________________
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૫ वस्तुतः कर्मबन्धानुमेया द्रव्यविराधना निर्ग्रन्थस्य स्नातकस्य च तुल्या, द्वयोरपि सामयिक - कर्मबन्धहेतुत्वात् परं छद्मस्थानां विहितानुष्ठानमालोचनादियुतमिष्टसाधनं, तथैव विधानात्, छद्मस्थयोगानां शोध्यत्वेन प्रायश्चित्तस्य च शोधकत्वेन व्यवस्थितेः, इत्यकषायस्य योगा ऐर्यापथिककर्मबन्धहेतुत्वेन नायतनयाऽशुद्धाः । अकषायश्च वीतरागः सरागश्च सञ्ज्वलनकषायवानप्यविद्यमानतदुदयो मन्दानुभावत्वात् तत्त्वार्थवृत्तौ निर्दिष्टः, 'अनुदरा कन्या' निर्देशवद्, इत्यकषायस्य नायतना न वा तस्यावश्यंभाविद्रव्यहिंसादिकमप्ययतनाजन्यमिति प्रतिपत्तव्यम् । यत्तूक्तं - द्रव्यतोऽपि हिंसायाः कृतप्रत्याख्यानभङ्गेनालोचनाविषयत्वमिति - तज्जैनसिद्धान्त
૧૩૪
-
(છદ્મસ્થના અનુષ્ઠાનો આલોચનાદિયુક્ત હોય તો જ ઇષ્ટસાધન)
વસ્તુતઃ તો કર્મબંધથી જેનું અનુમાન થઈ શકે તેવી દ્રવ્યવિરાધના નિર્પ્રન્થ અને સ્નાતક બંનેને તુલ્ય હોય છે, કારણ કે એકસામાયિક કર્મબંધરૂપ સમાનલિંગની બંને કારણભૂત છે. (તેથી કેવલીને જેમ યોગો, દ્રવ્યવિરાધના અને સામાયિકકર્મબંધ હોવા છતાં આલોચનાપ્રાયશ્ચિત્ત હોતું નથી તેમ સમાન દ્રવ્યવિરાધનાદિવાળા અગ્યાર-બારમાં ગુણઠાણાવાળા નિર્પ્રન્થને પણ તે હોવું ન જોઈએ એવી શંકા ન કરવી, કેમકે) તેમ છતાં છદ્મસ્થોના વિહિત અનુષ્ઠાનો આલોચનાદિ યુક્ત હોય તો જ ઇષ્ટસાધન બને છે, કેમ કે તે રીતે જ તેઓનું શાસ્ત્રમાં વિધાન છે. અર્થાત્ તેમાં ઇષ્ટસાધનતા જળવાઈ રહે એ માટે આલોચનાદિ આવશ્યક બને છે. પ્રશ્ન ઃ “જ્યાં જ્યાં છદ્મસ્થનાં ભિક્ષાટનાદિ અનુષ્ઠાનોનું વિધાન છે ત્યાં ત્યાં તે આલોચનાદિ યુક્ત કરવા' એવું તો કહેલું દેખાતું નથી. તો તમે કેમ તેવા વિધાનની વાત કરો છો ? ઉત્તર ઃ ‘છદ્મસ્થના યોગો પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ કરવા યોગ્ય છે અને પ્રાયશ્ચિત્ત તેની શુદ્ધિ કરનાર છે' એવી જે વ્યવસ્થા શાસ્ત્રમાં બતાવી છે તેના પરથી જણાય છે કે વિહિત અનુષ્ઠાનોનું વિધાન આલોચનાદિયુક્ત તરીકે જ હોય છે. આના પરથી નિશ્ચિત થાય છે કે અકષાય જીવના યોગને તેઓ ઐર્યાપથિક કર્મબંધના હેતુભૂત હોઈ અજયણાના કા૨ણે અશુદ્ધ કહેવા એ યોગ્ય નથી. કેમ કે અજયણા તો કટુકફળના હેતુભૂત હોઈ માત્ર ઔર્યાપથિક કર્મબંધ અસંગત બની જાય. વળી તત્ત્વાર્થસૂત્રની વૃત્તિમાં અકષાય જીવો તરીકે વીતરાગજીવને તેમજ સંજવલન કષાયવાળા પણ તે સરાગ જીવને કહ્યા છે, જે સરાગજીવો મંદ અનુભાવ(રસ)ના કારણે તેના ઉદયશૂન્ય કહેવાય છે જેમ કે ગર્ભકાલીન મોટા પેટ વગરની કન્યા અનુદરા કહેવાય છે. તેથી (અપ્રમત્તાદિ) અકષાયી જીવોને અજયણા હોતી નથી તેમજ તેઓની અવશ્યભાવી દ્રવ્યહિંસાવગેરે અજયણાજન્ય હોતી નથી તે સ્વીકારવું જોઈએ.
(દ્રવ્ય-ક્ષેત્ર વગેરે આશ્રીને પણ હિંસાભાવનું જ પચ્ચક્ખાણ)
‘દ્રવ્યથી પણ હિંસા, દ્રવ્યથી પ્રાણાતિપાત વગેરેના કરેલ પચ્ચક્ખાણના ભંગરૂપ હોઈ આલોચનાના