________________
૧૩૭
કેવલીમાં દ્રવ્યહિંસા : અપવાદવિષયક ઉપદેશવિચાર भाविहिंसांशे उपदेशाभावेन प्रकृतोपदेशसमर्थनसंभवेऽपि तदङ्गकुसुमार्चनाद्यंशे तस्य कुसुमादिजीववधानुकूलव्यापाररूपहिंसाऽवगाहित्वस्य निराकर्तुमशक्यत्वाद्, एवमनिष्टबीजरूपमनपोद्येष्टफलहेतुत्वेन कल्प्यत्वाभिव्यक्तेरप्यनुपपत्तेः, कुसुमादिहिंसायाः सन्दिग्धत्वेन तथाविधपातकाहेतुत्वे मिथ्यादृशामपि तस्यास्तथात्वापत्तेः, तस्माद् द्रव्यस्तवस्थलीयहिंसायामनुबन्धशुद्धत्वेनैव भगवदाज्ञा, सम्यक्त्वादिभावहेतुत्वादिति ।।५५।।
હિંસાઅંશમાં જિનોપદેશ ન હોવાના કારણે પૂજાનો ઉપદેશ અસંગત રહેતો નથી' એ રીતે એ ઉપદેશનું સમર્થન સંભવતું હોવા છતાં પણ તેના (પૂજાના) અંગભૂત “પુષ્પ ચડાવવા” વગેરે રૂ૫ અંશમાં જે જિનોપદેશ સાક્ષાત્ વિધિમુખે છે તે પુષ્પાદિના જીવના વધને અનુકૂલવ્યાપારરૂપે હિંસાને વિષય બનાવે છે એ વાત છોડી શકાતી નથી. અને તેથી તે અંશમાં ઉપદેશ હયાત ન હોવાથી, “તે સાવદ્યઅંશમાં જિનોપદેશ જ ન હોવાથી ઉપદેશાભાવ થવાની આપત્તિ આવતી નથી એવું કહીને એ આપત્તિ ટાળી શકાતી નથી. કેમકે તેટલો આશ્રવ ઉપદેશનો વિષય બની જવાની આપત્તિ ઊભી રહેવાથી પાર્જચંદ્રના મત મુજબ પૂજોપદેશનો અભાવ માનવો આવશ્યક બની જ રહે છે. સારાંશ, હિંસારૂપ આશ્રવ પણ ઉપદેશવિષય બની જવાની આપત્તિ આવતી હોઈ પૂજાનો ઉપદેશ સંભવતો નથી એ પાર્જચંદ્રનો મત છે. પૂર્વપક્ષીએ પૂજાના ઉપદેશની સંભાવના આ રીતે સંગત કરી દેખાડી કે પૂજાનો ઉપદેશ દેવામાં પણ પ્રાણવિયોગરૂપ હિંસાત્મક આશ્રવ તે ઉપદેશનો વિષય જ બનતો નથી. ગ્રન્થકાર પૂજય ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે તેમ છતાં પ્રાણવિયોગાનુકૂલ વ્યાપારરૂપ પુષ્પ ચડાવવાના ઉપદેશનો તો તે વ્યાપાર રૂપ હિંસા વિષય બની જ રહે છે. માટે આ રીતે પૂજોપદેશની સંગતિ થઈ શકતી નથી.
(પૂજાભાવી હિંસામાં અનુબંધશુદ્ધતાના કારણે જિનાજ્ઞા) પૂર્વપક્ષી આવી પણ દલીલ કરી શકતો નથી કે - પણ અમે આવું કહી તો ગયા છીએ કે ‘વ્યવહારથી સાવદ્ય એવા તે વ્યાપારનો પણ ઉપદેશ સાક્ષાત્ વિધિમુખે હોતો નથી, કિન્તુ જે કથ્યતા જણાવી છે તેના પરથી એ અભિવ્યક્ત થયો હોય છે. તેથી પૂજાનો ઉપદેશ આપવામાં વ્યવહારસાવદ્યભાષા કે પચ્ચકખાણ ભંગ થવાની આપત્તિ આવતી નથી ઈત્યાદિ..” પૂર્વપક્ષી આવી દલીલ એટલા માટે કરી શકતો નથી કે જયાં સુધી, તેમાં રહેલી અનિષ્ટના બીજભૂત જીવવધાનુકૂલ વ્યાપારરૂપ જે હિંસા, તે અંગેનો ખુલાસો કર્યો નથી ત્યાં સુધી ઈષ્ટફળની હેતુતા માત્રથી તેમાં મધ્યત્વાભિવ્યક્તતા માનવી એ અસંગત જ રહે છે. તે પણ એટલા માટે કે બળવ અનિષ્ટની અનનુબંધિતતાના અનુસંધાન વિના તે કથ્થતા જ અજ્ઞાત રહે છે.
પૂર્વપક્ષઃ ફૂલ ચડાવવા વગેરેમાં ફૂલના જીવોની હિંસા થાય જ એવો નિયમ નથી. એટલે, તે હિંસા સંદિગ્ધ રહેતી હોવાથી તે વ્યાપારરૂપ હિંસા વિશેષ પ્રકારના પાપનો (બળવદ્ અનિષ્ટનો) હેતુ