________________
૧૧૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૫ द्रष्टव्यं, जैनप्रवचने प्रागुक्तप्रकारेण तदंशे जिनोपदेशापत्तेरेवानङ्गीकारात् ।
तस्मादयं भावः-यद्वस्तुजातं चिकीर्षितकार्यस्य प्रतिकूलमननुकूलं वा भवेत्तद् अविनाभावसंबंधेन जायमानमप्यनुकूलकारणवदुपदेशविषयो न भवति, यथा नद्युत्ताराद्युपदेशे जीवघातो यथा वा क्षुद्वेदनाद्युपशमनार्थाहारविधौ तिक्तमधुरादिरसास्वादः, परं यत्र चिकीर्षितकार्यस्यानुकूलकारणान्यपि व्यवहारतः सावधानि भवन्ति, तद्विषया जिनानुज्ञा क्रियाकालेऽप्यादेशमुखेन न स्याद्, एवं व्यवहारतो भाषायाः सावद्यत्वप्रसक्तेः, किंत्विष्टफलोपदर्शनेन कल्प्यत्वाभिव्यञ्जितोपदेशमुखेनैवावसातव्या । सा चानुज्ञा निश्चयतो निरवद्यैव, संसारप्रतनुकरणपूर्वकसानुबन्धिपुण्यप्रकृतिबन्धहेतुत्वात् । एतेन-कुसुमादिभिर्जिनेन्द्रपूजामुपदिशता कुसुमादिजीवविराधनाप्युपदिष्टैव, पूजाऽविनाभाविપણ ઉપેક્ષણીય છે એવું સિદ્ધ એટલા માટે થાય છે કે પૂર્વે કહી ગયા એ મુજબ, “તે અવદ્યઅંશમાં પણ જિનોપદેશ લાગુ પડી જાય છે' એવું જૈનપ્રવચનમાં માન્યું જ નથી.
(વ્યવહારસાવધકારણોની જિનાનુજ્ઞા કચ્છત્વાભિવ્યંજિત ઉપદેશમુખે - પૂર્વપક્ષ) તેથી આવું રહસ્ય ફલિત થાય છે કે – ચિકીર્ષિત કાર્યની સાથે અવિનાભાવસંબંધે (અવશ્યપણે) જે વસ્તુઓ ઊભી થઈ જાય છે તે ત્રણ પ્રકારની હોય છે - ચિકીર્ષિત કાર્યને અનુકૂલ, પ્રતિકૂલ કે અનનુકૂલ (ઉદાસીન). એમાંથી અનુકૂલ ચીજ ચિકીર્ષિત કાર્યનો જે ઉપદેશ હોય છે તે ઉપદેશનો વિષય બને છે. પણ પ્રતિકૂલ કે અનનુકૂલ ચીજ તે ઉપદેશનો વિષય બનતી નથી. જેમ કે નઘુત્તાર વગેરેના ઉપદેશમાં પ્રતિકૂલ એવા જીવઘાતાદિ અને સુધાવેદનીયને ઉપશમાવવા માટે ઉપદેશેલ આહારવિધિમાં ઉદાસીન એવો તિક્તમધુરાદિરસોનો આસ્વાદ. (આ ચીજો ઉપદેશનો વિષય ન બનવામાં બીજા બે કારણો એ પણ જાણવા કે તે ઉપદેશ વગર જ ઉત્પન્ન થયેલ હોય છે તેમજ ઉપદિષ્ટ ચીજ કરતી વખતે તેને છોડવી અશક્ય હોય છે.) પણ જ્યાં ચિકીર્ષિત કાર્યના અનુકૂલ કારણો પણ (કે જે ચિકીર્ષિતકાર્યના ઉપદેશનો વિષય બનવા આવશ્યક બની જાય છે તે) વ્યવહારથી સાવદ્ય હોય છે ત્યાં તેના વિષયની (તે ચિકીર્ષિત કાર્યની) જિનાનુજ્ઞા ક્રિયાકાલમાં પણ આદેશમુખે “તું આમ કર' ઇત્યાદિરૂપે હોતી નથી, કેમ કે એવી ભાષા વ્યવહારથી સાવદ્ય બની જવાની આપત્તિ એમાં આવે છે. તેથી તેની જિને આપેલ અનુજ્ઞા આદેશમુખે નથી હોતી પણ ઉપદેશમુખે હોય છે જે ઈષ્ટફળ દેખાડવા દ્વારા અભિવ્યક્ત થયેલી હોય છે. વળી એ અનુજ્ઞા સંસારની અલ્પતા કરવા પૂર્વક સાનુબંધપુણ્યપ્રકૃતિબંધના હેતુભૂત હોઈ નિશ્ચયથી તો નિરવદ્ય જ હોય છે. આમ અવિનાભાવે થતી અનનુકૂલ કે પ્રતિકૂલ ચીજોનો જિનોપદેશ હોતો નથી એવું જે સિદ્ધ થયું તેનાથી જ આ શંકા પણ દૂર થઈ જાય છે કે - શ્રીજિનેશ્વર પરમાત્માની ફૂલ વગેરે વડે પૂજા કરવાનો ઉપદેશ દેતા ભગવાનથી ફૂલ વગેરેના જીવોની વિરાધનાનો પણ ઉપદેશ અપાઈ જ ગયેલ છે,