________________
કેવલીમાં દ્રવ્યહિંસા : અપવાદવિષયક ઉપદેશવિચાર
૧૩૧ काया यतनाऽतिरिक्ताया असिद्धेः, तस्याश्चायतनया सह विरोधात्, स्थूलयतनायां स्थूलाऽयतनायाः प्रतिबन्धकत्वेन सूक्ष्माऽयतनाकल्पने प्रमाणाभावाद्, अयतनासत्त्वेऽप्रमत्तानामप्रमत्तताऽसिद्धेः । या च सूक्ष्मा विराधना द्वादशगुणस्थानपर्यन्तमालोचनाप्रायश्चित्तबीजमिष्यते सा न सूक्ष्मायतनारूपा, सूक्ष्माया अप्ययतनायाश्चारित्रदोषत्वेनोपशान्तक्षीणमोहयोर्यथाख्यातचारित्रिणोस्तदनुपपत्तेः, किन्त्वनाभोगलक्षणसूक्ष्मप्रमादजनितचेष्टाऽऽश्रवरूपा, अत एव द्वादशगुणस्थानपर्यन्तं
અજયણાજન્ય કહેવાય. પ્રશ્નઃ અજયણાજન્ય એવી પણ તે દ્રવ્યહિંસા કટુકફળ આપતી નથી એમાં કારણ એ છે કે આશયશુદ્ધિ કટુકફળની પ્રતિબંધક છે. માટે આશયશુદ્ધિવાળા સાધુને નઘુત્તારાદિમાં થતી દ્રવ્યહિંસાથી કટુક ફળ મળતું નથી. પણ એટલા માત્રથી તે દ્રવ્યહિંસા અજયણાજન્ય નથી એમ કેમ કહેવાય? ઉત્તર: તમે જેને પ્રતિબંધક કહો છો તે આશયશુદ્ધિ જયણાથી ભિન્ન હોવી અસિદ્ધ છે. અર્થાત્ જયણા પોતે જ આશયશુદ્ધિ છે. અને તે જયણાને તો અજયણા સાથે વિરોધ છે. એટલે કે જ્યાં જયણા હાજર છે ત્યાં અજયણા રહેતી નથી. માટે જયણારૂપ આશયશુદ્ધિવાળી તે દ્રવ્યહિંસા અજયણાજન્ય હોવી સંભવતી નથી. પૂર્વપક્ષ: “શૂલ જયણા પ્રત્યે સ્થૂલ અજયણા જ પ્રતિબંધક (વિરોધી) છે. વળી કોઈપણ હિંસા અજયણાજન્ય હોય છે, જયણાજન્ય નહિ એવું તો અમે દેખાડી ગયા છીએ. તેથી સ્કૂલ જયણારૂપ આશયશુદ્ધિવાળી દ્રવ્યહિંસામાં સૂક્ષ્મ અજયણા હોવાની અને કલ્પના કરીએ છીએ.
(સૂક્ષ્મવિરાધના સૂક્ષ્મઅજયણારૂપ નથી) ઉત્તરપક્ષ: એવી કલ્પના કરવામાં કોઈ પ્રમાણ નથી, કેમકે આગમ-પ્રત્યક્ષ વગેરે સિદ્ધ થયેલા પદાર્થોને જે અસિદ્ધ ન કરતી હોય તેવી જ કલ્પના પ્રામાણિક બને છે. તમારી કલ્પેલી અજયણાથી તો અપ્રમત્તસાધુઓની આગમસિદ્ધ એવી અપ્રમત્તતા જ અસિદ્ધ થઈ જાય છે. કારણ કે અજયણા પ્રમાદરૂપ છે. પૂર્વપક્ષઃ અપ્રમત્તતા અસિદ્ધ થઈ જવાની આ વાત બરાબર નથી, કારણ કે અમે દ્રવ્યહિંસાની જનક જે સૂક્ષ્મ અજયણા કહીએ છીએ તે પ્રમાદરૂપ નથી. આ વાત આના પરથી નિશ્ચિત થાય છે કે બારમાં ગુણઠાણાં સુધીના જીવોને આલોચના પ્રાયશ્ચિત્તના અધિકારી કહ્યા છે. સૂક્ષ્મકષાયોથી પણ મુક્ત અવસ્થાવાળા અગિયાર-બારમા ગુણઠાણાવાળા જીવોને જે આલોચનાપ્રાયશ્ચિત્ત આવે છે તેના કારણ તરીકે તેઓમાં જે સૂક્ષ્મ વિરાધના માનવી પડે છે, તેને કષાયોદયાદિરૂપ માની શકાતી ન હોવાથી સૂક્ષ્મ અજયણા રૂપ માનવી પડે છે. વળી આ જીવોમાં પ્રમાદ તો છે જ નહિ. માટે એ સૂક્ષ્મ અજયણા પ્રમાદ રૂપ નથી. ઉત્તરપક્ષ: આલોચના પ્રાયશ્ચિત્તના કારણભૂત આ સૂક્ષ્મ વિરાધનાને જ સૂક્ષ્મ અજયણારૂપ માની શકાતી નથી, કેમ કે તેવું માનીએ તો સૂક્ષ્મ પણ અજયણા ચારિત્રના દોષરૂપ હોઈ સંપૂર્ણ દોષશૂન્ય (નિરતિચાર) એવા યથાખ્યાત ચારિત્રવાળા ઉપશાન્તમોહી ક્ષીણમોહી જીવોને તે વિરાધના જ અસંગત બની જાય (જથી આલોચના પ્રાયશ્ચિત્ત પણ અસંગત બની જવાની આપત્તિ આવે.) તેથી એ વિરાધનાને