________________
કેવલીમાં દ્રવ્યહિંસા : કલ્પભાષ્યનો અધિકાર
૧૪૯ प्रमत्तादिष्वापादकसत्त्वेप्यापाद्याभावात् तर्कमूलव्याप्त्यसिद्धेस्तस्य मूलशैथिल्यरूपदोषप्रदर्शनार्थमित्थमुक्तं, तथा चापादकसत्त्वादेवाप्रमत्तादिवत्केवलिनोऽपि द्रव्यहिंसासंभवेऽपि न दोष इत्येतदे
વાહ -
हिंसगभावो हुज्जा हिंसण्णियजोगओत्ति तक्कस्स । दाएउं इय भणि पसिढिलमूलत्तणं दोसं ।।५९।।
(હિંસાવિતયોગમાં હિંસકપણાંની વ્યાપ્તિ નથી) કલ્પભાષ્યના પૂર્વપક્ષીના આ વચનો પરથી જણાય છે કે તે વસ્ત્રછેદનાદિ વ્યાપારવાળા જીવમાં હિસાવિતયોગરૂપ આપાદકથી (આપત્તિ લાવી આપનાર બીજથી) હિસત્વનું આપાદન(આપત્તિ) કરવા માંગે છે. એટલે કે “જેનામાં હિંસાન્વિતયોગ હોય તેનામાં હિંસકત્વ હોય એવી વ્યાપ્તિ બાંધીને વસ્ત્રછેદનાદિવ્યાપારયુક્ત સાધુમાં હિંસકત્વ આવી જવાની આપત્તિ આપવા માંગે છે. હમણાં પૂર્વની ૫૮મી ગાથાની વૃત્તિમાં હિંસકત્વની ચતુર્ભગી દેખાડનાર કલ્પભાષ્ય ગ્રન્થનો જે અધિકાર દેખાડ્યો તે આ પૂર્વપક્ષના સમાધાનરૂપ છે. એમાં આ સમાધાન આપ્યું છે કે “કાયયોગ હિંસામાં વ્યાકૃત હોવા છતાં, ભાવથી ઇર્યાસમિતિમાં ઉપયોગવાળા હોવાથી તે સાધુને ભગવાને અહિંસક કહ્યા છે. બૃહત્કલ્પભાષ્યના આ પૂર્વપક્ષગ્રન્થ અને સમાધાન ગ્રન્થ પરથી એ વાત સ્પષ્ટ જણાય છે કે તેમાં, “અપ્રમત્તથી માંડીને સયોગી સુધીના જીવોને હિંસામાં વ્યાપૃત કાયયોગ હોવા છતાં હિંસત્વ હોતું નથી એવું જે કહ્યું છે તે,
આપાદક હોવા છતાં આપાદ્ય ન હોવાથી તર્કના મૂળભૂત વ્યાપ્તિ જ અસિદ્ધ છે.” એવું જણાવીને મૂલ શિથિલ હોવા રૂપ દોષ દેખાડવા માટે કહ્યું છે. (અને તેથી પૂર્વપક્ષીએ આપેલી આપત્તિ આવતી નથી.) અર્થાત્ અપ્રમત્ત વગેરેમાં હિંસત્વની આપત્તિ આપવા પૂર્વપક્ષીએ જે પ્રયાસ કર્યો છે તેનું એ રીતે નિરાકરણ નથી કર્યું કે “અપ્રમત્ત વગેરેમાં હિંસાન્વિત કાયયોગ રૂપ આપાદક જ હોતો નથી તો હિંસકત્વરૂપ આપાદ્ય શી રીતે હોય?” કિન્તુ એ રીતે જ એ નિરાકરણ કર્યું છે કે “હિંસાન્વિત કાયયોગરૂપ આપાદકમાં હિંસત્વ રૂપ આપાદ્યની વ્યાપ્તિ જ નથી, તો હિંસકત્વની આપત્તિ શી રીતે આપી શકાય?” આના પરથી એ પણ ફલિત થાય છે કે અપ્રમત્ત વગેરેમાં હિંસાન્વિત કાયયોગરૂપ આપાદક જ હોતો નથી એવું ભાષ્યકારને માન્ય નથી. એટલે કે આપાદક તો હોય જ છે. તેથી અપ્રમત્ત વગેરેની જેમ કેવલીમાં પણ હિંસાન્વિત યોગ (=દ્રવ્યહિંસા) રૂપ આપાદક સંભવવા છતાં હિંસકત્વનો દોષ નથી એવું જણાવતા ગ્રન્થકાર કહે છે –
ગાથાર્થ હિંસાન્વિતયોગથી હિંસકપણું આવી જશે એવા તર્કનું મૂળ પ્રશિથિલ છે એવો દોષ દેખાડવા એ પ્રમાણે કહ્યું છે.