________________
૧૫૨
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૬૦
મ્ II તથાદિ
आरंभमिट्ठो जह आसवाय गुत्ती य सेआय तहा तु साहू । णो(मा) फंद वारेहि व छिज्जमाणं पइण्णहाणी व મતોડouદા તે પારૂ૨૨૭ના.
आरंभमिट्ठोत्ति । मकारोऽलाक्षणिकः । हे नोदक! यथाऽऽरंभस्तव आस्रवाय-कर्मोपादानाय इष्टोऽभिमतः गुप्तिश्च तत्परिहाररूपा श्रेयसे कर्मानुपादानायाभिप्रेता, तथा च सति हे साधो! मा स्पन्द मा वा वस्त्रं छिद्यमानं वारय । किमुक्तं भवति? यदि वस्त्रच्छेदनमारंभतया भवता कर्मबन्धनिबन्धनमभ्युपगम्यते ततो येयं वस्त्रच्छेदनप्रतिषेधाय हस्तस्पन्दनात्मिका चेष्टा क्रियते, यो वा तत्प्रतिषेधको ध्वनिरुच्चार्यते तावप्यारंभतया भवता न कर्त्तव्यौ, अतो मदुक्तादुपदेशादन्यथा चेत्करोषि ततस्ते प्रतिज्ञाहानिः स्ववचनविरोधलक्षणं दूषणमाપદ્યત ફત્યર્થઃ ___ अथ ब्रुवीथाः-योऽयं मया वस्त्रच्छेदनप्रतिषेधको ध्वनिरुच्चार्यते स आरंभप्रतिषेधकत्वानिर्दोषः-इति, अत्रो
તે -
એને પ્રતિબંદીથી જ દોષ જણાવ્યો છે. તેનાથી જણાય છે કે કલ્પભાષ્યકારને ભગવતીના અધિકૃતસૂત્રનો સીધો અર્થ જ માન્ય છે, અન્ય અર્થ માન્ય નથી. અને તેથી એ સૂત્રના અબાધિત સીધા અર્થથી જણાય છે કે જ્યાં સુધી એજનાદિ ક્રિયા હોય ત્યાં સુધી આરંભાદિ સંભવિત છે. અને તેથી જ એજનાદિક્રિયા યુક્ત સયોગી કેવલીને પણ દ્રવ્યહિંસા હોવામાં કોઈ સંદેહ રહેતો નથી. કલ્પભાષ્યકારે પૂર્વપક્ષીને પ્રતિબંદીથી જે દૂષણ આપ્યું છે તે આ રીતે (૩૯૨૭-૨૮)
(પૂર્વપક્ષીને પ્રતિબંદીથી આપેલ દૂષણ) હે નોદક (પૂર્વપક્ષ કરનાર) ! આરંભ કર્મબંધ માટે થાય છે અને તેના પરિહારરૂપ ગુપ્તિ સંવરરૂપ શ્રેય માટે થાય છે એવું તને જો સંમત છે તો તું સ્પન્દન ન કર, વસ્ત્રાદિનું છેદન કરનારા અન્ય સાધુઓને વારવાની ચેષ્ટા ન કર ! અર્થાત્ - વસ્ત્રછેદનાદિ આરંભરૂપ હોવાથી તેને કર્મબંધના કારણ તરીકે જો તું માને છે તો વસ્ત્રછેદનાદિનો નિષેધ કરવા હાથ હલાવવા વગેરે રૂપ જે ચેષ્ટા તું કરે છે, અથવા જે નિષેધક શબ્દો તું બોલે છે તે બંને પણ આરંભરૂપ હોવાથી તારે કરવા ન જોઈએ. ‘તે બે તારે ન કરવા જોઈએ એવા મારા આ ઉપદેશ કરતાં જો તું કંઈક જુદું કરે છે, તો તારી પ્રતિજ્ઞાની હાનિ થાય છે. અર્થાત્ તારા જ વચનનો વિરોધ થવા રૂપ દૂષણ આવે છે. હવે જો તારો એવો બચાવ હોય કે વસ્ત્રછેદનનો નિષેધ કરનાર જે શબ્દ હું બોલું છું તે અન્ય મોટા આરંભરૂપ મોટા દોષનો નિષેધક હોઈ
१. आरंभ इष्टो यथाऽऽशवाय गुप्तिश्च श्रेयसे तथा तु साधो !। मा स्पन्द वारय वा छिद्यमानं प्रतिज्ञाहानिः वाऽतोऽन्यथा ते ॥