________________
૧૩૮
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૫, ૫૬ तदेवमाभोगेऽपि द्रव्यहिंसाया दोषानावहत्वं यत्सिद्धं तदाह -
तम्हा दव्वपरिग्गह-दव्ववहाणं समंमि(मेवि) आभोगे । ण हु दोसो केवलिणो केवलनाणे व चरणे वा ।।५६।। तस्माद् द्रव्यपरिग्रहद्रव्यवधयोः समेऽप्याभोगे ।
नैव दोषः केवलिनः केवलज्ञाने वा चरणे वा ।।५६।। तम्हत्ति । तस्माद् द्रव्यपरिग्रहद्रव्यवधयोः समेऽप्याभोगे साक्षात्कारे, केवलिनो नैव दोषः केवलज्ञाने चारित्रे वा, ज्ञानावरणचारित्रमोहनीयक्षयजन्ययोः केवलज्ञानचारित्रयोर्द्रव्याश्रवमात्रेणानपवादात् । यत्तु-'क्षीणमोहस्यापि स्नातकचारित्राभावात्संभावनारूढातिचाररूपस्यापि द्रव्याश्रवस्य यदि तत्प्रतिबन्धकत्वं तदा साक्षाज्जीवघातस्य द्रव्यरूपस्यापि तन्न्यायप्राप्तमेवेति केवलिनोऽपि द्रव्य
બનતી નથી. તેથી બળવદ્ અનિષ્ટની અનનુબંધિતા તેમાં અક્ષત હોવાથી કષ્પવાભિવ્યક્તિ અસંગત રહેતી નથી.
ઉત્તરપક્ષઃ આ રીતે તો મિથ્યાત્વી વગેરેની પૂજા પણ વિશેષ પાપનો અહેતુ બની જવાના કારણે કલ્પ બની જવાની આપત્તિ આવશે. માટે, “જીવવધાનુકૂલવ્યાપાર રૂપ હિંસામાં સાક્ષાત્ વિધિમુખે જિનોપદેશ નથી' ઇત્યાદિરૂપે સંગતિના ફાંફાં મારવા કરતાં ‘દ્રવ્યપૂજાસંબંધી હિંસા અનુબંધશુદ્ધ હોવાના કારણે જ એમાં જિનાજ્ઞા હોય છે, કેમકે તે સમ્યકત્વાદિ ભાવોનો હેતુ બને છે...” ઇત્યાદિ માનીને જિનપૂજાના ઉપદેશનું સમર્થન કરવું એ યોગ્ય છે. પપા
આમ આભોગની હાજરીમાં પણ થતી દ્રવ્યહિંસા આ રીતે દોષકારક નથી એવું જે સિદ્ધ થાય છે તેને ગ્રન્થકાર જણાવે છે -
| (છતે આભોગ દ્રવ્યપરિગ્રહની જેમ દ્રવ્યહિંસાથી દોષ નહિ) ગાથાર્થ તેથી દ્રવ્યપરિગ્રહ અને દ્રવ્યવધનો સાક્ષાત્કાર સમાન હોવા છતાં પણ કેવલીને કેવલજ્ઞાન કે ચારિત્ર અંગે કોઈ દોષ લાગતો નથી.
તેમાં કારણ એ છે કે જ્ઞાનાવરણકર્મના અને ચારિત્રમોહનીયકર્મના ક્ષયથી પ્રકટ થયેલા એવા કેવલજ્ઞાન અને ક્ષાયિકચારિત્રને માત્ર દ્રવ્યઆશ્રવની કોઈ અસર પહોંચતી નથી - ક્ષણમોહી જીવને મોહનીયની સત્તા પણ ન હોવા છતાં સ્નાતકચારિત્રનો જે અભાવ કહ્યો છે તેના પરથી જણાય છે કે જેની અતિચાર તરીકે સંભાવના છે એવો દ્રવ્યઆશ્રવ સ્નાતકચારિત્રનો પ્રતિબંધક છે. હવે, સંભાવનારૂઢ અતિચાર રૂપ એવો પણ એ જો સ્નાતક ચારિત્રનો પ્રતિબંધક છે તો ભલે દ્રવ્યહિંસારૂપ હોય, તેમ છતાં જે સાક્ષાત્ જીવઘાત રૂપ છે તે તો તેનો પ્રતિબંધક હોવો જ જોઈએ. તેથી કેવલીને પણ દ્રવ્યહિંસા હોવી