________________
૧૩૦
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-પપ यत्तु-'जलं वस्त्रगलितमेव पेयम्' इत्यत्र सविशेषण० इत्यादिन्यायाज्जलगलनमेवोपदिष्टं, न तु विधिमुखेन निषिद्धोपदेशः कारणतोऽपि'-इति तदसद्, यतो जलगालनमपि जलशस्त्रमेव, तदुक्तमाचाराङ्गनिर्युक्तौ_ 'उस्सिंचण गालणधोअणे य उवगरण कोस(मत्त)भंडे अ । बायरआउक्काए एयं तु समासओ सत्यं ।।' ત્તિ ! ___ अत्र गालनं घनमसृणवस्त्रार्द्धान्तेन इति वृत्तौ संपूर्य व्याख्यातम् । तच्च त्रिविधं त्रिविधेन निषिद्धमिति विधिमुखेन तदुपदेशे निषिद्धस्यापवादतस्तथोपदेशाऽविरोधाद्, निषिद्धमपि हि क्वचित्कदाचित् कथञ्चिद्विहितमपि भवतीति । यत्तूक्तं-द्रव्यहिंसाया अप्यनाभोगवशादयतनाजन्यत्वेन निषिद्धत्वमेव-इति तन्त्र, अयतनाजन्यहिंसायाः कटुकफलहेतुत्वात्, तत्र आशयशुद्धेः प्रतिबन्धि
ઉત્સર્ગની વાત કર્યા પછી અપવાદની વાત કરવી' ઇત્યાદિરૂપ ક્રમનો પ્રશ્ન જ ન રહેવાથી એ દોષ શી રીતે લાગે?
(નિષિદ્ધનું પણ અપવાદપદે વિધાન હોય) વળી – “પાણી કપડાંથી ગાળેલું જ પીવું' એવા ઉપદેશવચનમાં ‘વશેષો...' ઇત્યાદિ ન્યાય મુજબ જળગાલનરૂપ વિશેષણનો જ ઉપદેશ છે, નિષિદ્ધ એવી વિરાધનાનો તો ત્રસજીવરક્ષાના કારણ તરીકે પણ વિધિમુખે ઉપદેશ નથી – ઇત્યાદિ જે કહ્યું તે પણ ખોટું છે, કેમ કે જળગાલન પણ જળજીવો માટે શસ્ત્ર જ છે જે ત્રિવિધ-ત્રિવિધ નિષિદ્ધ છે. આચારાંગની નિયુક્તિ (૧૧૩)માં કહ્યું છે કે “ઉત્સુચનગાલન-ધોવણ-ઉપકરણ અને કોશભાંડ (વાસણ) ધોવા- આ બધા અપકાયના સંક્ષેપથી શસ્ત્રો જાણવા.” આમાં “ગાલન ઘન અને મૃદુ વસ્ત્રથી કરવું' એવી વૃત્તિમાં વ્યાખ્યા કરી છે. ત્રિવિધ-ત્રિવિધ નિષિદ્ધ એવા પણ ગાલનનો જો તમારા અભિપ્રાય મુજબ ઉક્ત ઉપદેશવચનમાં વિધિમુખે ઉપદેશ હોય તો ફલિત થઈ જ ગયું કે નિષિદ્ધ ચીજનો પણ અપવાદથી વિધિમુખે ઉપદેશ હોવો વિરુદ્ધ નથી. અર્થાત્ નિષિદ્ધ વસ્તુ પણ ક્યાંક (જંગલાદિમાં) ક્યારેક (દુષ્કાળાદિ કાળે), કોઈક રીતે અસહુ પુરુષાદિને આશ્રીને) વિહિત બની જાય છે.
(દ્રવ્યહિંસાનું પણ અપવાદપદે વિધાન) અનાભોગવશાત થયેલ અજયણાથી જન્ય હોવાના કારણે દ્રવ્યહિંસા પણ નિષિદ્ધ જ છે. (કમ કે અજયણા નિષિદ્ધ છે.)” એ વાત પણ સત્યથી વેગળી છે, કેમ કે અજયણાજન્યહિંસા તો કટુક ફળનો હેતુ હોય છે જ્યારે નઘુત્તારાદિમાં થયેલી દ્રવ્યહિંસા કંઈ કટુક ફળનો હેતુ બનતી નથી કે જેથી એને
—
—
—
-
-
-
-
=
=
=
=
=
१. उत्सेचनगालनधोवनं चोपकरणकोशभाण्डं च। बादराप्काये एतत्तु समासतः शस्त्रम् ॥