________________
કેવલીમાં દ્રવ્યહિંસા : દ્રવ્યહિંસાનિર્દોષતાવિચાર
૧૩૯ हिंसा चारित्रदोष एव' - इति परेण प्रोच्यते तदसत्, स्नातकस्य निर्ग्रन्थभेदत्वात् यथाख्यातस्यैव चारित्रभेदत्वात्, तत्प्रतिबन्धकत्वस्य च द्रव्यहिंसायां त्वयाऽप्यनभ्युपगमात् । यदि च स्नातकचारित्रस्य द्रव्यहिंसा दोषः स्यात् तदा निर्ग्रन्थचारित्रस्यापि दोषः स्यादेव, निर्ग्रन्थस्नातकयोरेकसंयमस्थानाभ्युपगमात्, ‘णिग्गंथसिणायाणं तुल्लं इक्कं च संजमट्ठाणं' इति पञ्चनिर्ग्रन्थीवचनाद् इति द्रष्टચમ્ પદા हिंसाचतुर्भङ्ग्यनुसारेणैव द्रव्यहिंसया भगवतो दोषाभावमाह
णोदव्वा णोभावा जह तह हिंसा ण दव्वमित्तेणं । तेणं तीए दोसं जिणस्स को भासए सण्णी ।।५७।।
એ પોતાના સ્નાતકચારિત્ર માટે દોષ રૂપ છે જ એવું પૂર્વપક્ષીએ જે કહ્યું છે તે અસતુ જાણવું, કેમ કે સ્નાતકપણું એ ચારિત્રનો ભેદ નથી પણ નિર્ચન્થનો ભેદ છે, “યથાખ્યાત' જ ચારિત્રનો ભેદ છે. અર્થાત્
સ્નાતકચારિત્રનો પ્રતિબંધક....” ઇત્યાદિ કહેવું જ અયોગ્ય છે, કારણ કે સ્નાતક નામનું કોઈ ચારિત્ર નથી. આશય એ છે કે કેવલી પોતે, નિર્ગુન્થોના જે પુલાક વગેરે ભેદો છે તેમાંથી સ્નાતકભેટવાળા હોય છે, પણ ચારિત્ર તો તેમનું યથાખ્યાત જ હોય છે. અને “દ્રવ્યહિંસા એ યથાખ્યાત ચારિત્રની પ્રતિબંધક છે' એવું તો તમે પણ માનતા જ નથી, કારણ કે દ્રવ્યહિંસાયુક્ત એવા પણ ઉપશાન્તમોહીને તમે પણ યથાખ્યાતચારિત્ર જ માન્યું છે.) તેથી દ્રવ્યહિંસા કેવળીના ચારિત્ર માટે દોષરૂપ છે' એવું આ રીતે સિદ્ધ થઈ શકતું નથી. (શંકા- “સ્નાતક એ ભલે ચારિત્રનો ભેદ નથી. તેમ છતાં એ ચારિત્રીનો ભેદ તો છે જ. તેથી “સ્નાતકચારિત્રીનું જે ચારિત્ર એ સ્નાતકચારિત્ર' એવી વિવેક્ષાથી તો એ સિદ્ધ થઈ જશે ને ? સમાધાન -) વળી આ રીતે દ્રવ્યહિંસાને જો તમે સ્નાતકચારિત્ર માટે દોષરૂપ હોવી માનશો, તો એ (નિર્ગુન્હચારિત્રીના) નિર્ગસ્થ ચારિત્ર માટે પણ દોષરૂપ બનશે જ, કારણ કે નિર્ઝન્થ અને સ્નાતક એ બંનેને તુલ્ય અને એક સંયમસ્થાન હોવું પંચનિર્ચન્દીમાં કહ્યું છે. (આનાથી આપત્તિ એ આવશે કે ઉપશાન્તમોહી કે જે નિર્ગસ્થ છે અને જેને દ્રવ્યહિંસા હોવી તો પૂર્વપક્ષી પણ માને છે તેનું સંયમસ્થાન એક હોવાની શાસ્ત્રીયવાતનો વિરોધ થશે. તે એટલા માટે કે દ્રવ્યહિંસા જો એના ચારિત્ર માટે દોષરૂપ હોય તો એ તેના સંયમસ્થાનને નીચું લાવ્યા વગર રહે જ નહિ.) પ૬ll
હિંસાની ચતુર્ભગીને અનુસરીને જ, ‘દ્રવ્યહિંસાથી કેવલી ભગવાનને કોઈ દોષ લાગતો નથી' એવું ગ્રન્થકાર જણાવે છે -
ગાથાર્થઃ “ન દ્રવ્યથી – ન ભાવથી' એવો ચોથો ભાગો જેમ હિંસા નથી તેમ માત્ર દ્રવ્યથી હિંસા
१. निर्ग्रन्थस्नातकयोस्तुल्यमेकं च संयमस्थानम्।