________________
૧૧૪
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૫ नयोः परस्परं विरोधाद्, यतना हि जीवरक्षाहेतुरयतना च जीवघातहेतुरिति । तस्माज्जीवविराधना नियमादयतनाजन्यैव, 'अयतना चान्ततो जीवघातवदनाभोगजन्याशक्यपरिहारेणैव, जीवरक्षा च यतनाजन्यैव' इत्यनादिसिद्धो नियमो मन्तव्यः । अत एव छद्मस्थसंयतानामुपशान्तवीतरागपर्यन्तानां यतनया प्रवर्तमानानामपि या विराधना सा नियमादनाभोगवशेनायतनाजन्यैव, परमप्रमत्तसंयतानां नातिचारहेतुरपि, आशयस्य शुद्धत्वात् । एतच्च संभावनयाऽप्यात्मकृतत्वेनाज्ञातायां छद्मस्थसाक्षात्कारगम्यजीवविराधनायामवसातव्यं, ज्ञातायां च प्रायश्चित्तप्रतिपित्सोरेव, अन्यथा तु निःशूकतया संयमापगमः प्रतीत एव । न चाप्रमत्तानामयतना न भविष्यतीति शङ्कनीयं, अनाभोगजन्यायतनायाश्छद्मस्थमात्रस्य सत्त्वेनाऽप्रमत्तताया अनाबाधकत्वात्, तेन संयतानां सर्वत्राप्यनाभोग
વિરાધના એ પરસ્પર વિરોધી છે. જયણા એ જીવરક્ષાનો હેતુ છે. અર્થાત્ જયણાથી જીવવિરાધના થઈ ન શકે. (સેંકડો ઉપાયોથી પણ સાકર કંઈ મીઠાનું કામ કરી શકતી નથી. વળી એવી જયણાથી થયેલી દેખાતી જીવવિરાધનાને પણ જિનાજ્ઞા-જિનોપદેશથી થયેલી તો માની શકાતી જ નથી, કેમ કે એ રીતે તો કંથવા વગેરે મરી ન જાય એવા અભિપ્રાયથી કોઈ ગાયની ગરદન પૂંજીને છરો ફેરવી હત્યા કરે તો એને પણ જયણાપૂર્વક થઈ હોવાથી જિનાજ્ઞાથી કરેલી હોવી કહેવાની આપત્તિ આવે.) તેથી (૧) જીવવિરાધના નિયમા અજયણાજન્ય જ હોય છે, અને એ અજયણા પણ અંતતઃ (બીજો કોઈ માર્ગ ન રહેવાથી) જીવઘાતની જેમ અનાભોગજન્ય અશક્ય પરિહારથી જ હોય છે એવો તેમજ (૨) જીવરક્ષા જયણાજન્ય જ હોય છે એવો અનાદિસિદ્ધ નિયમ માનવો જોઈએ. | (છતી જયણાએ થતી વિરાધના અનાભોગપ્રયુક્તઅજયણાજન્ય - પૂર્વપક્ષ)
તેથી જ ઉપશાન્તવીતરાગ સુધીના છદ્મસ્થસંયતોથી, જયણાપૂર્વક પ્રવર્તવા છતાં પણ, જે વિરાધના થાય છે તે પણ અનાભોગવશાત થયેલ અયતનાજન્ય જ હોય છે. પણ અપ્રમત્તસંયતોને તે અતિચાર પણ લગાડતી નથી, કારણ કે તેઓનો આશય શુદ્ધ હોય છે. આ વાત પણ, છદ્મસ્થના સાક્ષાત્કારનો વિષય બની શકે એવી પણ જે વિરાધના “આ વિરાધના મારાથી થઈ હોવાનો સંભવ છે એ રીતે પણ જણાયેલી ન હોય તેને અંગે જાણવી. બાકી એ રીતે જે જણાઈ ગયેલી હોય તે વિરાધના થયે છતે તો પ્રાયશ્ચિત્ત લેવાની ઇચ્છાવાળા માટે જ આ વાત જાણવી. અર્થાત્ તેવી ઇચ્છાવાળા અપ્રમત્તને જ તે અતિચારનો હેતુ પણ બનતી નથી. બાકી જાણવા છતાં પ્રાયશ્ચિત્ત લેવાને જે ઇચ્છતો નથી તેને તો વિરાધનાની સૂગ જ ઊડી જવાથી સંયમનાશ જ થઈ જાય છે એ વાત પ્રસિદ્ધ જ છે. - અપ્રમત્તતાની બાધક એવી અજયણા અપ્રમત્તને સંભવતી જ નથી તો તજન્ય વિરાધના પણ શી રીતે સંભવે? – એવી શંકા ન કરવી, કેમ કે જે અજયણા અનાભોગજન્ય હોય છે તે દરેક છદ્મસ્થને અવશ્ય હોય જ છે અને તેથી જ એ અપ્રમત્તતાની બાધક પણ હોતી નથી આમ ‘વિરાધના અજયણાજન્ય જ હોય છે એવા સિદ્ધ