________________
૧૧૮
o.
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૫ साधूनां त्रसस्थावरजीवरक्षायतनाऽधिकाराद्, नद्युत्तारे 'एगं पायं जले किच्चा' इत्यादिविधिना तन्निर्वाहाद् द्रव्यस्तवे च त्रसजीवरक्षार्थयतनावतां श्राद्धानामेवाधिकारात्, सर्वारंभपरिजिहीर्षापूर्वकपृथिव्यादियतनापरिणामे च तेषामपि चारित्र एवाधिकार इति । तत्कारापणं च साधूनामुपदेशमुखेन युक्तं, निश्चयतोऽनुज्ञाविषयत्वाद्, न त्वादेशमुखेन, पृथिवीदलानां तत्कारणानां व्यवहारतः सावद्यत्वात् । सोऽप्युपदेशो जिनपूजायतनाविषय एवेति सर्वत्र यतनायामेव भगवदाज्ञा, न तु क्वचिद् द्रव्यहिंसायामपीति ।
જેમ જયણાથી જિનપૂજા વગેરે કરવાનું પણ સાધુઓ માટે વિધાન હોવું જોઈએ એવી શંકા ન કરવી, કેમ કે એમાં સાધુઓની જયણા જ સંભવી શકતી નથી. તે આ રીતે-જીવમાત્રની વિરાધના સાવદ્ય હોઈ સાધુઓને તેનું પચ્ચખાણ હોય છે. એટલે નઘુત્તાર વગેરેમાં સાધુઓએ ત્રસ અને સ્થાવર બધા જીવોની જયણા પાળવાની હોય છે. તેથી જ તો નઘુત્તારમાં “ પર્યા.' ઇત્યાદિ વિધિ કહી છે જેનાથી ત્રાસ-સ્થાવરજીવની જયણાનું પાલન થાય છે. દ્રવ્યસ્તવમાં સ્થાવરજીવોની રક્ષા માટે જયણા સંભવતી જ નથી, કેમ કે તે જીવોના શરીરરૂપ પાણી-પુષ્પ વગેરે જ પૂજાના અંગ (કારણ) ભૂત છે. તેથી માત્ર ત્રસજીવોની રક્ષા માટે જ એમાં જયણા સંભવે છે. અને તેથી જ એમાં શ્રાવકોનો જ અધિકાર હોય છે. “પૃથ્વી-જળ વગેરેનો પણ ઓછામાં ઓછો ઉપયોગ કરવા રૂપે સ્થાવરજીવોની પણ જયણા દ્રવ્યપૂજા વગેરેમાં શ્રાવકોને સંભવે છે” એવી શંકા ન કરવી, કેમ કે સાંસારિક આરંભને આશ્રીને અંશતઃ તેવી જયણા હોય જ છે. વળી સર્વત્ર તેવી જયણા તો સર્વ આરંભને છોડવાની ઈચ્છાથી જ સંભવે છે. કેમ કે “જેની અલ્પતા ઇચ્છનીય હોય તેનો અભાવ તો નિર્વિવાદ રીતે વધુ ઇચ્છનીય બની રહે છે એ વાત તો સર્વને માન્ય છે. તેથી પૃથ્વીકાય વગેરેનો આરંભ ઓછો થાય તેવી ઇચ્છા-પ્રવૃત્તિ પણ સર્વ આરંભને છોડવાની ઇચ્છાથી જ સંભવે છે જે ઇચ્છા સર્વવિરતિપરિણામરૂપ હોવાથી તેની હાજરીમાં તો ચારિત્ર જ આવી જાય. માટે સ્થાવરજીવોની (સાર્વત્રિક) જયણા શ્રાવકોને હોતી નથી. અને તેથી દ્રવ્યપૂજાનો અધિકાર શ્રાવકોને જ હોય છે. સાધુઓને હોતો નથી. વળી શ્રાવકો પાસે તે કરાવવી પણ સાધુઓને ઉપદેશમુખે ઘટે છે, કારણ કે નિશ્ચયથી એ અનુજ્ઞાનો વિષય છે જ, પણ આદેશમુખે ઘટતી નથી, કારણ કે પૃથ્વીદળ-પુષ્પ વગેરે રૂપ તેના કારણો વ્યવહારથી સાવદ્ય છે. વળી તેનો ઉપદેશ પણ આગળ કહી ગયા તે મુજબ વાસ્તવમાં તો જિનપૂજા અંગેની જયણાનો જ હોય છે. તેથી નિશ્ચિત થાય છે કે નઘુત્તાર કે જિનપૂજા વગેરેમાં સર્વત્ર જયણાના અંશમાં જ જિનાજ્ઞા હોય છે, ક્યાંય પણ દ્રવ્યહિંસામાં નહિ....
૨. પુરું પાડ્યું તે કૃત્વા |