________________
૧૨૦
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પપ विधीयतेऽशुभभावस्तु निषिध्यते । अत एव भावानुरोधेन बाह्ये वस्तुनि विधिनिषेधकामचारः । તલુ સવાસોનિક્ષનાશ્રમપૂજ્યપાલે (પૃ.. મા. ૩૩૩૦) -
णवि किंचि अणुण्णायं पडिसिद्धं वावि जिणवरिंदेहिं । एसा तेसिं आणा कज्जे सच्चेण होअव्वं ।। ति । तथा च 'यदेव निश्चयाङ्गव्यवहारेण नद्युत्तारादेरनुज्ञातत्वं तदेव द्रव्यहिंसाया अपि' इत्यवशिष्टकल्पनाजालमनुत्थानोपहतम् ।
इदं तु ध्येयं-अनुज्ञाविषयतावच्छेदकं न हिंसात्वं नद्युत्तारत्वादिकं वा, किन्तु सामान्यविशेषविधिविधेयताऽवच्छेदकविधिशुद्धव्यापारत्वं यतनाविशिष्टनद्युत्तारत्वादिकं वा । फलतस्तु विधिशुद्धहिंसाया अप्यनुज्ञाविषयत्वं व्यवहाराऽबाधितमेव, अत एव विधिना क्रियमाणाया जिनपूजा
આવે છે. અહીં તો જ્ઞાનાદિની રક્ષા વગેરે રૂપ કો'ક નિમિત્ત પામીને જ અપવાદપદે તેનું વિધાન છે. તેથી તેમાં કોઈ વિરોધ નથી. તેથી જ શાસ્ત્રાકારો આવું કહે છે કે “વિશુદ્ધ આલંબનવાળા સાધુ અલ્પના બદલામાં ઘણું ઇચ્છે છે.' આમ ઉક્ત અનુજ્ઞા વ્યવહારથી દ્રવ્યહિંસામાં ફલિત થાય છે એ સિદ્ધ થયું.
(નિશ્ચયનયે તો શુભભાવનું જ વિધાન) નિશ્ચયથી તો બાહ્ય વસ્તુનું એકાત્તે વિધાન પણ હોતું નથી કે નિષેધ પણ હોતો નથી. માત્ર શુભભાવનું જ વિધાન અને અશુભભાવનો જ નિષેધ કરાય છે. તેથી જ ભાવને અનુસરીને બાહ્યવસ્તુ અંગે તો વિધિ-નિષેધનો કામચાર (અનિયમ) હોય છે. પૂજયપાદ શ્રી સંઘદાસગણિક્ષમાશ્રમણે (બૃહત્કલ્પભાષ્ય ૩૩૩૦) કહ્યું છે કે
“શ્રી જિનેશ્વરોએ કોઈ વસ્તુની અનુજ્ઞા કે નિષેધ કર્યો નથી. તેઓની આ જ આજ્ઞા છે કે દરેક કાર્યમાં સત્ય (નિષ્કપટ) રહેવું.” તેથી “નઘુત્તારાદિની નિશ્ચયના અંગભૂત વ્યવહારથી જે અનુજ્ઞા છે તે જ દ્રવ્યહિંસાની અનુજ્ઞા છે.” એવી કોઈએ કરેલી કલ્પનાઓ તો ઊભી જ થતી ન હોવાથી હણાઈ ગયેલી છે એ જાણવું.
(ફળતઃ તો વિધિશુદ્ધહિંસા પણ અનુજ્ઞાનો વિષય) આ બાબતનો ખ્યાલ રાખવો કે - દ્રવ્યહિંસાની પણ વ્યવહારથી જે અનુજ્ઞા છે તે તેમાં રહેલા હિંસાત્વ ધર્મના કેનઘુત્તારત્વ ધર્મના કારણે નથી, પણ સામાન્ય કે વિશેષવિધિઓનું વિધિશુદ્ધ વ્યાપારત્વરૂપ જે ધર્મને આગળ કરીને વિધાન હોય છે તે ધર્મના કારણે છે અથવા જયણાયુક્ત નઘુત્તારત્વવગેરેરૂપ ધર્મને આગળ કરીને હોય છે. વળી ફલની અપેક્ષાએ તો અનુજ્ઞાની વિધિશુદ્ધહિંસામાં રહેલી વિષયતા પણ વ્યવહારથી અબાધિત જ છે. અર્થાત્ એ હિંસાના ફળ તરીકે પણ મોક્ષમાર્ગમાં પ્રગતિ થતી
-
-
-
-
१. नाऽपि किञ्चिदनुज्ञातं प्रतिषिद्धं वाऽपि जिनवरेन्द्रैः। एषा तेषामाज्ञा कार्ये सत्येन भवितव्यम् ॥