________________
૧૬૧
કેવલીમાં દ્રવ્યહિંસાઃ આરંભાદિનો અધિકાર सूत्राभिप्रायकल्पने मतिकल्पना महाऽनर्थहेतुः - इत्याद्युक्तं तदुपहासपात्रं, वृत्तिकृदभिप्रायोल्लङ्घनेन स्वस्यैव मतिकल्पनाया महाऽनर्थहेतुत्वात्, ‘सत्तहिं ठाणेहिं' इत्यादिसूत्रस्य भिन्नविषयत्वेन प्रकृतसामान्यसूत्रावधिकविशेषसूत्र(त्व)स्य केनापि ग्रन्थकारेणानुपदर्शितत्वाच्चेति ।।६१।।
स्यादियमाशङ्का-सकलसयोगिगतेजनादिक्रियासामान्यस्य न साक्षादारंभादिनियतत्वं, भगवतीवृत्तावेव सूक्ष्मपृथिव्यादीनां साक्षादात्मारंभकत्वनिषेधाद् । एवं च भवत्यपि केवलिनः सदा साक्षादारंभानभ्युपगमेन यदा तदभावस्तदा द्वाराभावादेजनादिक्रिययाऽप्रतिबन्धात्केवलज्ञानोत्पत्त्यनन्तरमेव केवलिनोऽन्तक्रियाप्रसङ्गः । यदि चान्तक्रियायां कदाचित् क्रियामात्रस्य कदा
અભિપ્રાય કલ્પવામાં આવે તો સ્વમતિકલ્પના દોડાવવારૂપ મહા અનર્થનો હેતુ આવી પડશે.
ઉત્તરપક્ષઃ પૂર્વપક્ષીએ આવું જ કહ્યું છે તે ઉપહાસપાત્ર છે, કેમ કે (૧) વૃત્તિકારે જીવ તરીકે બધા સયોગી જીવ લેવાનો જે અભિપ્રાય દેખાડ્યો છે તેને ઉલ્લંઘીને “કેવલી સિવાયના સયોગી જીવ લેવા” એવી વ્યાખ્યા કરવી એ પોતાની જ મતિકલ્પનારૂપ હોઈ મહાઅનર્થનો હેતુ છે. વળી (૨) “વર્લ્ડ હાર્દિ.” ઇત્યાદિસૂત્ર એ ભિન્નવિષયવાળું છે, તેથી પ્રસ્તુત નીવે ..' ઇત્યાદિ સૂત્ર એ સામાન્યસૂત્ર છે. અને તે “સત્તરંવાર્દિ” ઈત્યાદિ સૂત્ર એ તે સામાન્યસૂત્ર સંબંધી વિશેષસૂત્ર રૂપ છે' એવું તો કોઈ ગ્રન્થકારે દેખાડ્યું જ નથી. (એટલે એ બે સૂત્રો સામાન્ય-વિશેષસૂત્ર રૂપ નથી.) તો “સામાન્યસૂત્રથી વિશેષસૂત્ર બાધિત થતું નથી' ઇત્યાદિ વાત જ અહીં ક્યાં પ્રસ્તુત રહી? માટે પ્રસ્તુત સૂત્રના “આરંભાદિ શબ્દથી યોગ નહિ, પણ “જીવઘાતાદિરૂપ' આરંભ જ લેવાનો છે અને તેથી સયોગી કેવલીને પણ દ્રવ્યહિંસા હોવી સિદ્ધ થાય છે. ૬૧
(એજનાદિ આરંભાદિને સાક્ષાત્ નિયત નથી શંકા) કદાચ શંકા પડે કે – ભગવતીજીના (૧૧૬) સૂત્રની વૃત્તિમાં જ “જો કે અસંયત એવા સૂક્ષ્મ એકેન્દ્રિય વગેરેને આત્મારંભકત્વ વગેરે સાક્ષાત્ હોતું નથી, તો પણ અવિરતિની અપેક્ષાએ તે જાણવું.....' ઇત્યાદિ કહીને સાક્ષાત્ આરંભકત્વનો નિષેધ કર્યો છે. તેનાથી જણાય છે કે “સકલ સયોગીઓમાં રહેલ એજનાદિ સામાન્ય ક્રિયા સાક્ષાત્ આરંભાદિને નિયત નથી. (અર્થાતુ તે ક્રિયા હોય તો સાક્ષાત્ આરંભાદિ હોય જ એવો નિયમ નથી.) માટે સયોગી કેવલીઓમાં પણ, “એજનાદિ ક્રિયા હોવા માત્રથી હંમેશા સાક્ષાત્ આરંભ હોય જ એવું માનવું આવશ્યક રહેતું નથી. તેથી એજનાદિ હોવા છતાં જ્યારે સાક્ષાત્ આરંભનો અભાવ હોય ત્યારે આરંભાત્મક દ્વારનો જ અભાવ હોવાથી એજનાદિક્રિયા અંતક્રિયાનો પ્રતિબંધ કરશે નહિ, કેમ કે એજનાદિ ક્રિયાને આરંભ દ્વારા અંતક્રિયાની પ્રતિબંધક માની છે) અને તો પછી કેવલજ્ઞાનની ઉત્પત્તિ થયા પછી તરત જ એ વખતે કેવલીને અંતક્રિયા થઈ જવાની આપત્તિ આવશે. એ આપત્તિ ન આવે એ માટે એવું જો માનશો કે “અંતક્રિયા પ્રત્યે ક્યારેક સાક્ષાત્ આરંભ અને ક્યારેક