________________
કેવલીમાં દ્રવ્યહિંસાઃ કલ્યભાષ્યનો અધિકાર
૧૪૭. वानहिंसकः, हिंसाव्याप्रियमाणकाययोगवत्त्वेऽपि भावत उपयुक्तत्वात्, अप्रमत्तादिवद्' इति स्वतन्त्रसाधनदृष्टान्तयैव भगवति तत्सिद्धेः । किञ्च पूर्वपक्षिणा वस्त्रच्छेदनादिव्यापारे हिंसाऽन्वितयोगत्वं तावद् भगवतीवचनेनैव प्रदर्शितम्, तथाहि - सद्दो तहिं मुच्छइच्छेअणा वा धावंति ते दोवि उ जाव लोगो । वत्थस्स देहस्स य जो विकंपो ततोवि वातादि भरेन्ति लोगं ।।३९२२।।
भो आचार्य! तत्र वस्त्रे छिद्यमाने शब्दः संमूर्च्छति छेदनका वा सूक्ष्मपक्ष्मावयवा उड्डीयन्ते, एते च द्वयेऽपि ततो विनिर्गता लोकान्तं यावत् धावन्ति प्राप्नुवन्ति । तथा वस्त्रस्य देहस्य च यो विकंपश्चलनं ततोऽपि विनिर्गता वातादयः प्रसरन्तः सकलमपि लोकमापूरयन्ति ।।
(તેના નિગમનવચનથી દ્રવ્યહિંસાની સિદ્ધિ - ઉત્તરપક્ષ) સમાધાનઃ તમારી શંકા બરાબર નથી. ચાર ભાંગાની ભાવના પછી “સત્ર વાઘમ'ઇત્યાદિ જે તેનું નિગમન કરતું વચન ત્યાં કહ્યું છે તેની વિચારણા કરતાં જ કેવલીભગવાનને પણ દ્રવ્યહિંસા હોવી સિદ્ધ થઈ જાય છે. તે વિચારણા આ રીતે- એ નિગમન વચન વ્યભિચારસ્થાનને દેખાડવા માટે કહેવાયું નથી, પણ અધિકૃત વસ્ત્રછેદનાદિવ્યાપારયુક્ત જીવ અહિંસક હોય છે, કેમ કે ‘હિંસામાં વ્યાપૃત (પરોવાયેલા) કાયયોગવાળો હોવા છતાં ભાવથી ઉપયુક્ત હોય છે, જેમ કે અપ્રમત્તવગેરે' ઇત્યાદિરૂપ સ્વતંત્રસાધન દષ્ટાન્ત દેખાડવા કહેવાયું છે અર્થાત્ એ એક સ્વતંત્ર અનુમાનપ્રયોગ જ છે જેમાં પૂર્વપક્ષીના અનુમાનમાં રહેલ હેતુ અને દષ્ટાન્ત કરતાં ભિન્ન-સ્વતંત્ર જ હેતુ અને દષ્ટાન્ત વપરાયેલા છે. કલ્પભાષ્યના અધિકાર પરથી ફલિત થતા આ સ્વતંત્ર હેતુ દૃષ્ટાન્તવાળા અનુમાનપ્રયોગથી જ કેવલી ભગવાનમાં દ્રવ્યહિંસા હોવી સિદ્ધ થઈ જાય છે. કેમ કે એ સિદ્ધ હોય તો જ હેતુનો ઘટક બની શકે. તે પણ એટલા માટે કે નહીંતર “હિંસામાં વ્યાપૃત થયેલ કાયયોગવાળું હોવાપણું' એવું હેતુનું જે વિશેષણ છે તે કેવલીરૂપ પક્ષમાં ન હોવાથી હેતુ પણ ન રહેવાના કારણે સ્વરૂપાસિદ્ધ હેત્વાભાસ લાગે. વળી (કલ્પભાષ્યના) પૂર્વપક્ષીએ વસ્ત્રછેદનાદિ વ્યાપારમાં યોગ હિંસાયુક્ત બને છે એ વાત તો ભગવતીસૂત્રના વચન પરથી જ દેખાડી છે. તે આ રીતે (કલ્પભાષ્ય – ૩૯૨૨) |
(વસ્ત્રછેદન અંગે કલ્પભાષ્યગત પૂર્વપક્ષ) પૂર્વપક્ષઃ હે આચાર્ય! વસ્ત્ર છેદાને છતે શબ્દ ઉત્પન્ન થાય છે, સૂક્ષ્મ પૂમડાંઓ (રૂવાંટીઓ) ઊડે છે. આ બંને ત્યાંથી નીકળીને લોકાન્ત સુધી પહોંચે છે. તેમજ વસ્ત્ર અને દેહના કંપનથી પ્રવર્તેલા વાયુ
१. शब्दस्तत्र संमूर्च्छति छेदनका वा धावन्ति ते द्वयेऽपि यावल्लोकः ।
वस्त्रस्य देहस्य च यो विकम्पस्ततोऽपि वातादय आपूरन्ति लोकम् ॥