________________
૧૫૮
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૬૧ कर्मबन्धनिरोधे वाऽन्तक्रिया भणिता । तस्मात्साक्षाज्जीवघातलक्षण आरम्भो नान्तक्रियायाः प्रतिबन्धकः, तदभावेऽन्तक्रियाया अभणनात्, प्रत्युतानिकापुत्राचार्यगजसुकुमारादिदृष्टान्तेन सत्यामपि जीवविराधनायां केवलज्ञानान्तक्रिययोर्जायमानत्वात् कुतस्तत्प्रतिबन्धकत्वशङ्कापि? इत्यत्र सूत्रे एजनादिक्रियाजन्य आरम्भो न भणितः किन्तु क्रियारम्भयोरेकाधिकरणे नियमो भणितः, स चैवं 'यो यावत्कालं यत(एज)नादिक्रियावान् तावत्कालं स आरंभादिमानेव,' एवं च सति कंपनादिक्रिया व्याप्या, आरंभश्च व्यापकः, तेन कंपनादिक्रिया नारंभहेतुः, किन्त्वारंभः कंपनादिक्रियाहेतुः, यथा 'यावत्कालं यो धूमवाँस्तावत्कालं स आइँन्धनप्रभववह्निमानेव' इत्यत्र धूमस्तथाभूतवढेर्जनको न भवति, भवति च तथाभूतो वह्निधूमजनकः, इत्यन्तक्रियाप्रतिबन्धकारंभव्याप्यत्वेन कंपनादिक्रियाणामन्तक्रियाप्रतिबन्धकत्वं व्याख्येयं, आरंभशब्देन च योगा उच्यन्ते, जीवघातादि
કે તજ્જન્યકર્મબંધનો નિરોધ થયે છતે અંતક્રિયા થાય છે.” તેથી નક્કી થાય છે કે સાક્ષાત્ જીવઘાતરૂપ આરંભ અંતક્રિયાનો પ્રતિબંધક નથી. કારણ કે તેના અભાવને અંતક્રિયાના કારણ તરીકે કહ્યો નથી. ઊર્દુ અર્ણિકાપુત્ર આચાર્ય-ગજસુકુમાલ વગેરેના દષ્ટાંતથી જણાય છે કે જીવવિરાધના હોવા છતાં કેવલજ્ઞાન - અંતક્રિયા થઈ શકે છે. તેથી “જીવવિરાધના અંતક્રિયાની પ્રતિબંધક છે' એવી તો શંકા પણ ક્યાંથી ઊઠે? (૨) ભગવતીજીના ઉક્ત સૂત્રમાં એજનાદિ ક્રિયાથી આરંભ થાય છે (અર્થાત્ ક્રિયા કારણ છે અને આરંભ કાર્ય છે) એવું નથી કહ્યું, કિન્તુ ક્રિયા અને આરંભનો એક અધિકરણમાં નિયમ જણાવ્યો છે. તે આ રીતે- જે જેટલા કાળ સુધી એજનાદિક્રિયાવાળો હોય તે તેટલા કાળ સુધી આરંભાદિયુક્ત જ હોય છે. આ નિયમ પરથી જણાય છે કે કંપનાદિ ક્રિયા વ્યાપ્ય છે. અને આરંભ વ્યાપક છે. વળી વ્યાપ્યવ્યાપક ભાવ ધરાવનાર ચીજો જો પરસ્પર કાર્યકારણભાવ પણ ધરાવતી હોય તો તેમાંથી વ્યાપ્ય જ કાર્ય બને છે અને વ્યાપક જ કારણ બને છે. વ્યાપ્ય ચીજ કારણ બની શકતી નથી. જેમ કે “જે જ્યાં સુધી ધૂમવાનું હોય તે ત્યાં સુધી આર્ટ્સ ઇન્ધન (ભીનાં બળતણ)થી ઉત્પન્ન થયેલ અગ્નિવાળો હોય છે. એવા નિયમમાં ધૂમ તેવા અગ્નિનું કારણ નથી બનતો પણ તેવો અગ્નિ જ ધૂમાડાનું કારણ બને છે. તેથી પ્રસ્તુતમાં પણ કંપનાદિ ક્રિયા આરંભના હેતુભૂત નથી પણ આરંભ જ કંપનાદિ ક્રિયાનો હેતુ છે. આમ ઉક્ત ભગવતીસૂત્રમાં “એજનાદિ ક્રિયાથી આરંભ થાય છે એવું કહ્યું નથી પણ એજનાદિ ક્રિયા આરંભને વ્યાપ્ય છે તેમજ આરંભનું કાર્ય છે. તેવું જણાવ્યું છે. માટે “કંપનાદિક્રિયા આરંભાદિ દ્વારા અંતક્રિયાની પ્રતિબંધક છે' એવી વ્યાખ્યા કરવી ન જોઈએ, પણ એવી વ્યાખ્યા કરવી જોઈએ કે –
(ભગવતીજીના સૂત્રની પૂર્વપક્ષી કલ્પિત વ્યાખ્યા) કંપનાદિ ક્રિયા અંતક્રિયાના પ્રતિબંધક એવા આરંભને વ્યાપ્ય હોવાથી અંતક્રિયાની પ્રતિબંધક છે. અર્થાતુ અંતક્રિયાનો સાક્ષાત્ પ્રતિબંધક તો યોગ જ છે. કંપનાદિ ક્રિયાઓ તો તે યોગ (આરંભ)ને વ્યાપ્ય