વરૂપને છોડી દે છે એ હકીકતને વિચારતાં જણાય છે કે વર્જનાભિપ્રાયથી અનુપહિત (વર્જનાભિપ્રાયના સાંન્નિધ્ય વગરની) વિરાધના તરીકે જ વિરાધના એ નિર્જરા પ્રતિબંધક છે. તેથી વર્જનાભિપ્રાયથી ઉપહિત વિરાધનામાં સ્વરૂપે જ પ્રતિબંધકાભાવત્વ અબાધિતપણે જળવાઈ રહે છે. અર્થાત્ જીવઘાતપરિણામથી વિશિષ્ટ હોવા રૂપે એ પ્રતિબંધક જ નથી તો તમે કહેલ આપત્તિ શી રીતે આવે ?
ઉત્તરપક્ષ પ્રસ્તુત વિરાધના “આ જીવને હણું' ઇત્યાદિ અભિપ્રાયથી થઈ ન હોવાથી તેમાં પહેલેથી જીવઘાતપરિણામજન્યત્વ જ હોતું નથી તો વર્જનાભિપ્રાયથી તે દૂર કરવું પણ અશક્ય જ રહે છે.
પૂર્વપક્ષ ઃ તમારી વાત સાચી છે. તેમ છતાં, વિરાધના વિશે સામાન્યથી જે “આ જીવઘાતપરિણામજન્ય છે એવી જીવઘાતપરિણામજન્યત્વપ્રકારક પ્રમા થતી હોય છે તે પ્રમાનો પ્રતિબંધ કરવારૂપ જે વિરાધનાના સ્વરૂપનો ત્યાગ તે તો વર્જનાભિપ્રાયથી થવો અશક્ય રહેતો નથી ને ?
ઉત્તરપક્ષ હા, એ પણ અશક્ય જ રહે છે, કારણ કે આ વિરાધના જીવઘાતપરિણામજન્ય ન હોઈ તેને વિશે તેવી પ્રમા(યથાર્થજ્ઞાન) જ મૂળમાં સંભવતી ન હોઈ તેનો પ્રતિબંધ પણ શી રીતે થાય?