________________
કેવલીમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધનાવિચાર
<s
दिविषयहिंसाया अनुबन्धभावतो मोक्षप्राप्तिपर्यवसानत्वमुपदेशपदपञ्चवस्तुकादावुक्तम् ।
यत्तु 'अरिहंता भगवंतो' इत्यादि संमतिप्रदर्शनेन भगवतो विराधनाविषयकवाक्प्रयोगासंभव उपपादितस्तदत्यन्तमसमञ्जसं, संमतिवचनस्य कायव्यापारेणैव प्रवर्त्तकत्वनिवर्त्तकत्वाभावाभिधानतात्पर्यात्, वाक्प्रयोगस्याप्यप्रवर्त्तकनिवर्त्तकत्वे विधिनिषेधव्यापारवैयर्थ्याद् । यदपि 'सविशेषणे० ' इत्यादिन्यायेन यतनाऽयतनाविषयत्वमेव सर्वत्र जिनोपदेशस्योपदर्शितं तदपि विशेष्यभागस्याकिञ्चित्करत्वप्रदर्शनार्थं महावाक्यार्थपर्यवसानार्थं ऐदंपर्यार्थपर्यवसानार्थं वा ? नाद्यः नद्युत्तारजन्यस्य भिक्षाचर्याविहारादिफलस्य यतनामात्रादसिद्धेर्विशेष्यभागस्याकिञ्चित्करत्वासंभवाद् । न द्वितीयः, महावाक्यार्थस्य सर्वैरेव पदार्थेः पर्यवसानाद् । नापि तृतीयः, 'आज्ञा धर्मे सार' इति सार्वत्रिकैदंपर्यार्थस्य प्रकृतवाक्यार्थे योजनायामपि विशेष्यस्य त्यागायोगात् । किञ्चैवं 'जयं चरे' ()
૧૨૧
હોવાથી એની અનુજ્ઞા બાધિત શા માટે બને ? તેથી જ વિધિથી કરાતી જિનપૂજા વગેરે વિષયક હિંસા અનુબંધ ભાવે (ઉત્તરોત્તર૫રં૫રાએ) મોક્ષપ્રાપ્તિમાં પરિણમે છે એવું ઉપદેશપદ-પંચવસ્તુ વગેરેમાં કહ્યું છે. પૂર્વપક્ષીએ ઉપદેશમાળાની ‘અરિહંતા’ ઇત્યાદિ ગાથારૂપ સાક્ષી આપીને ‘ભગવાનને વિરાધનાવિષયક વચનપ્રયોગ સંભવતો નથી' ઇત્યાદિને જે સંગત કરી દેખાડ્યું છે તે તો અત્યંત અયોગ્ય છે, કારણ કે વચનપ્રયોગનો અસંભવ જણાવવાનું તે સાક્ષી ગાથાનું તાત્પર્ય જ નથી, કિન્તુ “હાથ પકડીને અનુષ્ઠાન કરાવવું વગેરે રૂપ કાયવ્યાપાર દ્વારા તેઓ જીવોને પ્રવર્તાવતા નથી કે નિવૃત્ત કરતા નથી’’ ઇત્યાદિ જણાવવાનું જ તાત્પર્ય છે. બાકી તેઓનો વચન પ્રયોગ પણ જો પ્રવર્તક કે નિવર્તક ન હોય તો વિધાન કે નિષેધ કરવાનો તેઓનો પ્રયત્ન જ નિષ્ફળ બની જાય, કારણ કે વિધાન કે નિષેધથી જો કોઈ પ્રવૃત્ત કે નિવૃત્ત થતું ન હોય તો એ સિવાય તો એનું બીજું ફળ જ શું હોય ?
(માત્ર જયણાનું જ વિધાન માનવામાં અસંગતિઓ)
વળી ‘વિશેષને’ ઇત્યાદિ ન્યાય લગાડીને જિનોપદેશ સર્વત્ર જયણા કે અજયણા અંગે જ હોય છે એવું જે દેખાડ્યું છે તે પણ (૧) નઘુત્તારાદિરૂપ વિશેષ્ય અંશ સાવ અકિંચિત્કર (વ્યર્થ) હોય છે એવું જણાવવા ? કે (૨) મહાવાક્યાર્થનું પર્યવસાન કરવા ? કે (૩) ઐદંપર્ય (રહસ્ય) ભૂત અર્થનું પર્યવસાન કરવા દેખાડ્યું છે ? આમાંથી પહેલો વિકલ્પ માની શકાતો નથી, કારણ કે નઘુત્તા૨જન્ય ભિક્ષાચર્યાવિહાર વગેરેરૂપ ફળ જયણામાત્રરૂપ વિશેષણથી સિદ્ધ થતું ન હોવાથી નથુત્તારાદિરૂપ વિશેષ્ય અંશ અકિંચિત્કર હોવો સંભવતો નથી. બીજો વિકલ્પ પણ યોગ્ય નથી, કેમ કે આખા લાંબા મહાવાક્યનું પર્યવસાન (ફલિતાર્થ) સર્વપદાર્થોથી જ થઈ શકે છે, માત્ર વિશેષણીભૂત પદાર્થથી નહિ. ત્રીજો વિકલ્પ પણ ઘટતો નથી, કેમ કે ‘આજ્ઞા ધર્મમાં સારભૂત છે’ એવા સાર્વત્રિક ઐદંપર્યાર્થને ‘જયણાપૂર્વક નદી ઉતરવી' ઇત્યાદિરૂપ પ્રસ્તુત વાક્યાર્થમાં લગાડવા છતાં નથુત્તારાદિરૂપ વિશેષ્યનો ત્યાગ કરી શકાતો