________________
કેવલીમાં દ્રવ્યહિંસા : અપવાદવિષયક ઉપદેશવિચાર
<
इति- इति यदुक्तं तत् ध्वनिभेदेनार्थपरावर्त्तमात्रम् । यच्च 'सव्वे पाणा० ' इत्यादिना विरोधोद्भावनं कृतं तन्न ‘हन्तव्यः' इत्यादिशब्दसादृश्यमात्रेणैव, किन्तु हिंसाविषयकोपदेशार्थमात्रेण स्यात्, तन्निराकरणं चैतत्सूत्रस्याविधिकृतहिंसाविषयत्वेनैव हरिभद्रसूरिभिः कृतमिति नात्र पर्यनुयोगावकाशः । किञ्च सामान्यतः सर्वजीवपरितापनानिषेधेऽपि क्वचिदपवादतस्तदुपदेशो विधिमुखेनापि दृश्यते, तथा भगवत्यां - ‘तं छंदेण अज्जो तुब्भे गोसालं मंखलिपुत्तं धम्मियाए पडिचोयणाए पडिचोएह, धम्मिआए पडिसारणाए पडिसारेह, धम्मिएणं पडोआरेणं पडोआरेह, धम्मियाएहिं अट्ठेहिं ऊहिं पसिणेहिं य णिप्पिट्ठपसिणवाग
૧૨૩
વસ્તુના પ્રશંસક વાક્યો પણ તેની જે પ્રશંસા કરી છે તેનાથી જ તેની કલ્પ્યતાને જણાવે છે, અને માટે વિધ્યર્થપ્રયોગ ન હોવા છતાં એનાથી વિધાન થાય છે. એવી કલ્પના કરાય છે. આમ - ‘પંચેન્દ્રિયની હત્યા કલ્પે છે’ એવું જ નિશીથચૂર્ણિમાં કહ્યું છે ‘પંચેન્દ્રિય હણવા યોગ્ય છે' એવું નહિ – ઇત્યાદિ જે કહ્યું છે તે શબ્દો બદલીને અર્થનું માત્ર પરાવર્તન જ કર્યું છે. અર્થાત્ ‘પંચેન્દ્રિયની હત્યા કલ્પે છે' એ વાક્ય ‘પંચેન્દ્રિય હણવા યોગ્ય છે’ એ વાક્યના જ અર્થને જુદા શબ્દોમાં જણાવે છે. વળી – “સ હન્તવ્ય:” ઇત્યાદિ કહે તો ‘‘સ∞ પાળા....’’ ઇત્યાદિ વચનો સાથે વિરોધ આવે – ઇત્યાદિ જે કહ્યું છે તેમાં તે વિરોધ જો ખરેખર હોય તો “હન્તવ્યઃ” એવા શબ્દના સાદૃશ્ય માત્રના કારણે “ન હન્તવ્ય:'ની સાથે હોવો તો સંભવતો નથી (કેમ કે વાસ્તવિક વિચારણામાં માત્ર શબ્દવિરોધ અકિંચિત્કર છે.) કિન્તુ “ઇન્તવ્ય:” શબ્દના હિંસાવિષયક ઉપદેશરૂપ અર્થમાત્રના કારણે ‘ન હન્તવ્યાઃ’ ઇત્યાદિ વચનના હિંસાનિષેધવિષયક ઉપદેશરૂપ અર્થ સાથે હોવો સંભવે છે. અને તેનું નિરાકરણ તો શ્રી હરિભદ્રસૂરિ મહારાજે જ ‘‘સને .’’ ઇત્યાદિ સૂત્ર ‘અવિધિથી કરાયેલ હિંસાવિષયક છે. (અર્થાત્ એમાં અવિધિથી કરાતી હિંસાનો જ નિષેધ છે.) એવું જણાવીને કરી દીધું છે તે આ રીતે અવિધિહિંસાનો નિષેધ કરનાર તે સૂત્રનો વિધિપૂર્વક કરવાની આજ્ઞાશુદ્ધ હિંસાનો ઉપદેશ વિરોધી નથી જ. તેથી અહીં એ અંગે કોઈ પ્રશ્નોત્તરીને અવકાશ રહેતો નથી.
પાળા...
(અપવાદપદે વિરાધનાનો ઉપદેશ પણ વિધિમુખે સંભવિત)
વળી સર્વજીવોને પીડા કરવાનો સામાન્યથી નિષેધ હોવા છતાં ક્યારેક અપવાદ પદે તેનો ઉપદેશ વિધિમુખે હોવો પણ જણાય જ છે. જેમ કે શ્રીભગવતી સૂત્રમાં કહ્યું છે કે “તેથી હે આર્ય ! તમે ઇચ્છાપૂર્વક મંખલિપુત્ર ગોશાળાને ધાર્મિક પડિચોયણાથી પ્રેરણા કરો, ધાર્મિક પ્રતિસ્મારણાથી સ્મરણ કરાવો, ધાર્મિક પ્રશ્નોત્તરીથી પ્રશ્નોત્તરી (ચર્ચા)માં ઉતારો, ધાર્મિક અર્થપદો, હેતુઓ અને પ્રશ્નો દ્વારા
१. तच्छन्देन आर्य ! यूयं गोशालं मंखलिपुत्रं धार्मिकया प्रतिचोदनया प्रतिचोदयत, धार्मिकया प्रतिसारणया प्रतिसारयत, धार्मिकेण प्रत्यवतारेण प्रत्यवतारयत धार्मिकैरथैर्हेतुभिः प्रश्नैश्च निष्पृष्टप्रश्नव्याकरणं कुरुतेति ।