________________
૧૩૨
-
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૫
तन्निमित्तालोचनाप्रायश्चित्तसंभवः । तदुक्तं प्रवचनसारोद्धारवृत्तौ
'इयं चालोचना गमनागमनादिष्ववश्यंकर्त्तव्येषु सम्यगुपयुक्तस्यादुष्टभावतया निरतिचारस्य छद्मस्थस्याप्रमत्तयतेर्द्रष्टव्या, सातिचारस्य तूपरितनप्रायश्चित्तसंभवात्, केवलज्ञानिनश्च कृतकृत्यत्वेनालोचनाया अयोगात् । आह - यतीनामवश्यकर्त्तव्यानि गमनागमनादीनि तेषु सम्यगुपयुक्तस्यादुष्टभावतया निरतिचारस्याप्रमत्तस्य किमालोचनया? तामन्तरेणापि तस्य शुद्धत्वाद्, यथासूत्रं प्रवृत्तेः । सत्यमेतत्, केवलं याश्चेष्टानिमित्ताः सूक्ष्मप्रमादनिमित्ता वा सूक्ष्मा आश्रवक्रियास्ता आलोचनामात्रेण शुद्ध्यन्तीति तच्छुद्धिनिमित्तमालोचनेति ।। ' तथा व्यवहारदशमोद्देशकवृत्तावप्युक्तं
‘निर्ग्रन्थस्यालोचनाविवेकरूपे द्वे प्रायश्चित्ते, स्नातकस्यैको विवेक इति । तथाऽऽलोचना गुरोः पुरतः स्वापराधस्य प्रकटनं, क्वचित्तावन्मात्रेणैव शुद्धि:, यथावश्यकृत्ये हस्तशतात् परतो गमनागमनादौ सम्यगुपयुक्तस्य निरति
અનાભોગરૂપ સૂક્ષ્મપ્રમાદથી થયેલ ચેષ્ટાત્મક આશ્રવરૂપ માનવી જોઈએ. એવી માનવાથી જ બારમા ગુણઠાણા સુધી તેના નિમિત્તે આલોચના પ્રાયશ્ચિત આવવું સંભવિત બને છે. (“આલોચના પ્રાયશ્ચિત્તની કારણભૂત આ સૂક્ષ્મવિરાધનાને અનાભોગાત્મક સૂક્ષ્મપ્રમાદરૂપ શી રીતે મનાય ? કેમકે તો પછી અપ્રમત્તમુનિઓને પ્રમાદ અસંભવિત હોઈ તે વિરાધના પણ અસંભવિત બની જાય” એવી શંકા ન કરવી, કેમ કે અજ્ઞાન એક પ્રમાદ તરીકે શાસ્ત્રમાં કહેવાયેલો હોવા છતાં અનાભોગાત્મક આ સૂક્ષ્મ પ્રમાદ અપ્રમત્તાદિગુણઠાણાઓની અપ્રમત્તતાના બાધક પ્રમાદ રૂપ બનતો નથી, કેમ કે નહીંતર તો બારમા ગુણઠાણા સુધી અપ્રમત્તતા માની જ નહિ શકાય. વિકથાદિરૂપ સ્થૂલપ્રમાદ જ અપ્રમત્તતાનો બાધક છે. તેથી સૂક્ષ્મપ્રમાદ રૂપ આ વિરાધના અપ્રમત્તાદિ મુનિઓને અસંભવિત બનતી નથી.) પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે કે આ આલોચના અવશ્ય કર્તવ્યભૂત ગમનાગમનાદિમાં સમ્યક્ ઉપયુક્ત તેમજ નિર્દોષભાવ હોવાના કારણે નિરતિચાર એવા છદ્મસ્થ અપ્રમત્તયતિને જાણવી. સાતિચાર સાધુને તો ઉપરના પ્રાયશ્ચિત્તો સંભવે છે. જ્યારે કેવલજ્ઞાનીઓ કૃતકૃત્ય હોઈ તેઓને આલોચના સંભવતી નથી. શંકા ઃ ગમનાગમન વગેરે સાધુઓને અવશ્ય કર્તવ્ય હોય છે. તો તેમાં સમ્યક્ ઉપયુક્ત રહીને નિર્દોષભાવના કારણે નિરતિચાર એવા અપ્રમત્ત સાધુને આલોચનાનું શું કામ છે ? કેમ કે સૂત્રાનુસારે પ્રવૃત્તિ કરતાં તેઓ તે વિના પણ શુદ્ધ જ હોય છે. સમાધાન ઃ તમારી વાત સાચી છે. પણ ચેષ્ટાનિમિત્તક કે સૂક્ષ્મ પ્રમાદનિમિત્તક જે સૂક્ષ્મ આશ્રવક્રિયાઓ હોય છે તે આલોચનામાત્રથી શુદ્ધ થઈ જાય છે. તેથી એના માટે આલોચના હોય છે.” તથા વ્યવહારસૂત્રના દસમા ઉદ્દેશકની વૃત્તિમાં પણ કહ્યું છે કે(સૂક્ષ્મ આશ્રવક્રિયાઓ માટે ક્ષીણમોહ સુધી આલોચના)
“નિર્પ્રન્થને આલોચના અને વિવેક એ બે પ્રાયશ્ચિત્ત હોય છે. સ્નાતકને એક જ વિવેક પ્રાયશ્ચિત્ત હોય છે. તથા આલોચના એટલે પોતાના અપરાધને ગુરુ સમક્ષ જાહેર કરવો... ક્યારેક આવી આલોચના