________________
૧૫૬
<0
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૬૧ जीवः, एवं संरंभे समारंभे च । अनन्तरोक्तवाक्यार्थद्वयानुवादेन प्रकृतयोजनामाह-'आरभमाणः संरभमाणः समारभमाणो जीवः' इत्यनेन प्रथमो वाक्यार्थोऽनूदितः, 'आरंभे वर्त्तमानः' इत्यादिना तु द्वितीयः । दुक्खावणयाए इत्यादौ ‘व'शब्दस्य प्राकृतप्रभवत्वाद् दुःखापनायां = मरणलक्षणदुःखप्रापणायां, अथवेष्टवियोगादिदुःखहेतुप्रापणायां वर्त्तते इति योगः । तथा शोकापनायां = दैन्यप्रापणायां, जूरावणयाए त्ति शोकातिरेकाच्छरीरजीर्णताप्रापणायां, तिप्पावणयाए त्ति तेपापनायां = 'तिपृ ष्टेपृ क्षरणार्थावि 'ति वचनात् शोकातिरेकादेवाश्रुलालादिक्षरणप्रापणायाम् । पिट्टावणयाए त्ति पिट्टनप्रापणायां, ततश्च परितापनायां शरीरसंतापे वर्त्तते, क्वचित्पठ्यते दुक्खावणयाए इत्यादि, तच्च व्यक्तमेव । यच्च तत्र 'किलामणयाए उद्दवणयाए इत्यधिकमभिधीयते तत्र किलामणया त्ति ग्लानिनयने, उद्दवणयाए त्ति उत्त्रसन इति ।। '
अत्र जनादिक्रियाणामारम्भादिद्वारैवान्तक्रियाविरोधित्वं प्रतीयते आरंभादीनां चैजनादिक्रियानियतत्वम् । नियमश्चायं यथासंभवं द्रष्टव्यः तेन नाप्रमत्तानामारंभवत्संरम्भसमारंभयोरप्यापत्ति
વિશેષ્યભાવને મનમાં રાખીને) આ સૂત્ર કહ્યું છે. હવે તે બેનો કથંચિદ્ ભેદ પણ છે એ દર્શાવવા વ્યધિકરણથી સૂત્ર કહે છે... ત્યાં સુધી આરંભમાં, સંરંભમાં અને સમારંભમાં પ્રવર્તે છે. (આ બંને વાક્યાર્થના અનુવાદપૂર્વક હવે આગળ કહે છે-) આરંભ, સંરંભ અને સમારંભ કરતો જીવ તેમ જ આરંભ-સંરંભ-સમારંભમાં વર્તતો જીવ ઘણા પ્રાણીઓને, ભૂતોને, જીવોને, સત્ત્વોને દુઃખાપના વગેરે ક્રિયામાં વર્તે છે. એમાં દુઃખાપના=મરણાત્મક દુઃખ પમાડવું અથવા ઇષ્ટવિયોગાદિ દુઃખનો હેતુ પમાડવો, શોકાપના=દીનતા પમાડવી, જૂરાવણા-શોકના અતિરેકથી શરીરની જીર્ણતા કરવી, તિપ્પાવણયા=શોકના અતિરેકના કા૨ણે જ આંસુ-લાળ વગેરે પડે તેવી અવસ્થા પમાડવી. પિટ્ટાવણયા= પીટવાની ક્રિયા, પરિતાપના=શરીરસંતાપ પમાડવો (ક્યાંક ટુવાવળયાદ્ એવો પાઠ પણ મળે છે, એનો અર્થ સ્પષ્ટ છે.) એમ ક્યાંક ‘તિામળવાપ્ કવળયા' એટલો પાઠ વધુ મળે છે તેમાં કિલામણયાએ=ગ્લાનિ પમાડવી, ઉદ્દવણયા=અત્યંતવાસ પમાડવો. આમ આવી ક્રિયામાં વર્તતો હોવાથી કહીએ છીએ કે જ્યાં જીવ એજનાદિ કરે છે ત્યાં સુધી અંતક્રિયા કરતો નથી.”
(કંપનાદિક્રિયા આરંભાદિ દ્વારા અંતક્રિયાવિરોધી - ફલિતાર્થ)
ભગવતીસૂત્રના આ અધિકારમાં બે વાતો જણાય છે (૧) એજનાદિ ક્રિયાઓ આરંભાદિ દ્વારા જ અંતક્રિયાની વિરોધી છે તેમજ (૨) આરંભાદિ એજનાદિક્રિયાનિયત છે અર્થાત્ એજનાદિ ક્રિયા થાય તો આરંભાદિ અવશ્ય થાય છે. પણ એ આરંભાદિ અવશ્ય થવાનો નિયમ યથાસંભવ જાણવો... અર્થાત્ જે જીવોમાં આરંભ-સંરંભાદિમાં જેટલાનો સંભવ હોય તેમાં તે નિયમા થાય છે. તેથી અપ્રમત્તાદિમાં એજનાદિની હાજરીથી આરંભની જેમ સંરંભ-સમારંભની પણ અવશ્ય હાજરી માનવાની આપત્તિ આવતી