________________
૧૪૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૮, ૫૯
सा द्रव्यतो भावतश्च हिंसा प्रतिपत्तव्या । यः पुनरध्यात्मना चेतःप्रणिधानेन शुद्ध उपयुक्तगमनागमनादिक्रियाकारीत्यर्थः, तस्य यदा वधेन प्राणिव्यपरोपणेन सह योगः संबन्धो न भवति तदा द्विधाऽपि द्रव्यतो भावतोऽपि च अहिंसा, हिंसा न भवतीति भावः ।।
तदेवं भगवत्प्रणीते प्रवचने हिंसाविषयाश्चत्त्वारो भगा उपवर्ण्यन्ते । अत्र चाद्यभङ्गे हिंसायां व्याप्रियमाणकाययोगेऽपि भावत उपयुक्ततया भगवद्भिरहिंसक एवोक्तः, ततो यदुक्तं भवता - 'वस्त्रच्छेदनव्यापारं कुर्वतो हिंसा भवति' इति तत्प्रवचनरहस्यानभिज्ञतासूचकमिति' ।।५८।।
नन्वत्र ‘अप्रमत्तादीनामधिकृतवस्त्रच्छेदनव्यापारवान् हिंसकः, योगवत्त्वाद्' इति परोपन्यस्तानुमानदूषणव्यभिचारस्फोरणाय व्यभिचारस्थानत्वं प्रदर्शितम् । व्यभिचारश्च 'हेतुसत्त्वे साध्यासत्त्वमिति केवलिनोऽप्रमत्तादिसाधारण्येन योगवत्त्वमहिंसकत्वं च सिद्ध्यति, न तु कथमपि द्रव्यहिंसेति चेत्? न, 'अत्र चाद्यभङ्गे' इत्यादिनिगमनवचनविचारणया 'अधिकृतवस्त्रच्छेदनव्यापार
હણતો નથી તેઓને આશ્રીને પણ આ ભાંગો અસંયતાદિને હોય છે. તે જ અસંયતાદિથી જ્યારે ખરેખર અન્યના પ્રાણોનો વિયોગ થાય છે ત્યારે “દ્રવ્યથી પણ હિંસા ભાવથી પણ એવો ત્રીજો ભાગો થાય છે. જે જીવ ચિત્તપ્રણિધાનરૂપ અધ્યાત્મથી શુદ્ધ હોય છે, અર્થાત્ ઉપયોગપૂર્વક ગમનાગમન આદિ ક્રિયા કરનારો હોય છે, તેનાથી જ્યારે કોઈનો વધ થતો નથી ત્યારે બન્ને રીતે દ્રવ્યથી અને ભાવથી પણ - અહિંસા હોય છે - હિંસા હોતી નથી. અર્થાત્ ચોથો ભાંગો પ્રવર્તે છે. આમ જિનપ્રવચનમાં હિંસા અંગે ચાર ભાંગા કહ્યા છે. આમાં પહેલાં ભાગમાં કાયયોગ હિંસામાં વ્યાપૃત હોવા છતાં પણ ભાવથી ઉપયુક્તતા હોવાના કારણે ભગવાને તે ભાંગાવાળાને અહિંસક જ કહ્યો છે. તેથી તમે “વસ્ત્ર ફાડવા વગેરેની ક્રિયા કરનારને હિંસા લાગે છે' એવું જે કહો છો એ તમારા (કલ્પભાષ્યના પૂર્વપક્ષીના) પ્રવચનના રહસ્યના અજ્ઞાનને જ સૂચવે છે. (આ પ્રમાણે એ ગ્રન્થ છે.)” પટા
| (તે અધિકારથી કેવળીમાં અહિંસકત્વની સિદ્ધિ, દ્રવ્યહિંસાની નહિ - પૂર્વપક્ષ)
શંકાઃ કલ્પભાષ્યના પૂર્વપક્ષીએ જે અનુમાન આપ્યું હતું કે “અપ્રમત્તાદિ સંબંધી જે અધિકૃત વસ્ત્રછેદનાદિનો વ્યાપાર, તેનાથી યુક્ત જીવ હિંસક હોય છે, કેમ કે યોગયુક્ત હોય છે તે અનુમાનમાં દૂષણ તરીકે વ્યભિચાર આપવા માટે કલ્પભાષ્યના ઉક્તઅધિકારમાં વ્યભિચારનું સ્થાન દેખાડ્યું છે. અને વ્યભિચાર એટલે તો હેતુ હોવા છતાં સાધ્ય ન રહેવો તે. તેથી ઉક્ત અધિકારથી કેવલીમાં અપ્રમત્ત આદિની સમાન રીતે યોગવત્તા અને અહિંસકપણું (હિંસકપણું સિદ્ધ ન થવાથી) સિદ્ધ થાય છે, પણ દ્રવ્યહિંસા હોવી તો કોઈ રીતે સિદ્ધ થતી નથી. તેથી તે અધિકાર અહીં દેખાડવાની જરૂર શી છે?