________________
૧૫૧
કેવલીમાં દ્રવ્યહિંસા: કલ્પભાષ્યનો અધિકાર
आपायगाऽपसिद्धी ण य भणिया वत्थच्छेय अहिगारे । ता तस्संमइवयणं पण्णत्तीए ण अण्णटुं ।।६०।।
आपादकाऽप्रसिद्धिर्न च भणिता वस्त्रच्छेदाधिकारे ।
ततस्तत्संमतिवचनं प्रज्ञप्ते न्यार्थम् ।।६० ।। आपायगापसिद्धित्ति । आपादकस्य हिंसाऽन्वितयोगस्याप्रसिद्धिः न च भणिता वस्त्रच्छेदाधिकारे, किंतु भगवतीवचनादारंभस्य क्रियाऽविनाभावित्वमङ्गीकृत्यापि प्रतिबन्यैव पूर्वपक्षिणो दूषणं
ગાથાર્થઃ વસ્ત્રછેદનના અધિકારમાં આપાદકની અપ્રસિદ્ધિ (=અભાવ) કહી નથી. તેથી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનું તે સાક્ષીવચન અન્ય અર્થને જણાવનાર નથી.
(પ્રતિબંદીથી પૂર્વપક્ષીને આપેલો દોષ તેના સભાવનો જ્ઞાપક - ઉત્તરપક્ષ) પૂર્વપક્ષીના અભિપ્રાય મુજબ હિંસકત્વની જે આપત્તિ આવે છે તેને ટાળવા માટે, વસ્ત્રછેદાધિકારમાં પૂર્વપક્ષીને એવું દૂષણ આપ્યું નથી કે “હિંસાન્વિતયોગરૂપ આપાદકનો અપ્રમત્તાદિમાં અભાવ હોય છે' કિન્તુ ભગવતીજીસૂત્રના વચન પરથી “ક્રિયા કરો એટલે આરંભ થાય જ' એવું સ્વીકારીને પણ પ્રતિબંદીથી જ દૂષણ આપ્યું છે. અર્થાત્ પૂર્વપક્ષી વસ્ત્રછેદનાદિમાં જે જે દોષ આપે છે તે તે દોષ, વસ્ત્રછેદનાદિનો નિષેધ વગેરે કરવારૂપ જે જે ચેષ્ટાઓ તે કરે છે તેમાં આવે છે તેવું દેખાડવા રૂપ તેમજ પોતાની તે તે ચેષ્ટામાં આવતી આપત્તિનું તે જે જે રીતે વારણ કરે છે તે તે રીતે વસ્ત્રછેદનાદિમાં પણ વારણ સંભવિત છે, એવું દેખાડવારૂપ પ્રતિબંદી ન્યાયથી જ પૂર્વપક્ષીને દૂષણ આપ્યું છે. નહિ કે “હિંસાવિતયોગરૂપ આપાદક અપ્રમત્તાદિમાં નથી, તેથી તેમાં હિંસકત્વની આપત્તિ આપનાર તું સિદ્ધાન્તનો અનભિજ્ઞ લાગે છે' ઇત્યાદિ રીતે. બાકી એ રીતે આપત્તિ ટાળવા માટે તો “અપ્રમત્તાદિમાં હિંસાન્વિતયોગ જ હોતો નથી' એ સિદ્ધ કરવું પડે જેના માટે “એજનાદિક્રિયા આરંભને અવિનાભાવી હોય છે? એવા નિયમનો અભાવ માનવો પડે. કારણ કે અપ્રમત્તાદિમાં યોગ (એજનાદિ ક્રિયા) તો હોય જ છે અને તેમ છતાં હિંસા (આરંભ) માનવી નથી. વળી એ અભાવ માનવા માટે ભગવતી સૂત્રનું નીવે પણ નીવે...' ઇત્યાદિ જે સૂત્ર પૂર્વપક્ષીએ સાક્ષી તરીકે આપ્યું છે તેનો બીજો અર્થ કલ્પવો પડે. કેમ કે સીધો અર્થ તો “ક્રિયા કરો એટલે આરંભ થાય જ એવા ઉક્ત અવિનાભાવ નિયમને જણાવે છે, તે નિયમના અભાવને નહિ. અને તો પછી તો કલ્પભાષ્યકાર, “વસ્ત્રછેદનાદિ ન કરવા જોઈએ” ઇત્યાદિ પોતાની વાતનું સમર્થન કરવા માટે આ સૂત્રનો ઉપન્યાસ કરનાર પૂર્વપક્ષીને, તે અભાવ રૂપ અન્ય અર્થ જણાવીને તેને “તું આવા અભિપ્રાયનો અનભિજ્ઞ છે' ઇત્યાદિ જ કહેત.. પણ આવું કાંઈ કહ્યું નથી,