________________
કેવલીમાં દ્રવ્યહિંસાઃ જળજીવવિરાધનાવિચાર
૧૧૩ केवलिना जलजीवविराधना सचित्तजलपानं चोपदिष्टं भविष्यति-इति शङ्काऽपि परास्ता, यतः 'सविशेषणे०' इत्यादिना न्यायेन तत्र जलगलनमेवोपदिष्टं, तच्च त्रसजीवरक्षार्थमिति ।
न च 'केवलिना जीवघातादिकं साक्षादनुज्ञातमिति न ब्रूमः, विहारादिकमनुजानता तदविनाभावेन जायमानमनुज्ञातमि'त्यस्यापि वचनस्यावकाशः, एवं सति गजसुकुमालश्मशानकायोत्सर्गमनुजानतः श्रीनेमिनाथस्य तदविनाभावितदीयशिरःप्रज्वालनस्याप्यनुज्ञाऽऽपत्तेः । न च 'नद्युत्तारे जलजीवविराधना यतनया कर्त्तव्या' इति जिनोपदेशो भविष्यति - इत्यपि संभावनीयं, यतनाविराध
નથી, પણ પગ વગેરેની તેવી ક્રિયા જ છે. આગમમાં પણ “W પાયં .' ઇત્યાદિ દ્વારા એનું જ સમર્થન કર્યું છે. આમ, જિનોપદેશથી જયણા અને અજયણાના જ વિધિ-નિષેધ છે વગેરે જે જણાવ્યું તેનાથી જ નીચેની શંકા દૂર થઈ જાય છે. એ શંકા આ કે – “ગળણાંથી ગાળેલું જ પાણી પીવું, નહિ ગાળેલું (અળગણ) નહિ” એવો ઉપદેશ દેતા કેવળીએ “પાણી ગાળવામાં થતી જળજીવવિરાધના અને સચિરંજળપાનનો ઉપદેશ આપ્યો કહેવાશે” – આ શંકા એટલા માટે દૂર થઈ જાય છે કે “સવિશેષ..'ઇત્યાદિ ન્યાયથી એ ઉપદેશમાં પાણીને ગાળવાનો ઉપદેશ જ ફલિત થાય છે જે ત્રસજીવોની રક્ષા માટે હોઈ જયણા રૂપ છે. તેથી જિનોપદેશ એનું વિધાન કરે એ આપત્તિરૂપ નથી. (આમાં ગલનક્રિયારૂપવિશેષણ યુક્ત પાણી પીવાની વાત છે એમાં માત્ર વિશેષ્યરૂપ પાણી અંગે તો પીવાનો ઉપદેશ બાધિત છે. તેથી એ ઉપદેશ ગલનક્રિયારૂપ વિશેષણને લાગુ પડે છે. તેમજ, અચિત્તજળને પણ ગાળી શકાય છે માટે જળવવિરાધના એ કાંઈ ગલનક્રિયાનું કારણ નથી કે જેથી એ રીતે પણ એનો ઉપદેશ હોવો ફલિત થાય.)
(જીવવિરાધના અજયણાજન્ય જ હોય - પૂર્વપક્ષ) - અપવાદાદિપદે કેવલીએ જીવઘાતાદિની સાક્ષાત્ અનુજ્ઞા આપી છે એવું અમે નથી કહેતા, પણ અમે તો એટલું જ કહીએ છીએ કે વિહારાદિની અનુજ્ઞા આપતા કેવલીએ તેમાં અવિનાભાવે (અવશ્ય રીતે) થતા જીવઘાતાદિની પણ અથપત્તિથી અનુજ્ઞા આપી છે – એવું બોલવાનો પણ પ્રસ્તુતમાં કોઈ અવકાશ નથી. કેમ કે “જેની અનુજ્ઞા આપી હોય તેમાં અવિનાભાવે થનાર દરેકની અનુજ્ઞા પણ આવી જ જાય' એવો નિયમ નથી. તે પણ એટલા માટે કે જો એવો નિયમ હોય તો “ગજસુકુમાલને સ્મશાનમાં કાઉસ્સગ્ન કરવાની અનુજ્ઞા આપતા શ્રી નેમિનાથ ભગવાને તેનું માથું બળવાની પણ અનુજ્ઞા આપી હતી.” એવું માનવાની આપત્તિ આવે, કેમકે ભગવાન પોતાના જ્ઞાનમાં કાઉસ્સગ્નમાં અવિનાભાવે માથું બળવાનું પણ જોતા જ હતા.
- નઘુત્તારમાં જીવવિરાધના કરવી એવો જિનોપદેશ ભલે ન હોય, પણ નઘુત્તારમાં જયણાથી જીવવિરાધના કરવી, એવો ઉપદેશ તો સંભવે છે ને?' - એવી પણ શંકા ન કરવી, કારણ કે જયણા અને