________________
૧૧૨
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પપ
न्द्रियव्यापादनभयेन यदि सति सामर्थ्य प्रवचनाहितं न निवारयति, तर्हि संसारवृद्धिर्दुर्लभबोधिता चेत्यादि श्रीकालिकाचार्यकथादौ भणितम् । अहितनिवारणे च क्रियमाणे कदाचित्पञ्चेन्द्रियव्यापत्तौ प्रायश्चित्तप्रतिपत्त्याशयस्य शुद्धत्वाग्जिनाज्ञाऽऽराधकः सुलभबोधिश्चेत्यादिरूपेण वस्तुस्वरूपावबोधको जिनोपदेशो भवतीति तात्पर्यम् । एवं जिनोपदेशेन वस्तुस्वरूपमवगम्य स्वत एव यथौचित्येन प्रवृत्तिनिवृत्तिभ्यां जिनाज्ञाऽऽराधको भवतीति जिनोपदेशस्य कल्प्याकल्प्यताऽवबोध एव चरितार्थत्वाज्जलजीवविराधनाऽनुज्ञा केवलिनः कलङ्क एव । न च 'नद्युत्तारस्य कारणत्वेन जलजीवविराधनाऽप्यापवादिकीति तत्र जिनोपदेशो भविष्यति' इति शङ्कनीयं, अचित्तजलनद्युत्तारस्याभावापत्त्या तस्या नद्युत्तारे कारणत्वाभावात् । तस्मात्रद्युत्तारस्य कारणं न जलजीवविराधना, किन्तु पादादिक्रियैवेति । एतेन-'जलं वस्त्रगालितमेव पेयं, नागलितं' इत्युपदिशता
હોતું નથી. આમ “પંચેન્દ્રિય જીવ હણવા યોગ્ય છે.' ઇત્યાદિ રૂપે કેવળીઓનો વચનપ્રયોગ અપવાદપણે પણ હોતો નથી એ નક્કી થયું. તેમ છતાં “પંચેન્દ્રિય જીવની હત્યાના ભયથી જો સામર્થ્ય હોવા છતાં પ્રવચનનું અહિત નિવારે નહિ તો સંસારવૃદ્ધિ અને દુર્લભબોધિતા થાય' ઇત્યાદિ શ્રી કાલિકાચાર્યની કથા વગેરેમાં કહ્યું છે. તેથી તાત્પર્ય એવું જણાય છે કે જિનોપદેશ આ રીતે તેમજ “અહિત નિવારણ કરતી વખતે કદાચ પંચેન્દ્રિય જીવની હત્યા થઈ જાય તો પણ પ્રાયશ્ચિત્ત લેવા દ્વારા આશયશુદ્ધ હોવાના કારણે જિનાજ્ઞાના આરાધક અને સુલભબોધિ બની શકાય છે.ઈત્યાદિ રીતે વસ્તુ સ્વરૂપને જ જણાવનાર હોય છે. નિષ્કર્ષ - જિનોપદેશ ધાર્મિક અનુષ્ઠાનમાં “સવિશેષ...' ન્યાયથી જયણા-અજયણા અંગેની કષ્ણતા-અકથ્યતાને જણાવનાર હોય છે. અપવાદસેવનના અવસરે આપવાદિક પ્રવૃત્તિ કરવામાં ન આવે તો બોધિદુર્લભતા વગેરે થાય છે, અને તે પ્રવૃત્તિ કરવામાં આવે તો પ્રાયશ્ચિત્તાદિ દ્વારા સુલભબોધિતા થાય છે. આપવાદિક વસ્તુનું આવું જે અનાદિસિદ્ધ વસ્તુ સ્વરૂપ હોય છે તેને જ જિનોપદેશ જણાવે છે. જિનોપદેશથી આ પ્રમાણે વસ્તુસ્વરૂપને જાણીને સ્વયં યથાયોગ્ય પ્રવૃત્તિનિવૃત્તિ કરવાથી જિનાજ્ઞાના આરાધક બનાય છે. આમ જિનોપદેશ તો કથ્થતા- અકથ્યતાને જણાવવામાં જ ચરિતાર્થ થઈ જતો હોઈ “કેવલીએ જળજીવવિરાધનાની પણ ‘તમે જળજીવવિરાધના કરો' ઇત્યાદિરૂપે અનુજ્ઞા આપી છે” એવું કહેવું એ તો કેવલીને કલંક જ લગાડવાનું છે.
જેમ નઘુત્તાર આપવાદિક છે તેમ તેના કારણ તરીકે જનજીવવિરાધના પણ આપવાદિક છે. તેથી જેમ અપવાદપદે નઘુત્તાર અંગે જિનોપદેશ છે તેમ અપવાદપદે તે વિરાધના અંગે પણ હોવો જોઈએ” ઇત્યાદિ શંકા ન કરવી, કારણ કે જળજીવવિરાધના નઘુત્તારનું કારણ જ નથી. નહીંતર તો જયાં જનજીવવિરાધનાનો અભાવ છે તેવા અચિત્તજળમાં જનજીવવિરાધનારૂપ તે કારણ હયાત ન હોવાથી તેમાંથી નઘુત્તાર જ થઈ ન શકવાની આપત્તિ આવે. માટે નઘુત્તારનું કારણ જળજીવવિરાધના