________________
૧૨૪
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૫
रणं करेह' त्ति । एतद्धि गोशालस्य परितापजनकं वचनं भगवतैव लाभं दृष्ट्वाऽऽज्ञप्तम् । न चोत्सर्गतः परपरितापजनकं वचनं साधूनां वक्तुं युज्यते, इत्यवश्यमपवादविधिरुत्सर्गविधिवदङ्गीकर्त्तव्यः । इत्थं च ‘अंवण्णवाइं पडिहणेज्ज' त्ति दशाश्रुतस्कन्धचूर्णिवचनस्य यदन्यार्थपरिकल्पनं तदयुक्तमेव । मिथो विरुद्धं चेदं यदुतापवादविधिप्रतिषेधः पञ्चेन्द्रियव्यापादनभयेन सति सामर्थ्य प्रवचनाहितानिवारणे संसारवृद्धिदुर्लभबोधिता चेति । इत्थं हि प्रवचनाहितनिवारणे निमित्ते पञ्चेन्द्रियव्यापादनस्य बलवदनिष्टाननुबन्धित्वबोधार्थमपवादविधिरवश्यं कल्पनीयः, अन्यथा
બોલતો બંધ કરી દ્યો.' ગોશાળાને પરિતાપ પેદા કરનાર આ વચનની ભગવાને જ લાભ જોઈને આજ્ઞા કરેલી હતી. વિધિમુખે ઉપદેશરૂપ આ વચન ઔત્સર્ગિકવિધિ રૂપ તો નથી જ, કેમ કે ઉત્સર્ગથી તો સાધુઓએ પરપીડાજનક વચન બોલવું એ ઘટતું નથી. તેથી આ વચનને આપવાદિક વિધિરૂપે જાણવું જોઈએ. માટે “ઔત્સર્ગિક વિધાનોની જેમ આપવાદિક વિધાનો પણ હોય છે.' એ વાત સ્વીકારવી જોઈએ. અને તેથી અપવાદપદે હિંસા વગેરેનો પણ વિધિમુખે ઉપદેશ સંભવિત છે.
(અપવાદપદે વિરાધનાનું વિધાન આવશ્યક)
'
આમ આપવાદિક હિંસા વગેરેનો વિધિમુખે જિનોપદેશ હોવો સંભવિત હોવાથી જ દશાશ્રુતસ્કંધની ચૂર્ણિના ‘અવળવારૂં...' ઇત્યાદિ વચનનો ‘પરવાદીનું નિરાકરણ કરવું ' ઇત્યાદિ રૂપ જે અન્ય અર્થ કલ્પ્યો છે તે અયોગ્ય જ ઠરે છે. કારણ કે એના યથાશ્રુત સીધા અર્થમાં કોઈ અસંગતિ રહેતી નથી કે જેના વારણ માટે અન્ય અર્થ કલ્પવો આવશ્યક બને. વળી એ વાત પરસ્પર વિરુદ્ધ પણ છે કે જે એકબાજુ ‘ઉત્સર્ગથી જેનો નિષેધ હોય તેવા હિંસાદિનું અપવાદ પણ વિધાન હોતું નથી' એવું માનવું અને બીજી બાજુ ‘સામર્થ્ય હોવા છતાં પંચેન્દ્રિયની હત્યાના ભયના કારણે, પ્રવચન પર આવેલી આફતનું નિવારણ ન કરવામાં સંસારવૃદ્ધિ અને દુર્લભબોધિતા થાય છે તેવા વચનોને સ્વરૂપદર્શક તરીકે સ્વીકારવા.’ અહિત અનિવારણમાં આ જે સંસારવૃદ્ધિ આદિ કહ્યા છે તેનાથી જ ‘પ્રવચનના અહિતના નિવારણરૂપ નિમિત્તે થયેલ પંચેન્દ્રિયની હત્યા એ મોટું અનિષ્ટ કરનાર હોતી નથી' ઇત્યાદિ જણાવવા અપવાદપદે તે હિંસાદિનું વિધાન અવશ્ય માનવું પડે છે, અન્યથા ઉત્સર્ગપદે સામાન્યથી હિંસાદિના કરેલા નિષેધથી હિંસાદિનો ઊભો થયેલ ભય દૂર ન થવાથી તે આપવાદિક હિંસા પણ કોઈ ન કરે. આશય એ છે કે ‘આ અનુષ્ઠાન બળવદ્ અનિષ્ટ કરનાર છે' એવો બોધ નિષેધકવચન પરથી થાય છે અને ‘આ અનુષ્ઠાન બળવદ્ અનિષ્ટ કરનાર નથી' એવો બોધ વિધિવાક્યથી થાય છે. પંચેન્દ્રિયહત્યામાં ઔત્સર્ગિક નિષેધવચનથી બળવદ્ અનિષ્ટ અનુબંધિત્વનું જે જ્ઞાન થયું હોય છે તે જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી
૨. અવળવાનિ પ્રતિહન્યાત્ ।