________________
કેવલીમાં દ્રવ્યહિંસા : હિંસાની ચતુર્થંગીનો વિચાર
::
Co
૧૪૧
न्यथाऽनुपपत्त्या मनोवाक्कायैः शुद्धत्वाद्, अन्यथा स्नातकः केवली न स्यात्, किन्तु हिंसास्वरूपमधिकृत्यैवोक्तम्, तच्चैवं यदि हिंसा तर्हि 'न द्रव्यतो न भावतः' इति वक्तुमप्यशक्यं, द्रव्यभावयोरन्यतरत्वेनावश्यंभावात्, तेन चतुर्थो भङ्गः शून्यो भणितः, विरोधाद् । न च शैलेश्यवस्थायां केवली स्वामी भविष्यतीति शङ्कनीयं, तस्य सिद्धस्येव योगाभावेन मनोवाक्कायैः शुद्धत्वाभावाद्, न ह्यविद्यमाने वस्त्रे 'वस्त्रेण शुद्धः' इति व्यवहियते इत्याद्यसौ समर्थयामास । तच्चायुक्तं, हिंसाव्यवहाराभावमधिकृत्यैव चतुर्थभङ्गशून्यत्वाभिधानाद्, विरुद्धधर्माभ्यां तदभावस्येव तद्वद्भेदस्यापि संभवेन तच्छून्यत्वव्यवहारोपपत्तेः । हिंसास्वरूपमधिकृत्य तु द्रव्यमात्रहिंसायामप्यहिंसात्वं
તેના કોઈ સ્વામી હોતા નથી એવી અપેક્ષાએ નહિ) કિન્તુ હિંસાના સ્વરૂપની અપેક્ષાએ જ જાણવું, કારણ કે કેવલીઓ તેના સ્વામી તરીકે હયાત છે. તેઓ એના સ્વામી એટલા માટે છે કે જો તેઓના મન-વચનકાયા શુદ્ધ ન હોય તો તેઓનું સર્વોત્કૃષ્ટ ચારિત્ર જ અસંગત બની જાય. માટે તેઓ મન-વચન-કાયાથી શુદ્ધ હોય છે. જો તેઓ પણ મન-વચન-કાયાથી શુદ્ધ ન હોય તો સ્નાતક તરીકે કેવલી પણ આવી ન શકે. હિંસાના સ્વરૂપને આશ્રીને ચોથો ભાંગો શૂન્ય છે, તે આ રીતે – જો હિંસા (સ્વરૂપે) હાજર છે તો ‘દ્રવ્યથી નહિ અને ભાવથી ય નહિ’ એવું બોલી પણ શકાતું નથી, કેમકે જ્યાં હિંસા હોય ત્યાં દ્રવ્ય કે ભાવ બે માંથી એક તો અવશ્ય હોય જ છે. તેથી “હિંસા છે અને તેમ છતાં એ દ્રવ્યથી ય નથી- ભાવથી પણ નથી” એવું કહેવામાં વિરોધ ઊભો થાય છે. માટે ચોથા ભાંગાને શૂન્ય કહ્યો છે. આના પરથી પણ એ ફલિત થાય છે કે ચોથા ભાંગાના સ્વામી એવા સયોગીકેવલીને દ્રવ્યહિંસા પણ હોતી નથી. કેમ કે જો તે હોય, તો તો તેઓના યોગો શુદ્ધ ન રહેવાથી તેઓમાં પણ ચતુર્થભાંગો સંભવશે નહિ. વળી એ જો નહિ સંભવે તો ‘મન-વચન-કાયાથી શુદ્ધ સાધુને ચોથો ભાંગો હોય છે' એવું જે કહ્યું છે તે અસંગત બની જાય, કેમકે તેના કોઈ સ્વામી જ રહેતા નથી. ‘શૈલેશી અવસ્થામાં રહેલા કેવલીઓ એના સ્વામી તરીકે સંભવે છે' એવી પણ શંકા ન કરવી, કેમ કે સિદ્ધોની જેમ તેઓને પણ યોગો ન હોવાથી તેઓને મન-વચનકાયાથી શુદ્ધ કહી શકાતા નથી. જેની પાસે વસ્ત્ર જ નથી એનો કાંઈ ‘વસ્ત્રથી શુદ્ધ’ તરીકે વ્યવહાર કરી શકાતો નથી.
(તે શૂન્યતા હિંસાના વ્યવહારના અભાવની અપેક્ષાએ - ઉત્તરપક્ષ)
ઉત્તરપક્ષ ઃ આવો પૂર્વપક્ષ અયોગ્ય છે, કેમકે શાસ્ત્રોમાં ચોથા ભાંગાવાળા અંગે હિંસાનો વ્યવહાર જે થતો નથી તેની અપેક્ષાએ જ ચૂર્ણિમાં ચોથા ભાંગાને શૂન્ય કહ્યો છે. કારણ કે હિંસાથી વિરુદ્ધ એવા અહિંસારૂપ ધર્મના વ્યવહારથી જેમ તદભાવ=હિંસાના વ્યવહારનો અભાવ સંભવે છે તેમ હિંસાવ્યવહા૨વાન્ (હિંસક)ના ભેદનો (અહિંસકનો) વ્યવહાર પણ દ્રવ્યહિંસાવાળા કેવળી વિગેરેમાં (અહિંસાના શાસ્ત્રીય વ્યવહા૨ના કારણે) ઘટે છે. તેથી તયત્વ=હિંસાવ્યવહારશૂન્યત્વનો અથવા હિંસાના